Facebook

સોલંકી રાજ

 સોલંકી વંશ 



        મામાને મારીને મૂળરાજ ગાદીએ આવ્યો તેથી તેના ઘણા દુશ્મનો થયા . આ ઉપરાંત મૂળરાજને મામાની હત્યા કરવા બદલ પશ્ચાત્તાપ પણ થયો . પોતાનું એક કલંક દૂર કરવા માટે તેણે કનોજ અને કાશીથી બ્રાહ્મણો તેડાવ્યા . તેમનું પૂજન કરી દાન - દક્ષિણા આપ્યાં . તેની કીર્તિ ઠેરઠેર ફેલાઈ . તેણે સૌરાષ્ટ્રના એક અન્ય રાજવી ગ્રહરિપુ અને લાટના સરદાર બારપને હરાવ્યા . પોતાનું રાજ્ય ઠેઠ લાટ સુધી વિસ્તાર્યું . લગભગ તે સમયથી ગુજરાતની હદ બંધાઈ તેમ કહી શકાય . 

       આ ઉપરાંત સરસ્વતી નદીને તીરે રુદ્રમહાલય નામનું એક ભવ્ય શિવાલય બંધાવા માંડ્યું . રુદ્રમહાલયનાં સ્થાપત્ય શિલ્પ ભારતનાં અન્ય ઉત્કૃષ્ટ સ્થાપત્યોની બરોબરી કરી શકે તેવા પ્રકારનાં હતાં . અલબત્ત , રુદ્રમહાલયનું આયોજન એટલું વિશાળ હતું કે , પોતાના જીવનકાળ દરમ્યાન તે પૂરું થઈ શક્યું નહીં . આ ઉપરાંત પણ મૂળરાજે અન્ય પ્રાસાદો અને મંદિરો બંધાવ્યાં . પાટણનો વૈભવ તેણે એટલો બધો વધાર્યો કે , ઠેરઠેરથી લોકો ત્યાં આવીને વસવા લાગ્યા . ભિલ્લમાલથી પણ મોટી સંખ્યામાં લોકો આવીને પાટણમાં વસ્યા હતા . પાટણ વેપાર અને વિદ્યાનું ધામ બન્યું 

      . મૂળરાજ સોલંકીના શાસન દરમિયાન ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સોલંકી વંશનો ઝંડો ફરક્યો . તેના સમયમાં ગુજરાતમાંથી બૌદ્ધ ધર્મ નહિવત્ બની ગયો , કારણ કે મૂળરાજ બ્રાહ્મણોને બહુમાન આપતો હતો . મૂળરાજ પછીના ત્રણ રાજાઓના શાસનમાં ખાસ નોંધપાત્ર બનાવો બન્યા નહોતા .


ગઝનીની સોમનાથ પર સવારી 


        મૂળરાજ પછી પચીસ વર્ષના ગાળામાં ગુજરાતની ગાદી પર ત્રણ રાજાઓ થઈ ગયા : ચામુંડદેવ વલ્લભરાજ અને દુર્લભરાજ , પરંતુ એમના સમય દરમ્યાન ખાસ કોઈ નોંધપાત્ર બનાવો બન્યા નથી , તેમના પછી ભીમદેવ પહેલો ગાદીએ આવ્યો . ઇતિહાસમાં એ ભીમ બાણાવળી તરીકે પ્રસિદ્ધ છે . તે ગાદીએ આવ્યા પછી ગુજરાત પર અનેક ભયંકર આફતો ઊતરી આવી . આ આફતનાં મૂળ સૌરાષ્ટ્રને | કાંઠે આવેલા પ્રભાસ પાટણની જાહોજલાલી અને લક્ષ્મીને આભારી હતાં . 

         પ્રભાસનું સોમનાથનું આ શિવમંદિર ખૂબ સમૃદ્ધ હતું , તેમાં લાકડાના છપ્પન થાંભલા સોને મઢેલા હતા અને તેની પર રત્નો જડેલાં હતાં . જમીનની અંદર અડધો મીટર અને ઉપર દોઢ મીટર શિવલિંગ હતું . ત્રણ હાથ એનો ઘેરાવો હતો . યાત્રાળુઓનો અવિરત પ્રવાહ બારે મહિના અહીં ચાલુ રહેતો . તેઓની ભેટ - સોગાદોથી સોમનાથની સમૃદ્ધિ વધ્યા જ કરતી . મંદિરની અંદર શિવલિંગ પાસે 200 મણ વજનના લટકાવેલ ઘંટની સાંકળો સોનાની હતી . રત્નજડિત દીપમાળા નિરંતર બળ્યા કરતી . મહાદેવજી માટે 2000 કિ.મી. દૂરથી ગંગામૈયાનું પવિત્ર જળ દરરોજ કાવડમાં આવ્યા કરતું . રાજા - મહારાજા અને નગરશેઠો તરફથી કીમતી નજરાણું આવ્યા કરતું .

          આવી આ અઢળક સમૃદ્ધિની વાત ગઝનીના સુલતાન મહંમદને કાને પડી . આરબ અને યહૂદી વેપારીઓ અહીંથી અદ્ભુત કલા - કારીગરી - ભર્યો માલસામાન લઈ જતા . રસ્તામાં ગઝની આવતું . સુલતાન મહંમદ બાળક હતો ત્યારે આ વેપારીઓને પૂછતો : ‘ આ બધું શું છે ? તમે ક્યાંથી ક્યાં લઈ જાઓ છો ? ” 

         વેપારીઓ કહેતા : ‘ હિન્દુસ્તાન તો સોનાની ખાણ ખાણ , એ દેશમાં અઢળક ધન છે . ’ ત્યારથી જ બાળક મહંમદ મનમાં નિશ્ચય કર્યો હતો કે , મોટો થઈને હું હિન્દુસ્તાન જઈશ ને ત્યાંથી અઢળક સંપત્તિ લૂંટી લાવીશ . 

       સમય જતાં મહંમદ સુલતાન થયો . હિન્દની અપાર ધનદોલત એની દાઢમાં જ હતી . એ ધન લૂંટવા એણે હિન્દ પર ઘણી સવારીઓ કરી . સુલતાન માટે હિન્દીમાં આવવાનું કંઈ સહેલું ન હતું . માર્ગમાં મોટું રણ હતું . તેમ છતાં ભારે હિંમત કરીને તે અહીં આવી પહોંચ્યો . ઈ.સ. 1025 ના જાન્યુઆરીની 30 મી તારીખે સોમનાથનાં તેણે બારણાં ખખડાવ્યાં . 


ભીમદેવ પહેલો :


       તે વખતે પાટણમાં સોલંકી વંશનો ભીમદેવ પહેલો રાજ્ય કરતો હતો . આવી ભીષણ આપત્તિથી ભીમદેવ મૂંઝાઈ ગયો . મંત્રીમંડળની સલાહથી તેણે કંથકોટના કિલ્લામાં આશ્રય લીધો . આજુબાજુથી હજારોની સંખ્યામાં સોમનાથનું રક્ષણ કરવા બહાદુર ૨ જપૂતો ઊમટી આવ્યા , પરંતુ મહંમદ ગઝનીના વાવાઝોડા જેવા વિશાળ ઝનૂની અને પ્રબળ સૈન્ય આગળ તેમનું કંઈ ચાલે તેમ ન હતું . મહંમદે સોમનાથના મંદિરમાં બેફામ લૂંટ ચલાવી , એટલું જ નહીં પણ મંદિરનાં અનુપમ સ્થાપત્યનો નાશ કર્યો . ભવ્ય શિવલિંગના બે કટકા કરી નાખ્યા . અનેક બ્રાહ્મણોની કતલ કરી , મંદિરનાં સુંદર કારીગરીવાળાં સુખડનાં કમાડો ઊતરાવી લીધાં અને ગઝની તરફ એણે પ્રયાણ કર્યું . 

        છેવટે મહમૂદ ગઝની ઉત્તર હિન્દુસ્તાન છોડીને પાછો જતો રહ્યો ત્યાર પછી જ ભીમદેવે ગુજરાતનું રાજ્ય પુનઃ કબજે કર્યું હતું . મહમૂદ ગઝનીએ સોમનાથના ભવ્ય મંદિર પર પણ હુમલો કરીને , જે કંઈ ઝવેરાત મળ્યું તે લૂંટી લઈને , શિવલિંગનો નાશ કર્યો હતો . ભીમદેવની રાણી ઉદયમતિએ પાટણમાં બંધાવેલી વાવ હાલમાં ‘ રાણીની વાવ ” તરીકે ઓળખાય છે . આ ભીમદેવે સિંધુ નદી પર પુલ બાંધી સિંધના રાજા હમ્મુક પર ચડાઈ કરીને તેને હરાવ્યો હતો . ભીમદેવે ચેદીના રાજા કરણને પણ હરાવ્યો હતો . એટલું જ નહિ , પણ ભીમદેવે આબુના પરમાર રાજાને તેમજ નફૂલના ચૌહાણ રાજાને પણ વશ કર્યા હતા . ધનુર્વિદ્યામાં નિપુણ ભીમદેવના દંડક વિમળશાહે આબુ , દેલવાડા અને આરાસુરમાં મંદિરો બંધાવ્યાં હતાં .

        મહંમદની ફોજ જ્યારે અણધારી ઝડપે તેમજ કપરા વખતે પોતાની રાજધાની અણહિલવાડ પાટણ તરફ આવી પહોંચી ત્યારે ભીમદેવ નિષ્ફળ સામનો કરવાનું ટાળીને ત્યાંથી પલાયન થઈ ગયો હતો અને કંથકોટના કિલ્લામાં ભરાઈને બેઠો હતો . કારણ કે વીજળી વેગે ધસમસતા આવતા મહંમદના લશ્કર સામે થવાનું ભીમદેવના પ્રધાનોને મુનાસિબ નહોતું લાગ્યું એટલે તેમની સલાહથી મહંમદને પાછા વળતાં ખોખરા કરવાનું તેમણે વિચાર્યું હતું . ત્યાં સુધી બીજા રાજાઓની મદદ મળી રહેવાની પણ આશા હતી .

            સોમનાથ લૂંટીને મહંમદ પાછો ફરી રહ્યો હતો . ત્યાં એને સમાચાર મળ્યા કે , હિન્દુ રાજાઓ એનો રસ્તો આંતરીને
ઊભા છે . તે રસ્તો બદલીને કચ્છને માર્ગે આગળ વધ્યો . પાછા ફરતાં રણને રસ્તે તેના લશ્કરની ઘણી ખુવારી થઈ . 


મૂળરાજ : 


      ભીમદેવ શૂરવીર હતો તેવો જ ઉદાર પણ હતો . તેના સમયમાં એક વાર ભયંકર દુષ્કાળ પડ્યો . એક દિવસ ભીમદેવનો પુત્ર મૂળરાજ ફરીને પાછો આવતો હતો ત્યારે મહેલ આગળ કેટલાક ખેડૂતોને પકડી લાવીને સૈનિકો ઊભા હતા . તપાસ કરતાં જણાયું કે તેઓએ મહેસૂલ ભર્યું ને હોવાથી તેમને પકડવામાં આવ્યા છે . 

  ખેડૂતોએ કહ્યું , ‘ બાપુ , અમે મહેસૂલ ભરી દઈશું . એક વરસ ખમી જાઓ , બાપુ . ” 

   મહેસૂલ માફ કરવાની સત્તા મૂળરાજની ન હતી . આથી તે પિતા પાસે ગયો . ભીમદેવ તેની રાહ જોઈને બેઠો હતો . તે બોલ્યો , “ બેટા , આજે તારે માટે મેં એક સરસ ઘોડો ખરીદ્યો છે . તારી ઘોડેસવારીની મારે પરીક્ષા લેવી છે . ” 

   મૂળરાજની આંખમાં ચમક આવી ગઈ . તે બોલ્યો , ‘ ચાલો બાપુ , અબઘડી જ . ’


    થોડા દરબારીઓને બોલાવવામાં આવ્યા . મૂળરાજ ઘોડા પર સવાર થયો . મૂળરાજે ઘોડો ખૂબ ખેલાવ્યો . એક મોટું ચક્કર લઈને મૂળરાજ પિતા પાસે આવ્યો . ભીમદેવ ખૂબ રાજી થઈ ગયો . તે બોલ્યો : ' વાહ બેટા , હું ખૂબ ખુશ છું . તારી જે કાંઈ ઇચ્છા હોય તે માગી લે . ” 

     પિતાને આનંદમાં આવેલા જોઈને મૂળરાજે ખેડૂતોના દુ : ખની વાત પિતાને કરી . પ્રજા પ્રત્યે દીકરાની આવી અનુકંપા જોઈને ભીમદેવ ખુશ થઈ ગયો . તેણે ખેડૂતોનું મહેસૂલ માફ કરી દીધું અને તેમને છોડી મૂક્યા , પરંતુ કમનસીબે થોડા જ વખત પછી મૂળરાજ મરણ પામ્યો . 

         બીજે વર્ષે વરસાદ સારો થયો . પાક પણ સારો થયો . બે વર્ષનું મહેસૂલ લઈને ખેડૂતો રાજા પાસે ગયા . રાજાએ પોતે માફ કરેલું મહેસૂલ લેવાની ના પાડી . ખેડૂતોએ પણ એ મહેસૂલ ભરી દેવા જીદ પકડી . આખરે તોડ એવો કાઢ્યો કે , ‘ ખેડૂતોએ આપેલા મહેસૂલમાં રાજાએ પણ એટલા જ પૈસા ઉમેરવા અને તેમાંથી મૂળરાજની યાદમાં એક સુંદર મંદિર બંધાવવું . ” 

         ભીમદેવ પાટણમાં અનેક વિદ્યાપીઠો અને મંદિરો બંધાવ્યાં . મહંમદે ભાંગેલું સોમનાથનું મંદિર ભીમદેવે ફરી બંધાવ્યું . ઉપરાંત પાટણમાં રાણીની વાવ બંધાવી . મોઢેરાની ભાગોળે મહંમદ ગઝની સાથે થયેલા યુદ્ધની ભૂમિ પર સૂર્યમંદિર બંધાવ્યું . ભીમદેવ એક સારો રાજા હતો પણ કમનસીબે તેનાં ઘણાં વર્ષો લડવામાં વેડફાઈ ગયાં . 


કર્ણદેવ સોલંકી :



          ભીમદેવ પહેલાના શાસન બાદ તેમના અને રાણી ઉદયમતીના પુત્ર કરણ ઉર્ફે કર્ણદેવ સોલંકીએ રાજ્ય સંભાળ્યું . કર્ણદેવનો શાસનકાળ કેટલાક ઇતિહાસકારો 1064 થી 1094 માને છે , જ્યારે મુસ્લિમ ઇતિહાસકારના મત પ્રમાણે ઈ.સ. 1072 થી 1094 સુધી કરણે રાજય કર્યું હતું . આ રાજાએ તમામ બંડખોરોને દબાવી ધંધુકા અને આશાપલ્લી
( અસાવલ ) ના કોળી રાજાને હરાવી ત્યાં કર્ણાવતી નામનું નગર વસાવ્યું હતું . ( એ અસાવલ હાલના અમદાવાદના ) જમાલપુરના સ્થાને હતું અને કર્ણાવતીના વિસ્તારમાં અસાવલ ઉપરાંત કોચરબ - પાલડીનો પણ સમાવેશ થતો હતો . કર્ણદેવે લાટ પ્રદેશ જીતી લઈને સોલંકી રાજ્યનો ધ્વજ દક્ષિણ ગુજરાતમાં છેક નાગસારિકા ( હાલનું નવસારી ) પર ફરકાવ્યો હતો . દક્ષિણ ભારતની મીનળદેવી સાથે કર્ણદેવ પરણ્યો હતો . એક ઇતિહાસકારના જણાવ્યા પ્રમાણે મીનળદેવી ચંદ્રપુરના રાજા જયકે શીની કુંવરી હતી . મીનળદેવીએ સિદ્ધરાજને જન્મ આપ્યો હતો . 

        કર્ણદેવે મહી અને નર્મદાની આસપાસનો લાટ નામે ઓળખાતો પ્રદેશ જીતી લીધો હતો . એ વખતે લાટ જીતવું એ જેવી તેવી વાત ન હતી . રસ્તામાં આશાવલ આવતું અને આશાવલમાં આશા ભીલ રાજ્ય કરતો હતો . ભીલોનો એ મોટો સરદાર હતો તેની પાસે મોટું લશ્કર હતું . તેને પણ કર્ણદેવે હરાવીને આશાવલી પર કબજો કરી આશાવલી નગર સારી રીતે વસાવ્યું . આમ , કર્ણદેવ હવે કચ્છ , કાઠિયાવાડ , ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો રાજા બન્યો એટલે હવે ભરૂચ , ખંભાત અને પ્રભાસપાટણનાં બંદરોની ભરચક આવક તેની તિજોરીમાં એકઠી થવા લાગી . તેનાં વૈભવ અને પરાક્રમની વાતો દૂર દૂર સુધી પહોંચી .

      એ વખતે કર્ણાટકમાં ચંદ્રપુર નગરમાં રાજા જયકેશીનું રાજ્ય હતું . તેને મયણલ્લાદેવી નામની પુત્રી હતી . તે ગાયનવાદન અને નૃત્યમાં નિપુણ હતી . કર્ણદેવની કીર્તિ હેઠ ત્યાં સુધી પહોંચી હતી . મયણલ્લાદેવી મનોમન કર્ણદેવ સાથે પરણવાનું નક્કી કર્યું . પુત્રીની સુંદર છબી તૈયાર કરાવીને જયકેશીએ પુરોહિતને પાટણ મોકલ્યા અને કર્ણદેવની માતા પાસે જઈ માગું કરાવ્યું . 

      મયણલ્લાદેવીની સુંદર છબી જોઈને કર્ણદેવે હા પાડી . લગ્ન નક્કી થઈ ગયાં . પણ પરણવા આવેલી મયણલ્લાને જો ઈને તે અકળાઈ ઊઠ્યો . છબીમાં જોયેલી સુંદર રાજકુમારીને બદલે આ તો શ્યામળી હતી . તેણે પરણવાની ના પાડી દીધી , પરંતુ માતા ઉદયમતીની સમજાવટથી આખરે તે માની ગયો અને કર્ણદેવે મયણલ્લા સાથે લગ્ન કર્યા . 

     મયણલ્લાદેવી ખૂબ હોશિયાર અને ચતુર સ્ત્રી હતી . તેમણે પોતાના બુદ્ધિકૌશલ્યથી રાજ્યની ધુરા પોતાના હાથમાં લઈ લીધી અને પાટણને એક સમૃદ્ધ રાજ્ય બનાવ્યું . આ મયણલ્લા તે જે પાછળથી પાટણની રાજમાતા મીનળદેવી તરીકે અપૂર્વ કીર્તિને પામી . 

           પાટણની ગાદી પર કર્ણદેવે થોડાં વર્ષ રાજ્ય કર્યું . થોડા સમય બાદ માળવાનો રાજા નરવર્મા પાટણ પર મોટું લશ્કરે લઈને ચડી આવ્યો . કર્મદેવ યુદ્ધમાં ઊતરવાની ફરજ પડી . માળવાનું લશ્કર મોટું હતું . કર્ણદેવ યુદ્ધમાં ખપી ગયો . આ વખતે કર્ણદેવનો પુત્ર જયસિંહ નાનો હતો એટલે તેના વતી માતા મીનળદેવીએ રાજ્યની લગામ હાથમાં લીધી અને કુશળતાથી રાજ્ય ચલાવ્યું .

            સિદ્ધરાજ જયસિંહ ( ઈ.સ. 1094 થી 1143 ) . સિદ્ધરાજ તરીકે વિશેષ જાણીતા થયેલા જયસિંહનો જન્મ ઈ.સ. 1091 માં થયો હતો . પિતા કર્ણદેવના અવસાન સમયે સિદ્ધરાજ જયસિંહની ઉંમર ફક્ત ત્રણ જ વર્ષની હતી . આટલી નાની ઉંમરે પિતાની ગાદી પર બેઠેલા જયસિંહની ગાદીનો વહીવટ હકીકતમાં તો કર્ણદેવ ઉર્ફે કરણના મામા મદનપાળ સંભાળતા હતા . જ્યારે મદનપાળના જુલમોથી ત્રાસેલી પ્રજાએ મારી નાંખ્યો ત્યારે જયસિંહની હોશિયાર માતાએ મીનળદેવીએ સત્તાની લગામ પોતાના હાથમાં લઈને રૈયતનાં દિલ જીતી લીધાં હતાં . તે મના બે ઉત્તમ સલાહકારોમાંના એક હતા મુંજાલ .


સિદ્ધરાજ અને હેમચંદ્રાચાર્ય 


           સિદ્ધરાજ જયસિં હદે વનો શાસનકાળ ગુજરાતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયેલો છે . તે સમય દરમ્યાન ગુજરાત તેની રાજકીય સ્થિરતા , સમૃદ્ધિ તેમજ કળા અને સંસ્કૃતિના શિખરે હતું . 

        સિદ્ધરાજે ગુજરાતને અવંતી વગેરે સામ્રાજ્યોની બરાબરીનું ગૂર્જર સામ્રાજ્ય બનાવ્યું . તેણે લાટ અને સોરઠને જીતીને તે બંને પ્રદેશોને ગુજરાત સાથે સાંકળ્યા . માળવા પર વિજય કરીને સર્વોપરિતા સ્થાપી . માળવાના નાગદેવ પરમાર જેવા યોદ્ધાઓ તેની સેનામાં હતા , તો મુંજાલ , ઉદયન , સર્જન અને શાંતુ મહેતા જેવા વિચક્ષણ તેના મંત્રીઓ હતા . હેમચંદ્રાચાર્યને તમામ સુવિધાઓ કરી આપી . પ્રતાપી પાટણનરેશ સિદ્ધરાજ અને જ્ઞાનની સાક્ષાત્ મૂર્તિસમી વિભૂતિ આચાર્ય હેમચંદ્રનો સુખદ સંયોગ થયો . શૌર્ય અને સંસ્કારની ભૂમિમાં જ્ઞાનના દીપ પ્રગટી ઊઠ્યા .

       આચાર્ય હેમચંદ્રસૂરિના નિવાસે અનેક લહિયાઓ લખ્યા કરતા . આચાર્યશ્રી નીતનવું સાહિત્ય લખાળે જતા . તેમણે વ્યાકરણ લખ્યું . વ્યાકરણનાં મૂળ સૂત્રો , વૃત્તિ અને વિવેચન તૈયાર થયાં . નામ એનું ‘ સિદ્ધહેમ ’ . વિદ્યાનો મહિમા પારખનારા સિદ્ધરાજે એ મહાગ્રંથને શણગારેલા હાથી ઉપર આદરપૂર્વક પધરાવીને આખા પાટણ નગરમાં વાજતે - ગાજતે વરઘોડો કાઢ્યો . પોતે પણ પગે ચાલીને એ યાત્રામાં સામેલ થયો . 

         સિદ્ધરાજના સમય દરમ્યાન ‘ સહસ્ત્રલિંગ ’ તળાવ જેવાં અનેક બાંધકામો પણ થયાં , સહસ્ત્રલિંગ તળાવના કાંઠે એણે 1008 શિવાલયો બંધાવ્યાં હતાં જેથી તે ‘ સહસ્ત્રલિંગ ’ તરીકે ખ્યાતિ પામ્યું . આ રાજા વિશે તેના પરાક્રમની અનેક દંતકથાઓ પણ જોડાયેલી છે . તેમાં તેણે ‘ બર્બરક ' જે બાબરા ભૂત તરીકે જાણીતો હતો તેને પોતાના શૌર્યથી હરાવીને વશ કર્યો હતો એમ કહેવાય છે . આ ઉપરાંત સતી રાણક અને જસમા ઓડણની કથાઓ પણ ખૂબ જ પ્રચલિત છે . અલબત્ત , આને ઇતિહાસનું સમર્થન નથી , પરંતુ ઇતિહાસ કહે છે કે , સિદ્ધરાજ અપુત્ર હોઈ પોતાના પછી તેની ગાદી તેના જ ભત્રીજા કુમારપાળને મળે તે તેને ગમતું ન હતું . પહેલેથી જ તે કુમારપાળનો વિરોધી હતો . આથી કહેવાય છે કે , કુમારપાળનો વધ કરવાનો તેણે પ્રયત્ન કર્યો હતો .

         ખંભાતમાં અગ્નિપૂજકોએ મુસલમાનોની મસ્જિદ સળગાવડાવી એવી ફરિયાદ થતાં સિદ્ધરાજે જાતે તપાસ કરી . તે વાત સાચી જણાતાં તેણે અપરાધીઓને દંડ દીધો હતો . ધર્મ અને વિદ્યાકલાને પ્રોત્સાહન આપનાર આવો ઉદાર રાજવી જનસમાજમાં ઉજ્જૈનના પરદુ : ખભંજન વિક્રમાદિત્ય જેવો લોકપ્રિય થયો હતો . સિદ્ધરાજ માટે પણ તેની અજબ સિદ્ધિઓ , પરમાર્થપરાયણતા તથા ન્યાયપ્રિયતા માટેની ઘણી વાતો પ્રચલિત છે .



બર્બરક પરાભવ 


      હેમચંદ્રાચાર્યે જયસિંહના પરાક્રમોમાં બર્બરક - પરાભવના પરાક્રમનું વર્ણન કર્યું છે . સિદ્ધપુર પાસે સરસ્વતીના તીરે આવેલા ઋષિઓના આશ્રમ પર બર્બરક નામે રાક્ષસ ઉપદ્રવ કરતો હતો . તેને સિદ્ધરાજે અદ્ભુત શૌર્ય દાખવીને બાહુયુદ્ધમાં હરાવી બાંધી લીધો હતો . પછી બર્બરકની પત્ની પિંગલાની વિનવણીથી રાજાએ એને મુક્ત કર્યો . ત્યારથી બર્બરક સિદ્ધરાજની સેવામાં રહેવા લાગ્યો . કહેવાય છે કે , બર્બરક પાસે અલૌકિક સિદ્ધિઓ હતી . એવી પણ કથા છે કે , બર્બરકને સ્મશાનમાં બાંધીને સિદ્ધરાજે વશ કર્યો હતો . ગુજરાતના લોકસાહિત્યમાં તે ‘ બાબરો ભૂત ’ તરીકે જાણીતો છે . એવું અનુમાન કરવામાં આવે છે કે , બર્બરક એ આર્યતર કોઈ આદિજાતિનો જોરાવર સરદાર હોવો જોઈએ . 

           કળાપ્રેમી સિદ્ધરાજ જયસિંહે પાટણમાં સહસ્ત્રલિંગ સરોવર બંધાવવા ઉપરાંત ભરૂચના કિલ્લાની મરામત કરાવી હતી , ડભોઈનો કિલ્લો બં ધાવ્યો હતો . સિદ્ધપુરના રુદ્રમહાલયને પણ એણે ભવ્યરૂપ આપ્યું હતું . એ એવો સહિષ્ણુ હતો કે ખંભાતમાં મુસલમાનોની કનડગત થતી હોવાનો અહેવાલ મળતાં જ જાતે તપાસ કરીને એમને ન્યાય આપ્યો . મુસ્લિમ વેપારીઓ પર હુમલો કરનાર હિન્દુઓને શિક્ષા કરી હતી અને નવી મસ્જિદ બાંધવા ખંભાતના મુસલમાનોને નાણાં પણ આપ્યાં હતાં .

        અનેક સિદ્ધિઓ મેળવનાર અને લોકપ્રિય ગુજરાતના રાજકીય તેમજ સાંસ્કૃતિક વિકાસમાં નોંધપાત્ર ફાળો આપનાર સિદ્ધરાજની કીર્તિને કલંકિત કરવા પાછળથી કેટલીક દંતકથાઓ પ્રચલિત થઈ હોવાનો સંભવ છે . 

       આશરે પચાસ વર્ષ સુધી ગુજરાત પર રાજ્ય કરીને ઈ .
1143 માં સિદ્ધરાજ જયસિંહનું નિધન થયું ત્યારે તેઓ નિઃસંતાન હોવાથી ભીમદેવની રાણી બકુલાદેવીનો વંશજ કુમારપાળ ( 1143-1174 ) ગાદી પર બેઠો . આ કુમાર સોલંકી સિદ્ધરાજના કાકા ક્ષેમરાજનો વંશજ હતો . તે પોતાના બનેવીની મદદથી સિદ્ધરાજ જયસિંહનો ઉત્તરાધિકારી બન્યો હોવા છતાં ગાદીનશીન થયા પછી કુમારપાળે જૈન ધર્મ સ્વીકાર્યો હતો , જૈનોની બાર શરતોનો સ્વીકાર કર્યો હતો .


કુમારપાળ 


      અણહિલપુર પાટણથી એક માણસ સિદ્ધરાજના માણસોથી બચવા દોડ્યો જાય છે . શો છે એનો વાંક - ગુનો કે સિદ્ધરાજના માણસો એની પાછળ પડ્યા છે ? 

      સિદ્ધરાજ જયસિંહને કોઈ સંતાન ન હતું . પોતાના પછી કોણ ગાદીએ આવશે તેની એને સતત ચિંતા રહેતી હતી . સાધુ એ ભવિષ્યવાણી ભાખી હતી કે , તે ના પછી ગાદી ઉપર કુમારપાળ આવશે . આ વાત સિદ્ધરાજને ગમતી નથી . કુમારપાળ આમ તો તેના કુટુંબનો છે પણ તેની માતાનું કુળ હલકું હતું . તે થી કુમારપાળ તેની ગાદી એ આવે તે ની સામે એ ની ભારોભાર અનિચ્છા હતી . 

       કુમા૨ પાળને પણ પોતાની ઉ ૫૨ સિદ્ધરાજની ખફામરજીની ખબર પડી ગઈ ત્યારથી તે બનતાં સુધી સિદ્ધરાજની નજરથી દૂર જ રહેવા લાગ્યો હતો . પણ સિદ્ધરાજના પિતા કર્ણદેવના શ્રાદ્ધનિમિત્તે કુટુંબીજનના નાતે તેમાં હાજરી આપવા આવ્યો હતો તે પણ સાધુનો વેશ લઈને . ક્રિયા પૂરી થયા બાદ સિદ્ધરાજે સાધુઓના પગ ધોવા માંડ્યા . આ સાધુઓમાં કુમારપાળ છે તેવો તેને ખ્યાલ પણ નથી . પણ સાધુના વેશમાં કુમારપાળના પગ ધોતાં રાજા જેવાં સામુદ્રિક ચિહ્નો જોઈ સિદ્ધરાજ પામી ગયો કે , આ પગ સાધુના નહીં પણ કોઈ રાજવંશીના જ છે . સિદ્ધરાજને શક પડી ગયો છે એમ કુમારપાળને ખ્યાલ આવી ગયો . તે ચેતી ગયો . બધાંની નજર ચૂકવીને તે ભાગી નીકળ્યો . 

         જીવ બચાવવા ભાગતાં ભાગતાં તે રસ્તામાં અલિંગ નામના એક કુંભારે તેને માટલાંઓ વચ્ચે સંતાડી દીધો . આગળ જતાં ભીમસિંહ નામના એક ખેડૂતે ખેતરની વાડમાં તેને છુપાવી દીધો . આમ , સતત નાસભાગ કરવી પડતી . ફરતો ફરતો એ ખંભાત આવી ચડ્યો . ખંભાતમાં આચાર્ય હેમચંદ્રને શરણે ગયો . આચાર્ય શ્રીએ કુમારપાળને ગ્રંથભંડારમાં આશરો આપ્યો . તેમણે કુમારપાળને હૈયાધારણ આપી : હવે તારે બહુ રખડવું નહીં પડે , તું થોડા જ વખતમાં ગાદીએ આવીશ .

         આખરે હેમચંદ્રાચાર્યની વાણી સાચી પડી . સિદ્ધરાજનું મૃત્યુ થયું . કુમારપાળના શુભેચ્છકોએ ભેગા થઈને તેને ગાદીએ બેસાડ્યો . કુમારપાળે હેમચંદ્રાચાર્યને પોતાના ગુરુ બનાવ્યા . પોતાને મદદ કરનાર સૌ કોઈને યાદ કરી - કરીને તેઓની કદર કરી . હેમચંદ્રાચાર્યની સલાહ અનુસાર રાજ્યમાં હિંસા કરવાની , દારૂ પીવાની અને માંસ ખાવાની મનાઈ ફરમાવી . તે સર્વ ધર્મને સમાન ગણતો . તેણે શિવમંદિરો , જૈન દેરાસરો અને ઉપાશ્રયો બં ધાવ્યાં હતાં . તે ના શાસન દરમ્યાન તેણે પ્રજાને ઘણી સુખી કરી . ભારતમાં જે મ અશોક તે મ ગુ જ રાતમાં કુમારપાળ ધર્મ રાજવી ગણાયા . બધા ધર્મોને તે મણે પુરસ્કાર્યા . ગુજરાતમાં તેના સમયમાં સાહિત્ય , કળા - સ્થાપત્ય તેમજ સમગ્ર સાંસ્કૃતિક ક્ષેત્રે ગૌરવયુગ પ્રસર્યો . 

         કુ મારપાળે જે ન લોકો માટે દેરાસરો તેમજ હિન્દુ પ્રજા માટે અને ક શિવ મંદિરો બં ધાવ્યાં હતાં . સોમનાથના મંદિરની   મરામત કરાવી હતી . કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને તે પોતાના ગુરુ અને સલાહકાર તરીકે માન આપતો હતો . પોતાના આ ગુરુના અવસાનથી કુમારપાળને બહુ આઘાત લાગ્યો હતો . એણે પોતે તો માંસ - મદિરાનો ત્યાગ કર્યો જ . હતો . પણ રાજ્યમાં પ્રાણીઓની હિંસા - કતલનો પણ તેણે પ્રતિબંધ ફરમાવ્યો હતો . જૈન ધર્મ ઉપરાંત શૈવ ધર્મને પણ ઉત્તેજન આપનાર કુમારપાળ 80 વર્ષની વયે મૃત્યુ પામ્યો હતો . તેણે 30 વર્ષ રાજ્ય કર્યું હતું . સિદ્ધરાજની જેમ જ કુમારપાળ પણ નિ : સંતાન હોવાથી તેના પછી તેના ભાઈનો પુત્ર અજયપાળ સોલંકી ( ઈ.સ. 1174 થી 1177 ) રાજા બન્યો . ‘ તારીખે ગુજરાત’માં જણાવ્યા પ્રમાણે અજયપાળ એ કુમારપાળના ભાઈ મહિપાળનો પુત્ર હતો . પૃથ્વીરાજ ચૌહાણના પિતા સોમેશ્વર પણ અજયપાળને કર ચૂકવતા હતા . અજયપાળ ધર્મચુસ્ત શિવમાર્ગી હોવાથી તેના રાજ્યમાં શૈવધર્મને વધુ ઉત્તેજન મળ્યું હતું . જૈન ધર્મીઓ તેનાથી નારાજ હતા . એવું માનવામાં આવે છે કે વિજયદેવ નામના એક સિપાઈએ અજયપાળનો પ્રાણ લીધો હતો .   


સોલંકીવંશનો અંત 


અજયપાળ પછી તેનો પુત્ર મૂળરાજ બીજો ગાદીએ બેઠો ત્યારે તે ઉંમરમાં નાનો હોવાથી તેની માતા નાયિકાદેવી રાજ્ય ચલાવતી હતી , પરંતુ સત્તા ખરેખર તો કાકા ભીમદેવના હાથમાં હતી . મોહમ્મદ શિહાબુદીન ઘોરીના હુમલાને મૂળરાજ બીજાએ માતાએ આપેલી હિંમતથી પાછો હરાવ્યો ( ઈ.સ. 1178 ) એ તેની સિદ્ધિ હતી . એ પછી બે વર્ષ બાદ મૂળરાજનું ગૂઢ મોત નિપજ્યું અને ભીમદેવ બીજો ગાદીએ આવ્યો . ભીમદેવ બીજો 


ભીમદેવ બીજો


 ( ઈ . 1179-1243 ) ઇતિહાસમાં ‘ ભોળા ભીમ ' તરીકે જાણીતો થયો હતો . 64 વર્ષ સુધી રાજ્ય કરનાર ભીમદેવ બીજાએ અજમેર પર જે ચડાઈ કરી હતી , તેમાં પૃથ્વીરાજ ચૌહાણના પિતા સોમેશ્વર લડાઈમાં મૃત્યુ પામ્યા હતા . એ સમાચાર દિલ્હીમાં મળતાં જ પૃથ્વીરાજે 65,000 ના લશ્કર સાથે ગુજરાત પર ચડાઈ કરી હતી અને ભીમદેવને હરાવીને પિતાના મોતનો બદલો લીધો હતો . જો કે ભીમદેવ કેદ પકડાયો નહોતો . એ પછી મહમ્મદ ઘોરીના સૂબા કુબુદીન ઐબકે બે વાર ગુજરાત પર ચડાઈ કરીને પાટણ લૂંટ્યું હતું . સોલંકી રાજાઓની પકડ ઢીલી પડતાં જ માળવા , મેવાડ અને મારવાડના સામંતો સ્વતંત્ર થતા ગયા . કુબુદીને પહેલો હુમલો ઈ . 1194 માં કર્યો હતો , પરંતુ તે પાછો જતો રહ્યો ત્યારે ભીમદેવ અણહિલવાડ પાટણ કબજે કરી લીધું હતું . એ પછી ઈ . 1196 માં કુબુદીન બીજી વખત ગુજરાત પર હુમલો કરી વેર વાળ્યું . ભીમદેવના કાળમાં જ સોલંકી વંશના સૂર્યાસ્તની શરૂઆત થઈ ચૂકી હતી .

         ભીમદેવના મરણ પછી તેના ઉત્તરાધિકારી તરીકે ત્રિભુવનપાળ પિતાની ગાદી પર ઈ . 1243 માં બિરાજમાન થયો . ધવલ્લક ( ધોળકા ) ના માંડલિક લવણપ્રસાદના યુવરાજ વીરધવલે ગુજરાતના રાજકીય સંરક્ષણમાં મહત્ત્વનો ભાગ ભજવીને પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું હતું . વીરધવલના મૃત્યુ પછી તેનું સ્થાન પુત્ર વીસલદેવે સંભાળી લીધું હતું . ઈ . 1244 માં વીસલદેવે ત્રિભુવનપાળને ગાદી પરથી ઉતારી નાંખ્યો અને એ પોતે પાટણનો મહારાજા બની ગયો . ત્રિભુવનપાળ સોલંકી વંશનો છેલ્લો રાજા હતો . સોલંકી વંશની 11 વ્યક્તિઓએ લગભગ 300 વર્ષ ગુજરાતમાં રાજ્ય કર્યું હતું .














સોલંકી રાજ સોલંકી રાજ Reviewed by History of Gujarat on September 25, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.