Facebook

History of Rajputs of Gujarat

 ગુજરાત  ના રાજપૂતો નો ઇતિહાસ 



રાજપૂતો ની ઉત્પતિની કથા આવી  છે. 

 પ્લેચ્છોનો વધારો થવાથી વસિષ્ઠાદિ બ્રાહ્મણોએ આ ઉપર નખી તળાવ પાસે યજ્ઞ કર્યો અને તેને પરિણા અગ્નિકુંડમાંથી ચાર યોદ્ધા નીકળ્યા . તેઓએ શત્રુઓનો સંહાર કર્યો. એ ચારના નામથી તેમના વંશજો ઓળખાયા. 
1. અગ્નીકુળ : તેમાંથી પરમાની શાખા -પ્રશાખાઓ થઇ. તેમાં  કાબા,  કાલમા,  ખેર,  ચાવડા -ચાડ,  મોરી,  મહિપાવત,  રહેવર, સુવાર,  હોડા,  સોલંકી, પ્રતિહાર વગેરે. 
2. યદુકુળ : તેમાંથી જાદવ, જાડેજા,  ચુડાસમા,  રાયજાદા, ભાટી, જાટ, વગેરે. 
3.સુર્યકુળ : તેમાંથી  ગેલોટ,  વાળા,  સીસોદીયા,  ગોહિલ,  રાઠોડ,  જોધા,  વાઘેલા,  વાજા,  વગેરે.. 
4 .ઓડક રજપૂત :તેમાંથી જે પ્રથમ ગુજરાત માં અને બાદમાં બહાર ગયા તે છત્રીસ  કુળમાં ગણાયા  તેમાં  મૂળ  કમાડ -જેડવા, ચાવડા,  ડાભી,  મકવાણા,  ઝાલા વગેરે.. 
  ગુજરાત નો વિગતવાર ઇતિહાસ વલભીપુરથી શરૂ થાય છે. વલભીપુર ના ભટ્ટાકે પછી પંચાસરના રણીધણી રાજા જયશિખરીથી ગુજરાતમાં રજપૂતોનું રાજ્યશાસન શરૂ થયું વિક્રમ  શવન્ત આઠમાંથી દસમા સૈકા વચ્ચે જયશિખરી પછી તેના પુત્ર વનરાજ ચાવડાએ લાંબો સમય રાજ્ય કર્યું. ત્યાર બધા યોગરાજ અને છેલ્લે સામન્તસિંહ એ ચાવડા વંશના છેલ્લા રાજા હતા. બાદમાં  મૂળરાજથી  સોલંકી યુગ શરુ થયો. મૂળરાજ પછી મહત્વના રાજાઓમાં ભીમદેવ પહેલા  પછી સિદ્ધરાજ -કુમારપાળથી માંડીને સોલંકીવંશના છેલ્લા રાજા ત્રિભુવનપાળે  એમ આ વંશે  લગભગ ત્રણસો વર્ષ રાજ કર્યું. અલબત્ત,  આ શાસન સમગ્ર ગુજરાત પર  ન હતું . જૂનાગઢ માં  રા`નવગણ અને  રા 'ખેંગાર  પણ શાસન કર્યું હતું, પરંતુ આમ લગભગ  પાંચસો વર્ષ  સુધી રજપૂતોએ  ગુજરાત -સોરાષ્ટ્યના મોટા  વિસ્તાર  પર  રાજ્ય કર્યું હતું રજપૂતો સૈન્યોમાં પણ જોડાતા તેમજ અંગરક્ષક કે  ચોકીના પણ કામ કરતા સાચા અથેમાં  તેઓ  ક્ષત્રિયધર્મ   પડતા.  એ સમયે રાજપૂતો એક ટેકીલી કોમ ગણાતી. તેઓ વિશ્વાસપાત્ર  અને વફાદાર ગણાતા .  
        વખત  જતા  તેમણે  નાના  નાના   ગામ -કસ્બાઓના  ઠાકોરો તરીકે પણ શાસન કર્યું.  ત્યાર પછી  ધીમે ધીમે તેમની પડતી થવા માંડી  હતી  સદગુણો ઓછા થવા માંડ્યા અને  શાસન તરીકે કેફ  અને મિજાજ એવા જ  રહ્યા. સમયને પારખતાં એમને આવડ્યું નહીં . તેથી તેમનામાંના ઘણાખરા પાયમાલ થઈ ગયા . અન્ય સમજદાર લોકોએ સમય પારખી પોતપોતાનાં કામધંધા અને નોકરીઓ શોધી લીધાં .
 અત્યારે ઘણા રજપૂતો પોલીસખાતામાં સારી નોકરીઓ બજાવે છે . આ ઉપરાંત ગુજરાતના શાસકવર્ગ તરીકે પણ ફરી ૨ જપૂતોએ પોતાનું વર્ચસ્વ ઊભું કર્યું છે . કેટલાક રજપૂતોએ ખેતી પણ અપનાવી છે . તેઓ ગરાસિયા પણ કહેવાય છે . પહેલાંના રજપૂતો માથે વિવિધ પ્રકારના સાફા બાંધતા . શરીરે કેડિયું કે અંગરખું અને કેડે ચુસ્ત બાંધેલી ભેટ તેમ જ સુરવાળ અથવા કછોટો મારેલું ધોતિયું એ તેમનો સામાન્ય પોશાક હતો . કેડે ભેટમાં તલવાર પણ રાખતા .       
           સ્ત્રીઓ પણ ગુજરાતણ જેવો જ પોશાક પહેરે છે . સૌરાષ્ટ્ર અને બાકીના ગુજરાત પ્રદેશમાં પહેરવેશમાં સાધારણ ફેર હોય છે . 
      રજપૂતોને કુળનું ભારે અભિમાન હોય છે .  સ્વભાવે તેઓ ખૂબ સ્વમાની હોય છે . અપમાન તો બિલકુલ સહન કરી શકતા નથી . સ્વભાવગત તે શુરવીર અને ઝનૂની પણ હોય છે . તેઓ શિવ અને શક્તિને માનનારા છે તેઓ જનોઈ પણ પહેરે છે કસુંબાપાણીના શોખીન હોય છે . અગાઉના સમયમાં ભાટ - ચારણો પાસે થી પોતાના પ્રશંસાગાન સાભળવાના તે ખૂબ શોખીન હતા .          
            રજપૂતો ઘણું કરીને ઘઉવર્ણા હોય છે . બાંધો મજબૂત અને ચહેરેમહોરે ઘાટીલા હોય છે . સીધુ નાક , આંખો મોટી અને પ્રભાવશાળી , નાની મોં ફાડ અને લબગોળ તેમના ચહેરા હોય છે . તેઓ દાઢી - મૂછ , થોભિયા અને લાંબા , વાંકડિયા વાળ રાખે છે .                         
            રજપૂતના લોહીની હજી રાજકર્તાઓ તરીકે ની સભાનતા સજીવ છે , શૂરવીર પ્રજાનું ખમીર છે , ને ટેકીલી પ્રજાનો મિજાજ છે , પણ કાળબળે એ બધા પર સજોગોના ઓછાયા પ્રસરતા જાય છે . છતાં કટાયેલી તોય શમશેર સ્વભાવ છોડતી નથી . ગુજરાતના રજપૂતોનું ઇતિહાસમાં ને અદ્યતન કાળમાં મહત્ત્વનું પ્રદાન રહ્યું છે 


History of Rajputs of Gujarat History of Rajputs of Gujarat Reviewed by History of Gujarat on September 20, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.