Facebook

ગુજરાત પાટણ નો ઇતિહાસ

       History of Patan


પાટણ 



        ગુજરાતના સુવર્ણયુગ સાથે સોલકી રાજવીઓની રાજધાનીનું આ નગર - પાટણ એક કાળે વિસ્તારમાં અને વૈભવમાં , શોભામાં અને સમૃદ્ધિમાં , વાણિજ્ય , વીરતામાં ને વિઘામાં , તે કાળના ધારા - અવતી જેવી શ્રી , સરસ્વતી અને સંસ્કારલકમીથી સમૃદ્ધ નગરીઓની સ્પર્ધા કરતું તે ભારતવર્ષમાં પ્રસિદ્ધ હતું . ગુજરાતની સત્તાના તેમજ ગુર્જર સંસ્કૃતિના કેન્દ્ર તરીકે આજની વાત જુદી છે . મહાકાળ જાય છે અને જતાં જતાં તે ઉત્પાત કરતો જાય છે . સરસ્વતી નદીને તટે વસેલું આ એક વખતનું મહાનગર પાટણ એક સમયે ગુજરાતની રાજધાની હતી . ઈ . 746 થી વનરાજ ચાવડાના સમયથી તે ચાવડા વંશના છેલ્લા રાજા સામંતસિંહ અને સોલકીયુગના બલકે ગુજરાતની રજપૂત સત્તાના અંત સુધી વાઘેલાઓ વગેરે વચ્ચે વચ્ચે અન્ય સ્થળો બદલ્યાં છતાં પાટણ જ ગુજરાતની વાસ્તવિક રાજધાની રહયું હતું . 
           


ગુજરાતને ‘ ગુજરાત ’ નામ મળ્યા પછી પાટણ તેનું પહેલું પાટનગર બન્યું . પાટણ તેની સ્થાપના બાદ 14 મી સદી સુધીનાં લગભગ 650 થી વધુ વર્ષ પયંત ગુજરાતનું પાટનગર રહેલું , એટલું જ નહિ , તે ગુજરાતનું રાજકીય અને વિદ્યાકીય ઉપરાંત સંસ્કૃતિનું કેન્દ્ર પણ હતું . સહસ્ત્રલિંગ તળાવને કાંઠે અનેક મઠો અને પાઠશાળાઓ હતાં . રાજસ્થાન , સિંધ , માળવા અને ઉત્તર ભારતના સાર્થવાહોના માર્ગોનું તે કેન્દ્ર રહેલું . ભીમદેવ પહેલો , કર્ણદેવ , સિદ્ધરાજ અને કુમારપાળના શાસન દરમ્યાન તે સમૃદ્ધિની ટોચે હતું , ત્યારે પાટણનો ઘેરાવો 30 કિમી . જેટલો હતો . 84 ચૌટાં અને 84 ચોક હતા . તે વખતે પાટણની વસ્તી પણ ઘણી હતી . 
       પાટણ એટલે સંસ્કૃતમાં ‘ પત્તન - શહેર ' . આમ , પાટણ એ સામાન્ય શહેરવાચક નામ છે . ગુજરાતમાં અન્ય સ્થળોનાં નામ સાથે પણ ‘ પાટણ ' શબ્દ શહે ૨ વાચક તરીકે જોડાયેલો છે - જેમકે પ્રભાસ - પાટણ , આથી નગરીવિશેષનું નામ પાટણ સાથે જોડાય છે તે રીતે ‘ પાટણ ' રાજધાનીનું પૂરું નામ અણહિલપુર - પાટણ છે . પણ હવે ‘ પાટણ ' એટલે અજ્ઞહિલપુર - પાટણ જ સમજાય છે , કારણ કે તે સૌથી મહત્ત્વનું પાટણ હતું . 
           અણહિલપુર - પાટણનું નામ ગુજરાતના સામ્રાજ્યનો પાયો નાખનાર ગણાતા વનરાજ ચાવડાના બાળમિત્ર અને સહાયક ભરવાડ અણહિલના નામ પરથી પડ્યું હોવાનું કહેવાય છે . અનુશ્રુતિ પ્રમાણે વિ.સં. 802 ( ઈ.સ. 746 , 28 માર્ચ ) ના દિવસે અણહિલ ભરવાડે બતાવેલી જગાએ વનરાજ ચાવડાએ આ શહેરની સ્થાપના કરી હતી . પંચાસરના રાજા જયશિખરીનું કલ્યાણના રાજા ભુવડને હાથે યુદ્ધમાં મૃત્યુ થયા પછી બાળ વનરાજને મામાસુરપાળ અને તેની માતા રાણી રૂપસુંદરીએ ઉછેર્યો . વનરાજે પછી ટોળી જમાવીને રાજયની સ્થાપના કરી અને અણહિલપુર - પાટણ વસાવ્યું . આ વનરાજ ચાવડાથી જ ગુજરાતના રજપૂતયુગના ઇતિહાસનો આરંભ થાય છે . આજે પણ , મૂળ પંચાસરના દેવાલયમાંથી લવાયેલી પારસનાથ ભગવાનની મૂર્તિ પંચાસરા પારસનાથને નામે ઓળખાતા પાટણના દેરાસરમાં જોવા મળે છે . તે દેરાસરના એક ગોખમાં વનરાજ ચાવડાની પુરાણી મૂર્તિ પણ છે . આજે પંચાસર પાટણથી થોડેક દૂર નાનકડું ગામ છે . ચાવડાઓ પછી સોલંકીઓ આવ્યા . તેમાં મૂળરાજદેવે ગુજરાતના રાજ્યનો બધી રીતે વિસ્તાર અને વિકાસ કર્યો . પણ ગુજરાતના સામ્રાજ્ય અને સમૃદ્ધિનો સુવર્ણયુગ સોળે કળાએ પ્રકાશ્યો સિદ્ધરાજ જયસિંહના સમયમાં . તે સમયના અત્યંત વિસ્તૃત નગર પાટણની જાહોજલાલી અને શોભાનાં વર્ણનો અનેક પ્રાચીન ગ્રંથોમાં જળવાયેલાં છે . શ્રી કનૈયાલાલ મુનશીની વિખ્યાત નવલકથા ‘ પાટણની પ્રભુતા ' , ' ગુજરાતનો નાથ ' અને ‘ રાજાધિરાજ ' ઉપરાંત તેની પહેલાંના ભીમદેવ સોલંકીના સમયના મહમૂદ ગઝનીના આક્રમણની કથા રજૂ કરતી ‘ જય સોમનાથમાં આ સ્થાનનું મહત્ત્વ રહ્યું છે , તો ગુજરાતની પહેલી નવલકથા નંદશંકરની ‘ કરણઘેલો ' અનેશ્રી મુનશીની છે લ્લી એતિહાસિક નવલકથા ( મનું પાદુકા'માં સોલંકી પછીના વંશ વાઘેલાના છેલ્લા રાજવી ને ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા , કરણ વાઘેલાની કથા આલેખાઈ છે . તેમાં પણ આ પાટણ જ કેન્દ્રમાં છે . એ સિવાય પણ સોલંકી કથા પર આધારિત નવલકથાઓમાં પાટણ કેન્દ્રવર્તી છે . 
         પાટણ ગુજરાતના સામ્રાજ્યનું સત્તાકેન્દ્ર જ નહીં , પરંતુ વિદ્યાકળાના પરમધામ સમું સંસ્કૃતિકેન્દ્ર પણ હતું . જેમાંથી ગુજરાતની પોતાની આગવી સાંસ્કૃતિક અસ્મિતા પ્રગટી . એમાં જેમ રાજા તરીકે સિદ્ધરાજ જયસિંહનો તેમ પરમ વિદ્વાન અને ધર્મપુરુષ તરીકે હેમચંદ્રાચાર્યનો ફાળો છે . એ જૈન સાધુ કલિકાલસર્વજ્ઞ કહેવાયા છે . તેમણે અનેક શાસ્ત્રો રચ્યાં , વિદ્વાનો તૈયાર કર્યા ને પાટણને ભોજની ધારાનગરી સાથે સ્પર્ધા કરતું કર્યું . ગુજરાતને ગૌરવવંતુ બનાવ્યું . તેમણે રચેલ મહાન વ્યાકરણ ગ્રંથ “ સિદ્ધહેમ ' શબ્દાનુશાસનમાં સિદ્ધરાજ તેમજ હેમચંદ્રાચાર્યનું નામ દ્વિઅર્થી રીતે સંકળાયેલું છે તે વાજબી જ છે . કારણ કે એની સહાય અને બીજાના વિદ્વત્તાયુક્ત પરિશ્રમ વગર એ થઈ ન શકે . એ વ્યાકરણ ગ્રંથ પૂરો થયો ત્યારે તેની હાથી પર સવારી કાઢી તેની આગળ સૌ સાથે હેમચંદ્રાચાર્ય ઉપરાંત મહારાજા સિદ્ધરાજ પણ ચાલતા પાટણની શેરીઓમાં ફરેલા અને વિદ્યાનું સંસ્કારિતાનું ગૌરવ કરેલું . એ શબ્દાનુશાસનનું આઠમું પ્રકરણ એ ગુજરાતની આગવી ભાષા ગુજરાતી ” નું આદ્ય વ્યાકરણ ગણાય છે .
        સોલંકીઓનું એ પાટણ અનેક મહાલયો - દેવાલયો સ્થાપત્યોથી ભરપૂર હતું . તેમાં સિદ્ધરાજના સમયમાં બંધાયેલ સહસ્ત્રલિંગ તળાવનું વર્ણન વાંચતાં તેની વિશાળતા ને ભવ્યતાથી આશ્ચર્ય પમાય છે . એ ચોમેર બાંધેલા ઘાટવાળા વિશાળ તળાવની કાંઠે શિવની હજાર દેરીઓ હતી . તેની આસપાસનાં મંદિરો પાઠશાળાઓ વગેરેમાં ધર્મ અને વિદ્યા વિકસતાં . પુરાતત્ત્વવિદો દ્વારા ખોદકામ કરતાં મળી આવેલા આ તળાવના ઓવારાનું તેમજ સરસ્વતી નદીમાંથી પાણી આવવાના માર્ગનું નાળું વગેરેનું બાંધકામ હેરત પમાડે જેવું છે . ચોમેર સંખ્યાબંધ શિલ્પાકૃતિઓવાળા શિવમંદિરો આતળાવના ગોળાકારે ગોઠવેલા પથ્થરોનું ચણતરકામ આજે હજાર - હજાર વર્ષે પણ જડબેસલાક છે . પાટણમાં આજે પણ અનેક જૂના અવશેષો જોવા મળે છે - હમણાં થોડાં વર્ષો પહેલાં જ જેનું ખોદકામ થયું ને તેનું અદ્ભુત સ્થાપત્ય તથા શિલ્પસમૃદ્ધિ પ્રગટ થયાં છે તે રાણકી વાવ . ‘ રાણીની વાવ ' તરીકે પણ જાણીતી ભીમદેવની રાણી ઉદયમતીએ બંધાવેલી આ વાવ તે પ્રકારનાં સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે . તેની દીવાલો - ગોખમાંની અદ્ભુત સૌંદર્યવાન શિલ્પાકૃતિઓ આશ્ચર્યકારક શિલ્પકલા પ્રત્યક્ષ કરે છે . પાટણ નજીક ભૂતિયા વાસણા જેવા નાનકડા ગામે પણ કૂવો ખોદતા દસમી સદીના અવશેષ મળ્યા છે . 
 
            પાટણમાં આ ઉપરાંત અનેક સુંદર જિનાલયો જોવા મળે છે તથા ત્યાંના સમૃદ્ધ ગ્રંથભંડારોમાં હજારો પ્રાચીન હસ્તપ્રતો તેમજ પ્રાચીન ગ્રંથોની નકલો સચવાયેલી છે . શ્રી મુનશીના પ્રયત્નથી તેમજ અનેક દાતાઓની સહાયથી ત્યાં હેમચંદ્રસ્મારક થયું છે . તેમાં આધુનિક વ્યવસ્થાનો ઉપયોગ કરીને ઠેરઠેરથી હસ્તપ્રતો લાવીને સંઘરવામાં આવી છે . હવે તો પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું કેન્દ્ર બન્યું છે એટલે પ્રાચીન ઇતિહાસ - કળાના સંશોધનાત્મક અભ્યાસને તેમજ સંગ્રહાલયો વગેરે દ્વારા અવશેષોની જાળવણીને અધિક વેગ મળશે એવી આશા છે .
       પાટણ હેમચંદ્રાચાર્ય જેવા સાધુઓ અને કુમારપાળ જેવા રાજાઓ તેમજ ઉદયન જેવા મંત્રીઓને કારણે મોટું જૈનકેન્દ્ર બન્યું ને વ્યાપાર તેમજ કલાત્મક જિનાલયોથી સમૃદ્ધ બન્યું તે મ તે રાજા અને પ્રજાની વિશાળ હૃદયની ધર્મસહિષ્ણુતા અને વ્યાપક ધર્મદષ્ટિને કારણે શૈવ બ્રાહ્મણ દેવાલયો ને સંસ્કૃત વિદ્યાનું પણ કેન્દ્ર બન્યું . તેના વિકાસમાં જૈનો તેમજ નાગરોનો પણ ફાળો હતો તો રજપૂતોનાં શૌર્ય તેને શક્તિ આપી હતી .
      
          અહીંના જ્ઞાનભંડારોનો ખાસ ઉલ્લેખ કરવા જેવો છે . 800 થી 1000 વર્ષ પુરાણાં અને દુનિયાભરમાં અલભ્ય ગણાય તેવા ગ્રંથો અહીં મોટી સંખ્યામાં સચવાયાં છે . પાટણના એક જ્ઞાનભંડારમાં તો પંદર હજારથી વધુ પ્રાચીન ગ્રંથો જળવાયા છે . અહીં તાડપત્ર , ભૂર્જપત્ર , કાપડ વગેરે પર લખાયેલા ગ્રંથો જોવા મળે છે . એમાં કેટલાંક અદ્ભુત ચિત્રોથી સુશોભિત છે તો સોનારૂપાનાં રંગોવાળા પણ છે . ઉપરાંત આવા ગ્રંથો તૈયાર કરવાનાં પ્રાચીન સાધનો પણ નમૂના રૂપે અહીં સચવાયેલાં જોવા મળે છે . આમાં મુખ્યત્વે ધાર્મિક સાહિત્ય છે . પણ તે ઉપરાંત કાવ્ય , નાટક , વેદાંત , આયુર્વેદ અને જ્યોતિષ , ઇતિહાસ તેમજ પુરાણના વિષયોના પણ ઘણા ગ્રંથો છે . મુનિશ્રી જિનવિજયજી તથા મુનિશ્રી પુણ્યવિજયજી જેવા સાધુ વિદ્વાનો અને અન્ય સંશોધકોએ ગ્રંથોની લિપિ ઉકેલી તેમને પ્રકાશમાં લાવવા ઘણો શ્રમ કર્યો છે . પાટણમાં મોટા અગિયાર ગ્રંથભંડારો છે . આ ભંડારોમાં જૈનેતર કૃતિઓ પણ પ્રાપ્ત થઈ છે તે બધાના અભ્યાસ , પ્રકાશન વગેરેમાં ડૉ . સાંડેસરા , મ . મ . કે . કા . શાસ્ત્રી તથા પાટણના જ રામલાલ મોદી અને કનૈયાલાલ દવે જેવા ગઈ પેઢીના વિદ્વાન સંશોધકોનો ઘણો મોટો પુરુષાર્થ છે . પાટણને પણ સયાજી રાવની સંસ્કારી અને ઉદાર રાજવી રીતિનો લાભ મળ્યો છે
      
        પાટણમાં શાંતિનાથનું જે મંદિર હતું તે મસ્જિદમાં ફેરવી નાખવામાં આવે લું , આ મસ્જિદ આજે શે ખ ફરીદના રોજા તરીકે ઓળખાય છે . હરિહરેશ્વરના મંદિરની નજીક ‘ બ્રહ્મકુંડનામથી જાણીતું બનેલું અષ્ટકોણીય જળાશય આવેલું છે . આ બ્રહ્મકુંડની પાસે અમદાવાદના સર ચિનુભાઈ માધવલાલ બેરોનેટના કુટુંબના પૂર્વજ સતી રાણકુંવરબાઈની સમાધિ આવેલી છે . તેમણે ઇ.સ. 1799 ( વિ.સં. 1855 ) માં અહીં સતી તરીકે સમાધિ લીધેલી . 
      
       દૂર દૂર સુધીના વિસ્તારનાં ગામડાંઓમાં મળી આવતા અવશેષોથી મૂળ પાટણના વિસ્તારનો ખ્યાલ આવે છે . આજે તો ચોમેરનો કોટ નથી , ખાઈ પુરાઈ ગઈ છે . સરસ્વતી નદીનો પ્રવાહ પણ કંઈક દૂર ગયો છે ને નગરના અવશેષો તો ઉપર ગણાવ્યા તે જૂજ બાકી રહ્યા છે . મુસ્લિમ સમયનાં કેટલાંક સ્થાનો મળે છે ખરાં પણ આજે પાટણ નવો જિલ્લો બનતાં હવે પાટણ શહેર જિલ્લાનું મુખ્ય મથક છે . અહીંનો વિશ્વવિખ્યાત પટોળાંનો હાથવણાટનો ઉદ્યોગ હવે માંડ એક કુટુંબ જાળવી રહ્યું છે તો કાદંબરી જેવા કપરા સંસ્કૃત ગદ્યગ્રંથોનો જૂની ગુજરાતી ભાષાના પદ્યમાં કાવ્યમય અનુવાદ કરનાર અને પદો લખનાર લગભગ પંદરમી સદીના કવિ ભાલણનું નામ તો ‘ ભાલણની ખડકી ” એ નામ રૂપે જ રહ્યું છે . અહીંના સહસ્ત્રલિંગ તળાવના કાંઠા પરના શિવાલયો અને સંસ્કૃત પણ શાળામાં મહાન સંસ્કૃત વિદ્વાનોએ જે વિદ્યાગ્રંથો સર્યા તે તો હવે અપ્રાપ્ય જ નહીં વિસ્મૃત પણ છે . જૈન સાધુઓ - હેમચંદ્ર ઉપરાંત રામચંદ્ર , ગુણચંદ્ર અને અન્ય ધર્મજ્ઞો - સાહિત્યજ્ઞોની કૃતિઓ ભંડારોમાં સચવાઈ રહી તે ભાગ્યશાળી ગણાય . લોકોક્તિઓમાં વણાઈ ગયેલાં પાટણના પટોળાં - વિદેશોમાં વિખ્યાત – કિંમતી - રાજાઓ અને શ્રેષ્ઠીઓ પહેરતા . કપરી કળાને ખર્ચાળ –મિલના ઉદ્યોગો સાથે કેમ ટકી શકે ? નમુનારૂપે એકાદ કુટુંબ હયાત છે . એની કલાભક્તિ તો જો યે જ પરખાય અને કારીગરી કેટલી કપરી છે તે પ્રત્યક્ષ જોઈએ તો જ સમજાય . 
        અલાઉદ્દીન ખિલજીએ પાટણ ભાંગ્યા પછી અહમદશાહે પાટનગર બદલ્યું અને સાબરમતીને તીરે ‘ એહમદાબાદ ” ( અમદાવાદ ) વસાવ્યું ને પાટણનાં મહત્ત્વ અને જાહોજલાલીનો અસ્ત થયો . વર્તમાન પાટણને જોઈને કવિ નરસિંહરાવે ગાયું
 ‘ પાટણપુરી પુરાણ હાલ તુજ હાલ જ આવા . ”
       હવે ત્યાં ઉદ્યોગો વિકસી રહ્યા છે ને તે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું વડુંમથક થયું છે તો આશા રાખીએ કે , “ સરસ્વતીને તીરે ફરી પાછું વિદ્યાસંસ્કૃતિનું કેન્દ્ર વિકસે . 
    કાળના ઉદરમાં ઊતરી ગયેલી ગઈ તો પાછી આવતી નથી પણ નવી ‘ આજ'નો ઉદય તો થાય છે જ . એનો એ જ સનાતન સૂર્ય નવી તિથિ બનીને પાછો આવે છે ને !

ગુજરાત પાટણ નો ઇતિહાસ ગુજરાત પાટણ નો ઇતિહાસ Reviewed by History of Gujarat on September 23, 2015 Rating: 5

No comments:

Powered by Blogger.