પટેલ
ગુજરાત ના પટેલો નો ઈતિહાસ
પાટીદાર પ્રજા હવે ઘણું કરીને પટેલ ' તરીકે ઓળખાય છે . પટેલ એ જાતિવાચક શબ્દ નથી , પણ પટેલ એટલે મુખી અથવા ગામની માનનીય વ્યક્તિ જે ગામના રાજકારણ અને સમાજજીવનમાં મહત્ત્વનું વર્ચસ્વ ધરાવે . પ્રજા અને રાજા વચ્ચેના સેતુ જેવું એ પદ હતું અને હજી પણ છે . હજી પણ ‘ પાટીદાર ’ શબ્દ મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના પટેલો માટે ચલણમાં છે .
પાટીદારોમાં પટેલ ઉપરાંત દેસાઈ અને અમીન અટકો પણ છે . એમાં તાત્ત્વિક ફરક એ છે કે પાટીદાર ખુદ ખેતી કરતા જ્યારે દેસાઈ અને અમીન પોતે ખેતી ન કરતા પણ બીજા પાસે ખેતી કરાવતા . દેસાઈ જાગીરદાર હતા . ન્યુ શોરોક મિલના સ્થાપક અમીન એ જાગીરદાર ખરા અને ન્યુ શોરોક મિલના સ હંમેશાં શાસનતરફી રહેતા
ગુજરાતમાં પાટીદારોની ચાર મુખ્ય પેટાજાતિઓ છે : કડવા , લેઉઆ , આંજણા અને માટિયા .
મધ્ય ગુજરાતમાં લેઉઆ પાટીદારોની વસ્તી વિશેષ છે . ઉત્તર ગુજરાતમાં તેમાંય ખાસ મહેસાણા જિલ્લામાં કડવા પાટીદારો વસે છે . ઉત્તર ગુજરાતના આંજણા પાટીદારોની અટક ચૌધરી પણ હોય છે . એમના નામને છેડે ' સિંહ ' પણ આવે . પહેલાંના જમાનામાં તેઓ પણ સાફા પહેરતા . માટિયા એ મૂળ લેઉઆ પાટીદારોની જ એક પેટાજાતિ છે . ઉત્તર ગુજરાતમાં પટેલ કણબી તરીકે પણ ઓળખાય છે .
લેઉઆ પાટીદારોની કુળદેવી અમદાવાદ પાસે અડાલજમાં છે . જ્યારે કડવા પાટીદારોની કુળદેવી ઉમિયા માતા ) ઊંઝામાં છે .
પાટીદાર સમાજમાં લગ્ન એક મહત્ત્વની મોટી ઘટના છે . લગ્નપ્રથામાં દહેજ - પૈઠણની પ્રથા પુત્રીના પિતાની કેડ તોડી નાખનારી છે . ઢગલાબંધ સોનું ઉપરાંત રેફ્રિજરેટર , ટી.વી. કે મોટરકાર કે સૌની શક્તિ મુજબનું અપાય છે . તે છે : મંગાય છે એટલે જ તો પુત્રીના જન્મના સમાચાર કુટુંબમાં ખુશાલીનું નહીં , પણ ઉદાસીનું કારણ બની રહે છે .
દહેજ ઉપરાંત પણ લગ્નમાં બેસુમાર ખર્ચ કરવામાં આવે છે . બીજા વિશ્વયુદ્ધ પછી ભગવાને એમની પર છપ્પર -રોની ફાડીને ધન વરસાવ્યું છે . તેમાંય ચરોતરના પટેલો તો ખૂબ જ ધનાઢ્યું છે . પાટીદાર એ ખેડૂત કોમ છે . ધરતી ફાડીને ધાન ટિયા અને ધન પેદા કરનારી સમૃદ્ધ કોમ છે . ચરોતર પ્રદેશમાં ઉત્તર તમાકુની ખેતી કરી તેઓ ખૂબ સમૃદ્ધ બન્યા છે .
પાટીદારોની જીભ ધારદાર હોય છે . તેઓ આખાબાલા - કાણાને કાણો ' કહેનારા છે . એમનામાં એક પ્રકારની નયા ખુમારી હોય છે , ‘ મેલને છાલ ’ , ‘ હમજયા અવે ' કહેનારી ચિંતા ન ધરનારી બિન્ધાસ્ત પ્રજા છે .
પાટીદારોએ ગુજરાતને ઘણી વિભૂતિઓ આપી છે . કરમસદના વિઠ્ઠલભાઈ અને વલ્લભભાઈ પટેલ , વલ્લભવિદ્યાનગરના વિધાતા ભાઈકાકા , મફત ગગલ પરિવારના શેઠ શ્રી અરવિંદભાઈ મફતલાલ , ઉદ્યોગપતિ જયકૃષ્ણ હરિવલ્લભદાસ , સાહિત્યકારોમાં જ્ઞાનપીઠ - વિજેતા પન્નાલાલ ઉપરાંત ઈશ્વર પેટલીકર , પીતાંબર પટેલ અને રઘુવીર ચૌધરી વગેરે તો સંખ્યાબંધ ડૉક્ટરો , ઇજનેરોએ પણ ગુજરાતની ભૂમિને તેમની બુદ્ધિ - પ્રતિભાથી સમૃદ્ધ કરી છે . શ્રી એચ . એમ . પટેલ ભારતના નાણાંપ્રધાન હતા .
પાટીદારો પ્રસિદ્ધ તો છે ધરતીમાંથી સોનું પેદા કરનારી પ્રજા તરીકે . ગુજરાતની આ એક મહત્ત્વની કોમ છે . પાટીદાર કોમે એક પાસ ખેતીથી તો બીજી પાસ વેપાર - ઉદ્યોગ ને દેશાવરથી અઢળક સમૃદ્ધિ પ્રાપ્ત કરીને ગુજરાતમાં અગ્રસ્થાન મેળવ્યું છે . ધન - ઉદ્યોગ - પુરુષાર્થ ઉપરાંત અભ્યાસ વગેરે અને બુદ્ધિચાતુર્ય અને કુશળતાથી તેમણે અસાધારણ પ્રગતિ સાધી છે . તેનો પરચો દેશના ખૂણેખૂણામાં પ્રત્યેક વ્યવસાયમાં ઉચ્ચતમ અધિકાર પદવીઓમાં જ નહીં , પણ દુનિયાના દેશે દેશમાં તેમણે સ્થાપેલી પ્રવૃત્તિઓથી મળે છે .

No comments: