Facebook

Aabu

Aabu




        હા , Aabu માટે આપણે પ્રવેશવું પડશે વીસેક કિલોમીટર જેટલું Rajasthan માં . આબુ આજે Rajasthan માં છે . આઝાદી પછીની ભાષાવાર રાજ્યરચનામાં તે Rajasthan માં સમાવાયું . પણ ઐતિહાસિક અને સાંસ્કૃતિક દૃષ્ટિએ તે ગુજરાતનો જ વિસ્તાર લાગે એટલે ત્યાં જઈએ તો ગુજરાતની બહાર ગયા જેવું ખાસ ન લાગે .
           મૂળે આ પરમારોની રાજધાની . પરમાર સમયના અચલગઢ , કુંડ વગેરે અવશેષો હજી ત્યાં જોવા મળે છે . પણ પછીથી એ ગુજરાતના જ સામ્રાજ્યનો ભાગ બની રહ્યું હતું . વસ્તુપાળ , તેજપાળ અને વિમળમંત્રીએ આબુ પર દેલવાડાનાં અદ્ભુત દેવાલયોનું નિર્માણ કરાવેલું . આજે પણ તે જૈનોનું તીર્થ પ્રવાસીઓનું આકર્ષણ અને કલાશોખીનોનું કેન્દ્ર છે . આબુમાં કોઈ પણ રજાઓ દરમિયાન જાઓ તો સૌથી વધુ સહેલાણીઓમાં ગુજરાતી જ જોવા મળે . ગુજરાત સાથે એનો નિકટનો નાતો છે – પોતાપણાનો ભાવ પણ છે . 
        અંબાજી ડુંગરથી ખીણમાં ઊતરીને અવાય આબુ રોડ સ્ટેશને . તેનું જૂનું નામ ખરેડી ને ત્યાંથી સર્પાકાર રસ્તે ડુંગર ચઢી પહોંચાય માઉન્ટ આબુ . આબુ રોડથી અને અંબાજીથી પણ માઉન્ટ આબુની બસો મળે - ને અન્ય વાહનો પણ . 
          માઉન્ટ આબુ અરવલ્લી પર્વતમાળાનું જ સર્વોચ્ચ શિખર . સમુદ્રની સપાટીથી 6 હજાર કિ.મી. જેટલું ઊંચું . આખો ડુંગર તેની આસપાસના વાંસ અને અન્ય વૃક્ષોની ગાઢ ઝાડીને કારણે ખૂબ રળિયામણો લાગે છે - વહેતાં   ઝરણાં તેમાં ઉમેરો કરે છે , તો જંગલોનાં વાઘ વગેરે પ્રાણીઓ રોમાંચ પણ કરાવે . 
          માઉન્ટ આબુ એ અંગ્રેજોએ વિકસાવેલું હવાખાવાનું સ્થળ ગિરિનગર . તીર્થ તરીકે પ્રાચીન , ઐતિહાસિક દૃષ્ટિએ પણ પરમાર રાજાઓના કેન્દ્ર તરીકે મહત્ત્વનું , પણ હવાખાવાના સ્થળ તરીકે વિકસાવ્યું અંગ્રેજોએ . અહીં અચલગઢનો કિલ્લો , વસિષ્ઠાશ્રમ , ગુરુશિખર પરનું ગુરુદત્તસ્થાન અને દેલવાડાનાં દેરાં તથા અબુદાદેવી વગેરે ખૂબ જૂનાં સ્થાનો છે અને આજેય પ્રવાસીઓનાં આકર્ષણો છે . આબુના સહેલાણીઓ માટે કેન્દ્રમાં આસેલું નખી તળાવ    
- ડુંગર અને બગીચાઓથી ઘેરાયેલું . સહેલાણીઓ તેમાં નૌકાવિહાર કરે છે . તળાવને કાંઠે પહાડ પર દેડકા આકારનો ટોડરોક દેખાય છે . વળી , કાંઠા પર રઘુનાથજીનું મંદિર . પ્રવાસીઓ તળાવની પાળે હરેફરે ને બજારમાંથી અનેક નમૂનાઓ ખરીદે . સાંજે સનસેટ પોઇન્ટ પર જઈ સૂર્યાસ્તનાં દર્શન કરે . ઠંડી હવા ને રળિયામણા સ્થળને કારણે અહીં જયપુર , બિકાને ૨ , ભરતપુર , લીંબડી , સાણંદ વગેરે સ્થળોના અનેક રાજાઓનાં આલીશાન નિવાસો - કોઠીઓ છે . ગુજરાતના કેટલાક સંપન્ન લોકોના સ્વતંત્ર માલિકીના બંગલા છે . વૈભવથી માંડીને સામાન્ય એવી અનેક હોટેલો - લોજો છે . ગુજરાત સરકાર દ્વારા કરાયેલી સવલત ગુજરાત ભવન અને પર્વતારોહણ માટે તાલીમશાળા પણ ચાલે છે . ભૂતકાળમાં ખ્યાતનામ સાહસિક યુગલ ધ્રુવકુમાર અને નંદિની પંડ્યાએ અનેક તાલીમ શિબિરો દ્વારા યુવાનોને અહીં પ્રતિવર્ષ પર્વતારોહણની તાલીમ આપી હતી . તેના અનુસંધાનમાં આજે પણ પર્વતારોહણ કેન્દ્ર દ્વારા પર્વતારોહણ તથા ટ્રેકીંગની પ્રવૃત્તિ અહીં ચાલી રહી છે . જેમાં પણ ગુજરાતના સેંકડો કિશોર યુવાનો ભાગ લે છે .
        પર્વતારોહણ કેન્દ્રથી થોડે જ આગળ પરમ જૈન સંતનો આશ્રમ છે . તે જ રસ્તો આગળ વશિષ્ઠાશ્રમે જાય ને વચમાંથી જરા બાજુએ વળી મગર ઉછેર કેન્દ્રમાં પણ જઈ શકાય . અહીંથી પાછા ગુજરાતમાં જઈએ તો પહેલાં પ્રાચીન ગુજરાતની ગૌરવગાથા સમાં દેલવાડાનાં મંદિરો પર એક નજર નાખી લઈએ અને યાદ કરી લઈએ એ મંદિરો સાથે સંકળાયેલી એક રસમય કથા . 
       ગુજરાતના પ્રતાપી તેમજ વિદ્વાન , શૂરવીર તેમજ ભાવિક , સત્તાશીલ તેમજ સમૃદ્ધ એવા વસ્તુપાળ અને તેજપાળ ગુજરાતના વાઘેલા રાજાઓના જૈનમંત્રીઓ સહકુટુંબ સૌરાષ્ટ્રનાં તીર્થોની યાત્રાએ નીકળ્યા . પ્રવાસમાં ઝાઝું ધન સાથે રાખવું અગર તેને સૂના ઘરમાં રેઢું મૂકવું જોખમકારક એટલે વધારાનું ધન ભોંયમાં ભંડારી રાખવા ખાડો ખોદ્યો તો તેમાંથી અગાઉ કોઈએ દાટેલા સુવર્ણ ભરેલા ચરુ મળ્યા . આ આકસ્મિક પ્રાપ્ત ધનનું કરવું શું ? તેજપાળનાં વિચક્ષણ અને સંસ્કારમૂર્તિ સમાં પત્ની અનુપમાદેવીએ કહ્યું : ‘ લક્ષ્મીને આમ દાટી રાખીએ તો તેના આ જ હાલ થાય . કોની લક્ષ્મીને કોના હાથમાં આવી ! ' ને આ સૂચનના અમલ રૂપે બંધાયાં દેરાસરો - દેલવાડા - શત્રુંજય ગિરનારનાં . 
        આબુ પર્વત પર દેરાં બંધાય . કુશળ શિલ્પીઓ આરસમાં ઝીણું નકશીકામ કરે - સંગેમરમરને મીણની જેમ આકારે . પણ આબુ પર ઠંડી કાતિલ . અનુપમાદેવીએ કલાકારો - કારીગરોને સગવડો આપી - ચોપાસ ભટ્ટા ને ચાંદીની સગડીઓ મુકાવી . કહેવાય છે કે , કોતરી કાઢેલી પથ્થરની ભૂકીની ભારોભાર સુવર્ણનું મહેનતાણું આપ્યું . તો કલાકારોએ આ દેવાલયોમાં ભક્તિપૂર્વક કલા રેડી . બહારથી  સાદાં લાગતાં આ મંદિરો અંદરથી જોતાં જ તેની ભવ્યતા ને કલામયતાથી આપણને ચકિત કરી દે છે . સ્તંભો અને કમાનો , દેલવાડા જતાં પહેલું જ જે રમણીય સ્થાન આવે છે તે ધ્યાનખંડો - નિવાસો બધું જુદી જ વાતાવરણમાં લઈ જાય ઘુમ્મટો અને ગોખની તસુએ તસુ જગા કલાખચિત છે . એમાં દેવો અને અપ્સરાઓની , નર્તકો અને યોદ્ધાઓની , પ્રાણીઓ પંખીઓ , ફૂલો અને વેલીઓની , ભૌમિતિક આકૃતિઓ કે કથાપ્રસંગોની જે લીલા વિસ્તરી છે તે પ્રત્યેક મંદિરને દિવ્યલોક સમું બનાવી દે છે . વસ્તુપાળ અને તેજપાળની પત્નીઓના નામના બે ગોખ દેરાણી - જેઠાણીના ગોખને નામે ઓળખાય છે . તે ગોખમાંની ઝીણી કોતરણી તો ભલભલાને હેરત પમાડે છે . આરસના પથ્થરને મીણની માફક કોતરીને નિર્મલું આવું સૌંદર્યવિશ્વ ભાગ્યે જ અન્યત્ર જોવા મળે છે . આથી જ તે ભારતમાં જ નહીં , વિશ્વભરમાં કીર્તિમંત છે અને આ દેશના જ નહીં અનેક દેશોના પ્રવાસીઓને આકર્ષે છે . આ મંદિરોની કલા અને સુઘડતા , સ્વચ્છતા અને શાંતિ નમૂનેદાર છે . માત્ર મંત્રીઓએ બંધાવેલાં દેવળ જ નહીં , કલાકારોએ પોતાના આરામના સમયનો ઉપયોગ કરીને પોતાના તરફથી કારીગરોની યાદગીરી તરીકે બંધાવેલું એકલા પથ્થરનું દેવળ પણ સુંદર છે .
          દેલવાડાથી આગળ જતાં કપરી જગાએ સદીઓ પહેલાં બંધાયેલો પરમારોનો અચલગઢ જોવા જવાય . રસ્તામાં અધ્ધરદેવીને તળે ઓળખણી દેવી અર્બુદાના દર્શન ટેકરી ચઢીને કરી શકાય . અચલગઢ પાસેનો ત્રણ મહીષોની પ્રાચીન મૂર્તિઓવાળું સરોવર દંતકથા સંભળાવે , તો ગુરુ શિખર પર તો હવે છેક ટોચ સુધી વાહનમાં જવાની સગવડ છે . નખીથી બ્રહ્માકુમારીને નામે ઓળખાતી વિશિષ્ટ આધ્યાત્મિક પ્રવૃત્તિનું મુખ્ય કેન્દ્ર - તેના વિશાળ હોલની રચના , બગીચા ,દાનખંડો, બધું જુદા જુદા વાતાવરણ માં લઇ જાય   છે . એની સ્થાનરચના તેમજ પ્રવૃત્તિ તેને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ આપે છે .
           સાહસિકો માટે આબુ પર પાછલી બાજુએથી ચઢવાનો એક સીધા ચઢાણવાળો માર્ગ તળેટીમાંના અનાદરાથી જાય છે . હવે તે અભયારણ્ય હોઈ – વસતા વાઘ , દીપડા , ઝરખ , રીંછની વસ્તી પણ જરૂર આકર્ષ !
            ને હવે ... અબુંદ ગિરિનાં શિખરો , વનો , સરોવરો , મંદિરોનાં સ્મરણોને મનમાં હૃદયમાં ભરી લઈને જઈએ પાછા ગુજરાત ! આબુથી અમીરગઢ આવતાં જૂની ચંદ્રાવતી નગરીના વિસ્તારમાંથી પસાર થતાં જાણે ઇતિહાસના પાનાં પરથી પસાર થઈ ભૂતકાળમાંથી વર્તમાનમાં આવતા હોઈએ એવી લાગણી થાય છે . બનાસકાંઠા , બનાસ નદી પરનો દાંતીવાડા બંધ - કૃષિ યુનિવર્સિટીનું વડું મથક - ઢીમાનું ધરણીધર મંદિર – જિલ્લાનું મહત્ત્વનું મથક જૂનું નવાબી ગામ રાધનપુર - ને સાંતલપુર થઈ પ્રવેશીએ ભૌગોલિક રીતે વિશિષ્ટ ખંડ એવા કચ્છમાં ! નહીં તો થરાદ થઈ આગળ જઈશું તો પહોંચી જઈશું પાકિસ્તાનમાં . સાવ નજીક છે સીમારેખા .


Aabu Aabu Reviewed by History of Gujarat on September 25, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.