Facebook

અમદાવાદની સ્થાપના

 

અમદાવાદની સ્થાપના



       અહમદશાહે આ નવું શહેર . વસાવવા માટે શેખ અહમદ ખટ્ટ મારફતે પેગંબર એલીઝ , અથવા અલ્ ખિજૂર ખ્વાજાની પરવાનગી માગી ત્યારે જેમણે પાંચ નમાઝ કદી પાડી ન હોય એવા ચાર અહમુદ ભેગા થઇ ખાતમુહૂર્ત કરે તો શહેર આબાદ થાય એવી આગાહી થઈ . શેખ અહમદ ખટ્ટ અને સુલતાન અહમદશાહ એ આવા બે પાક અહમદ હતા . ગુજરાતમાં શોધ કરતાં એવા બીજા બે અહમદ પણ મળી આવ્યો : કાજી અહમદ અને મુલે ક અહમદ , શહેરની ખાત - વિધિમાં આ ચાર અહમદ ઉપરાંત 12 બાબાઓનો પણ સાથ હતો . કોટ ( રાજગઢ ) ની દીવાલના પાયામાં પહેલી ઈટ દક્ષિણ - પશ્ચિમ ખૂણામાં મુકાઈ ને ત્યાં માણેક બુરજ નામે બુરજ થયો , જે હાલના એલિસ પુલના પૂર્વ છેડાની દક્ષિણે આવેલો છે . આ બુરજનું નામ ‘ માણેકબુરજ ' અને શહેરના મુખ્ય ચોકનું નામ ‘ માણેકચોક ' માણેકનાથ નામે બાવાના નામ પરથી પડ્યું જણાય છે . માણે કચોકમાં માણેકનાથની સમાધિ છે એ પરથી ત્યારે અમદાવાદ પાસે માણેકનાથ નામે નામાંકિત સાધુ થયા હોવાનું સંભવે છે . આમ અમદાવાદની સ્થાપના રાજગઢથી અને રાજગઢની સ્થાપના નૈઋત્ય બુરજથી થઈ ને એ બુરજ ‘ માણેકબુરજ ' નામે ઓળખાયો . અહમદશાહે આ સ્થાનને આબાદ ( વસ્તીવાળું ) કર્યું તેથી એનું નામ ‘ અહમદાબાદ ' પાડવામાં આવ્યું . ગુજરાતીમાં એનું તદ્ભવ રૂપ ‘ અમદાવાદ થયું . હિન્દુ લેખકો એને ‘ રાજનગર ’ અને ‘ શ્રીનગર ’ તરીકે પણ ઓળખાવતા .



સ્થાપનાનો સમય :

    અમદાવાદની સ્થાપના માટે મધ્યકાલીન સાહિત્યમાં જુદા જુદા સમય નિર્દેશ સૂચવાયા છે તે પૈકી બે સ્વીકાર્ય ગણાય : 1. મુસ્લિમ તારીખ પ્રમાણે હિ.સ. 813 ના ઝિલકાદ મહિનાની 2 જી તારીખ અને ગુરુવાર ( તા . 26 મી ફેબ્રુઆરી , ઈ.સ. 1411 ) અને 2. હિન્દુ અનુશ્રુતિ પ્રમાણે વિ.સં. 1468 ની વૈશાખ સુદ -7 ને રવિવાર ( તા . 27 મી એપ્રિલ , ઈ.સ. 1412 ) . રાજગઢનું ખાતમુહૂર્ત હિ.સ. 813 ( ઈ.સ. 1411 ) માં થયું લાગે છે ને એ ગઢ હિ.સ. 815-816 ( ઈ.સ. 1413 ) માં પૂરો થયો લાગે છે , તો વિ.સં. 1468 ( ઈ.સ. 1412 ) ની મિતિ ગઢના વાસ્તુપ્રવેશની હોઈ શકે . 


ભદ્રનો કિલ્લો :

      અમદાવાદના નિર્માણનો આરંભ જે રાજગઢના બાંધકામથી થયો તે ‘ ભદ્રનો કિલ્લો ' તરીકે ઓળખાય છે . “ મિરાતે અહમદી'માં એને ‘ અરકનો કિલ્લો ’ પણ કહ્યો છે . અણહિલવાડ પાટણના કિલ્લાને ‘ ભદ્ર ’ કહેતા તેના પરથી અમદાવાદના આ રાજગઢને પણ લોકો ‘ ભદ્ર ' કહેતા . સમય જતાં આ કિલ્લાના સ્વરૂપમાં ઘણા સુધારાવધારા થયા છે . છેવટના ભાગમાં એને આઠ દરવાજા હતા . પૂર્વમાં બે મોટા દરવાજા હતા . એમાંના મુખ્ય દરવાજાને “ પીરાન પીરનો દરવાજો ' કહેતા . હાલ એ ‘ ભદ્રના દરવાજા ' તરીકે ઓળખાય છે . આ દરવાજાથી ઉત્તરે આગળ જતાં એ હરોળમાં બીજો દરવાજો હતો તે લાલ દરવાજો . હાલ એ દરવાજાની દક્ષિણ બાજુની દીવાલ જ મોજૂદ રહી
છે , જે સીદી સઈદની મસ્જિદની દક્ષિણે પડતા માર્ગની સામી બાજુએ આવેલી છે . 

     ભદ્રનો કિલ્લો પશ્ચિમે નદીના તટ સુધી હતો . અસલ બાદશાહી મહેલ નદીના કિનારે હતો . “ મિરાતે અહમદી ’ આ કિલ્લાની પૂર્વપશ્ચિમ લંબાઈ 487 ઇલાહી ગજ અને ઉત્તરદક્ષિણ પહોળાઈ 400 ઇલાહી ગજ હોવાનું જણાવે છે . કિલ્લાનું ક્ષેત્રફળ 43 એકર હતું . એને 14 બુરજ હતા . પહેલાં એલિસ પુલ આ કિલ્લાના દક્ષિણ પશ્ચિમ ખૂણાની બહાર હતો , તે તૂટી ગયા પછી નવો પુલ કોટ તોડીને માણેક બુરજની ઉત્તરે કરવામાં આવ્યો . સીદી સઈદની મસ્જિદ લાલ દરવાજાની ઉત્તરે કોટ તોડીને બાંધવામાં આવી હતી . 

       ભદ્રકાળીના મંદિરની દક્ષિણે આવેલો આઝમખાંનો મહેલ ગુજરાતના સૂબા આઝમખાંએ 1637 માં ભદ્રના દરવાજાની દક્ષિણ બાજુની દીવાલ તોડીને બાંધ્યો હતો . ભદ્રકાળીનું મંદિર આ મહેલની ઉત્તર પાંખમાં મરાઠા કાલમાં કરેલું છે . આઝમખાંનો મહેલ ભદ્રના કિલ્લાની પૂર્વ દીવાલ કરતાં આગળ આવી જવાથી કિલ્લાના મુખ્ય દરવાજાની આગળ બીજો દરવાજો ઉમેરવામાં આવ્યો .

       ભદ્રના કિલ્લામાં આવે લી અને ક ઇમારતો હાલ નામશે ષ થઈ ગઈ છે . સલ્તનત સમયની ઇમારતો માં એહમદ શાહની મસિજ દ ય થાતથ જ દળવાઈ રહી છે . અહમદશાહે ભદ્રના કિલ્લાની સાથે આ મસ્જિદ બંધાવવા માંડેલી , તે ઈ.સ. 1414 ના ડિસેમ્બરની 17 મી તારીખે પૂરી થઈ હતી . 

     નદી કિનારાથી ભદ્રના દરવાજાવાળી દીવાલ સુધી વિસ્તરેલા આ કિલ્લાની આગળ મોટું ચોગાન હતું , એને ‘ મેદાને શાહ ' કહેતા . એની ઉત્તરદક્ષિણ લંબાઈ 620 વાર અને પૂર્વપશ્ચિમ પહોળાઈ 330 વાર હતી . મેદાનમાં મોટો હોજ - ફુવારો હતો ત્યાં બેસી બાદશાહ શુક્રવારની ગુજરી જોતા . આ મેદાનમાં અમલદારો ચોગાનની રમત રમતા . મેદાનની પૂર્વે ત્રણ દરવાજા આવેલા છે , ત્યાંથી શહેર માં જવાય છે . આ દરવાજા અહમદશાહે શહેર વસાવ્યા પછી થોડા વખતમાં જ બંધાવ્યા હતા . 


શહેરનો વિકાસ : 

       અહમદશાહે ભદ્રનો કિલ્લો બાંધવા માંડ્યો ને બીજા જ વર્ષે એ કિલ્લાથી પૂર્વમાં થોડે અંતરે શહેરની મુસ્લિમ જનતા માટે જુમા મસ્જિદ બંધાવવી શરૂ કરી એ 12 વર્ષે હિ.સ. 827 ( ઈ . 1424 ) માં પૂરી થઈ . એ અમદાવાદની મોટામાં મોટી અને સહુથી ભવ્ય મસ્જિદ છે . એની પૂર્વે અહમદશાહનો રોજો બંધાયો . એની ચારે બાજુએ બજાર હતું . માણેકચોકનું ચૌટું શહેરના ચારે બાજુથી આવતા રસ્તાઓનું કેન્દ્રસ્થાન હતું . ત્યાંથી એક સીધો મહા માર્ગ ઉત્તરદક્ષિણ જતો , જ્યારે ત્રણ દરવાજાથી આવતો મહા માર્ગ માણેકચોકની દક્ષિણ બાજુએથી નીકળતો હશે એવું માલુમ પડે છે . પાંચ કુવા દરવાજો તથા પ્રેમ દરવાજો અને રિસી રોડ ( ગાંધી માર્ગ ) તથા રિલીફ રોડ ( ટિળક માર્ગ ) નવા હોઈ , અસલ અમદાવાદનું આયોજન એ બે માર્ગ વિના વિચારવું ધર્ટ . આ ગળ જતાં આ ચાર મહા માર્ગો ઉપ ર ત ત્યા થી ઉત્તરપૂર્વે બે ત્રાંસા માર્ગ અને દક્ષિણ પૂર્વે એ ક ત્રાંસો માર્ગ પણ જતો એવું જણાય છે . આમ અમદાવાદ શહોર પૂરે પૂરું નથી સ્વસ્તિક પ્રકારનું નુગર આયોજન ધરાવતું કે થી સર્ષ તો બ પ્રકાર નું ૧૬ ૨ાવતું ભલ પ્લે કયો આવે જીમુહરતપોળ એ શહેરમાં સ્થપાયેલી પહેલી પોળ હોવાનું મનાય છે . એ અનુસાર અહમદશાહે શહેરની મધ્યમાં વેપારીઓને વસાવ્યા ગણાય . 

      અહમદશાહે પોતાનો રોજો જુમા મસ્જિદની પૂર્વ બાજુએ બંધાવ્યો હતો . એ ‘ બાદશાહનો હજીરો ' કહેવાય છે એમાં સુલતાન અહમદશાહની , એના પુત્ર મુહમ્મદશાહની અને પૌત્ર કુબુદીન અહમદશાહની કબરો આવેલી છે . બાદશાહના હજીરાની પૂર્વ બાજુએ ‘ રાણીનો હજીરો ’ આવેલો છે . આ હજીરો પણ અહમદશાહે બંધાવ્યો લાગે છે . દિલ્હી ચકલામાં આવેલી કુબુદીનની મોટી મસ્જિદ સુલતાન મુહમ્મદશાહ 1 લાના સમયમાં હિ.સ. 853 ( ઈ . 1449 ) માં બંધાઈ હતી . 

       અમદાવાદની દક્ષિણપૂર્વે આવેલું કાંકરિયું તળાવ સુલતાન કુબુદીને બંધાવેલું ‘ હોજે કુલ્બ ' ( ઈ . 1451 ) છે . એ 34 કોણનું મોટું તળાવ છે . બકસ્થલમાં ‘ બાગે નગીના ' છે , જેને હાલ ‘ નગીના વાડી ’ કહે છે . તળાવની બાજુમાં સુલતાને ‘ ઘટામંડળ ’ નામે મહેલ બંધાવ્યો હતો . ગોમતીપુર પાસે રાજપુર - હીરપુરમાં આવેલી ‘ હાલતા મિનારાની મસ્જિદ ' કુબુદીને હિ.સ. 858 ( ઈ . 1454 ) માં બંધાવેલી સુંદર મસ્જિદ છે . 1442 માં અહમદશાહ મરણ પામ્યો . પછી તેનો પુત્ર મહંમદશાહ પહેલો ગાદીએ આવ્યો અને ત્યાર બાદ તેનો પુત્ર મહંમદશાહ બીજો જે ઇતિહાસમાં મહંમદ બેગડા તરીકે પ્રસિદ્ધ થયો તે ગાદીએ આવ્યો .


અમદાવાદની સ્થાપના અમદાવાદની સ્થાપના Reviewed by History of Gujarat on September 25, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.