Mahatma Gandhi
હિમાલયનો પરિચય ન હોય . તેનાં દર્શન જ હોય . Gujarat ને , india ને કે World પણ ગાંધીજીનો શો પરિચય કરાવવાનો હોય ? બુદ્ધ , ઈસુની પરંપરાના એ યુગપુરુષ . હજારો વર્ષે મળે એવું માનવજાતિનું સુફળ - અમરફળ ! અહિંસા , પ્રેમ અને સત્ય માનવતાનું એ સત્ય યુગે યુગે કોઈક ને કોઈક વ્યક્તિ દ્વારા મૂર્તિમંત થતું હોય છે . આ યુગનો સત્યાવતાર તે મહાત્મા ગાંધીજી .
છેક કુમારવયથી જ સત્યના પાયા પર જીવનનું ચણતર કરીને 78 વર્ષના જીવનકાળની એક એક પળને તેમણે આ Country નાં જડ અને કૃત્રિમ મૂલ્યોનું આમૂલ પરિવર્તન કરી નાખવામાં ખર્ચા . અપાર કરુણા અને વત્સલતાથી , સતત ક્રિયાશીલતાથી સત્તાની આકાંક્ષા વિના , ગીતાપ્રોક્ત પૃ હારહિત કર્તવ્યબુદ્ધિથી આ દેશના પ્રશ્નોને વિધાયક દૃષ્ટિથી ઉકેલવા પ્રયાસ કરીને આ દેશની દરિદ્ર , મૂઢ અને પરવશ પ્રજાની ચેતનાને એમણે ઢંઢોળી . Bhārata ની પ્રજામાં મૂલ્યોનું અને સાંસ્કૃતિક વારસાનું તેમણે આત્મભાન પ્રગટાવ્યું . વિશાળ British સામ્રાજ્યને અહિંસાને માર્ગે હચમચાવી આ દેશને સ્વરાજને કાંઠે લાવી નાંગર્યો .
ઈ.સ. 1869 ની બીજી October કાઠિયાવાડના ટેકીલા પણ મુત્સદી ઉત્તમચંદ ( ઓતા ) ગાંધીના પુત્ર કરમચંદ ( કબા ) ગાંધીને ત્યાં એમનાં ચોથી વારનાં પત્ની પૂતળીબાઈથી વૈષ્ણવ કુટુંબમાં Porbandar માં મોહનદાસનો જન્મ . પિતાના ત્રણ પુત્રો , પણ ત્રણ પુત્રોમાં એ સૌથી નાના . 1887 માં Rajkot ની આલ્લેડ High schoolમાં થી મેટ્રિક થયા . શામળદાસ કૉલેજ , Bhavnagar માં પહેલું સત્ર પૂરું કર્યા પછી 1888 માં London ગયા અને 1891 માં બેરિસ્ટર થઈ india પાછા ફર્યા . 1881 માં શાળાઅભ્યાસ દરમિયાન શ્રવણની પિતૃભક્તિ અને હરિશ્ચંદ્ર નાટકની એમના પર ખૂબ ઊંડી અસર થઈ જે જીવન પર્યત રહી . પરિણામે સત્યવાદી થવાનો સંકલ્પ એમણે જીવનભર પાળ્યો . 1883 માં ગોકુલદાસ મકનજી નામના વેપારીનાં પુત્રી કસ્તૂરબાઈ સાથે લગ્ન થયું .
સત્ય બોલવાની પ્રતિજ્ઞાએ તરત જ એમની કસોટી કરી .. 1884-85માં બીડી પીવાનો તેમ જ દેખાદેખીએ માંસ ખાવાનો પ્રયોગ કર્યો , પરંતુ આ માટે માતાપિતા આગળ જૂઠું બોલવાને કારણે તેમને અસહ્ય પશ્ચાત્તાપ થયો . પછી વચેટ ભાઈનું કરજ તેમની પાસેથી જ અહિંસાની શક્તિનો પહેલો પદાર્થપાઠ શીખ્યા . તેમના 17 મે વર્ષે પિતાનું મૃત્યુ થયું .
Porbandar ની એક મેમણની પેઢીના South Africa મુકદમામાં મદદ કરવાની નોકરીની તક મળતાં આફ્રિકા જવા ઊપડ્યા . 1894 માં આફ્રિકા નાતાલની કોર્ટમાં સૌપ્રથમ હિંદી વકીલ તરીકે પ્રવેશ મળ્યો . યુરોપિયનો તરફથી હિંદીઓને ડગલે ને પગલે થતા અપમાનનો એમણે જાતઅનુભવ કર્યો . પહેલા વર્ગની ટિકિટ હોવા છતાં કેવળ રંગભેદને કારણે આગગાડીમાંથી ઉતારી મૂકવામાં આવ્યા . સિગરામમાં પણ અન્યાયનો વિરોધ કરતાં માર પડ્યો . પરિણામે તેમણે હિંદુઓનાં દુઃખ દૂર કરવાનો નિશ્ચય કર્યો . જે કેસ માટે તેઓ આફ્રિકા ગયેલા તે કેસ પૂરો થતાં ભારત આવવા તૈયાર થયા પણ એ જ અરસામાં હિંદીઓના મતાધિકાર ખેંચી લેવાના કાયદાનો વિરોધ કરી નાતાલ ઇન્ડિયન કૉંગ્રેસની સ્થાપના કરી . એમની માગણીઓ સરકારે મંજૂર કરવાથી તેઓ 1915 માં ભારત પાછા આવ્યા . આમ અન્યાયની સામે માત્ર સત્યના બળે તેમણે અહિંસક પ્રતિકાર કર્યો અને જગતે સત્યાગ્રહ શબ્દ જાણ્યો , તેની શક્તિ જાણી અને મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વમાં પ્રસિદ્ધ થયા .
1915 માં ભારત આવી તેમણે ભારતપ્રવાસ કર્યો . દેશમાં એક સામાન્ય માનવીની રીતે જ ફર્યા . લોકોની સ્થિતિ જોઈ . બ્રિટિશ સરકારનાં શોષણ અને અન્યાય જોયાં . 25 મી મેને દિવસે અમદાવાદમાં કોચરબમાં જીવણલાલ બેરિસ્ટરના મકાનમાં પચીસ સ્ત્રીપુરુષો સાથે સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી . હિંદમાંથી દક્ષિણ આફ્રિકા આદિ ઠેકાણે મજૂરો મોકલવાની ગિરમિટ પ્રથા રદ કરવા પહેલું આંદોલન અને તેમાં સરકારને નમાવી પહેલો વિજય પ્રાપ્ત કર્યો . પછી 1917 માં ચંપારણ્ય ( બિહાર ) માં ગળીના કારખાનાના મજૂરોના પ્રશ્ન તેમ જ 1918 માં અમદાવાદના મિલમજૂરોના પ્રશ્ન પણ વિજય મળ્યો અને પછી તો સરકારના અન્યાય સામે તેમણે અનેક આંદોલનો કર્યા . પ્રજાને તેમણે અન્યાયનો અહિંસક રીતે પ્રતિકાર કરતાં શિખવાડ્યું . 1919 માં ઇન્દુલાલ યાજ્ઞિકના નવજીવન માસિકને સાપ્તાહિકમાં રૂપાંતર કરાવી તેના તંત્રીપદેથી ગુજરાતમાં નવી ચેતનાનો સંચાર કર્યો . બાદમાં યંગ ઇન્ડિયા નામનું અંગ્રેજી અર્ધસાપ્તાહિક પણ શરૂ કર્યું . 1920 માં તેમણે દેશભરમાં અસહકારનો જુવાળ પ્રગટાવ્યો . શાળા - કૉલેજ બંધ કરાવી . સરકારી નોકરીઓમાં રાજીનામાં અપાવીને વિદેશી કાપડ તથા ચીજવસ્તુઓની હોળી કરાવીને દેશને ધમધમતો કરી મૂક્યો . દેશની મોટા ભાગની પ્રજાની ગરીબી જોઈ પહેરણ ટોપી પહેરવાનું છોડી એકલો ટૂંકો કચ્છ પહેરવાનો નિર્ણય કર્યો .
1930 માં સાવ સામાન્ય લાગતો મીઠાનો કાયદો તોડવા તેમણે સત્યાગ્રહ કરવાનો નિર્ણય કર્યો . રમી માર્ચે અમદાવાદના સાબરમતી આશ્રમથી સિત્તેરેક જેટલા સાથીઓ સાથે તેમણે દાંડીયત્રા આરંભી અને 25 દિવસ બાદ 241 માઈલની મુસાફરી કરીને દાંડીના દરિયાકાંઠેથી ચપટી મીઠું ઉપાડી સરકારના જુલમી કાયદાનો ભંગ કરીને સમસ્ત દેશમાં તેમણે . કાયદાભંગનો મંત્ર મૂક્યો . આ ચપટી મીઠાએ વિરાટ બ્રિટિશ સલ્તનતમાં લૂણો લગાડ્યો . ચપટી મીઠાની આ લડતને વિશ્વભરમાં પ્રસિદ્ધિ મળી .
1931 માં ગોળમેજી પરિષદમાં કોંગ્રેસના એકમેવ પ્રતિનિધિ તરીકે ઇંગ્લેન્ડ ગયા . નિષ્ફળ ગોળમેજીનો ઝેરનો કટોરો લઈને પાછા ફર્યા . 1933 માં હરિજન ઉદ્ધાર માટે હિંદભરમાં પ્રવાસ કર્યો . ગ્રામોદ્ધાર કેવો હોય તે મૂર્તિમંત કરી આદર્શ ગામડાની રચના કરવા મધ્ય પ્રદેશના વર્ધા પાસેના એક ગામડા સે ગાંવ ( સેવાગ્રામ ) માં પોતાનું વડું મથક સ્થાપ્યું . 1946 માં મુસ્લિમ લીગના સીધા પગલાને દિવસે થયેલી હુમલાખોરી અને આમ કતલને પરિણામે પૂર્વ બંગાળના નોઆખલીમાં દુઃખી લોકોને સાંત્વન આપવા તથા હિંદુમુસ્લિમ ઐક્ય સ્થાપવા ગામડેગામડે નીડરતાનો ને શાંતિનો સંદેશ અપવા પગપાળા ફરી વળ્યા . દેશના ભાગલા પાડવાની જનાબ ઝીણાની યોજના તથા દ્વિરાષ્ટ્ર સિદ્ધાંત સ્વીકારવાની અસંમતિ દર્શાવી .
ગુજરાતી ગદ્યને એમણે નવું ચેતન અને તાજગીભરી નવી દિશા આપી છે . સત્યના પ્રયોગો એ એમની અનોખી આત્મકથા છે . આ વિરલ , નિખાલસ આત્મકથા માત્ર ગુજરાતી સાહિત્યને જ નહિ , પણ વિશ્વસાહિત્યને પણ અનોખું પ્રદાન છે .
આ ઉપરાંત મારો અનુભવ , સર્વોદય , યરવડા , અનુભવ , નીતિનાશને માર્ગ , ગીતાબોધ , અનાસક્તિ યોગ , આરોગ્યની ચાવી , કેળવણીનો કોયડો વગેરે એમનાં અનેક પુસ્તકો છે . ગાંધીજીનાં લખાણો , ભાષણો , પત્રો વગેરેનો સંગ્રહ ગાંધીજીનો અક્ષરદેહ ભાગ 1 થી 90 માં પ્રગટ થયાં છે . આટલી વિપુલ સંખ્યામાં , પોતાના વિચારોની મૌલિક કે લેખિત સ્વરૂપે અભિવ્યક્તિ કદાચ વિશ્વ સાહિત્યના ઇતિહાસમાં ભાગ્યે જ હશે . ગુજરાતના લેખકોની નજર ગ્રામસૃષ્ટિ ભણી વાળવામાં તેમનો વિધાયક ફાળો રહેલો છે .
પંદરમી ઑગસ્ટ 1947 .
મહાત્માજીના અવિશ્રાંત શ્રમ અને અદ્વિતીય નેતાગીરીના પરિણામે દેશ વિભાગાયેલો તે છતાં ) આઝાદ બન્યો . દેશભરમાં જ્યાં અશાંતિ થઈ ત્યાં ગાંધીજીએ દોડી જઈ એ દાવાનળ શમાવવા પ્રયત્ન કર્યો . જરૂર પડી ત્યાં અનશન કર્યા .
1948 ની 30 મી જાન્યુઆરીને સાંજની પ્રાર્થનાસભામાં જતાં નથુરામ ગોડસેની ગોળીએથી તેઓ વીંધાયા ‘ અને 35 મિનિટ બાદ અવસાન પામ્યા એક મહાજ્યોતિનો વિલય થયો .

No comments: