Facebook

ડો. વિક્રમ સારાભાઈ

 

ડો . વિક્રમ સારાભાઈ ( જ . 12-8-1919 * અ . 30-12-1971 )


          અમદાવાદના વિખ્યાત ગર્ભશ્રીમંત ઉદ્યોગપતિ શેઠ અંબાલાલ સારાભાઈના પુત્ર . મુંબઈ અને કેમ્બ્રિજમાં ઉચ્ચ અભ્યાસ કરી એમણે ઇ . 1939 માં વિજ્ઞાનમાં ટ્રાઈપોસ લીધો . ઇ . 1999 થી 45 માં કૉસ્મિક કિરણોના પ્રસારણ અંગે રિચર્સ સ્કોલર તરીકે બેંગલોરમાં સ્વ . ડૉ . સી.વી. રામનના માર્ગદર્શન તળે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સમાં સંશોધન કર્યું .

           બેંગલોર શહેર તેમને માટે બે ભિન્ન રીતે ભવિષ્યમાં ફળદાયી નીવડ્યું હતું . તેઓ બે વ્યક્તિઓના પરિચયમાં આવ્યા હતા . એક વ્યક્તિએ તેમની કારકિર્દીમાં અને બીજી વ્યક્તિએ તેમના સંસારમાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો . બેંગલોરમાં તેમનો પરિચય ડૉ . હોમી ભાભા સાથે થયાં . બીજી વ્યક્તિ કુ . મૃણાલિની સ્વામિનાથન્ન એક નૃત્યાંગનાના સ્વરૂપે – એક ઉચ્ચ કલાકાર તરીકે વિક્રમભાઈના સંપર્કમાં આવ્યાં હતાં . સારાભાઈ અને સ્વામિનાથન્ન કુટુંબ , એકબીજાના પરિચયમાં હતાં . પરિણામે ઉચ્ચ કક્ષાના , બે ભિન્ન છેડાના રસ ધરાવતાં બિંદુઓ હોવા છતાં તેઓ એક્યમાં લગ્નમાં પરિણમ્યાં .


          1945 માં બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યા બાદ વિક્રમભાઈએ કેમ્બ્રિજ જઈને પીએચ.ડી. સંશોધનકાર્ય પૂરું કર્યું . 1947 માં કૉસ્મિક કિરણો વિષયમાં તેમને ડિગ્રી મળી અને 28 વર્ષે તેઓ પાછા ફર્યા . ભારત આવીને તેમણે પોતાની કામગીરી શરૂ કરી દીધી . વૈજ્ઞાનિક સંશોધનાર્થે તેઓ વિવિધ સંસ્થાઓની મુલાકાતે જતા હતા તે દરિમયાન પુણેમાં ઈન્ડિયન મીટિયોરોલોજિકલ ડિપાર્ટમેન્ટના વડા ડૉ . રામનાથન્ન સાથે તેમનો પરિચય થયો . ડૉ . રામનાથનને ભૌતિકશાસ્ત્રના સંશોધનમાં ખૂબ રસ હતો . વિક્રમ સારાભાઈએ અમદાવાદ આવીને ડૉ . રામનાથનને અમદાવાદ બોલાવી લીધા અને તેમના વડપણ હેઠળ અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ( PRL ) ની સ્થાપના કરી .


         1947 માં ભારત આઝાદ રાષ્ટ્ર થયું . ભારત સરકારે દેશના ઔધોગિક વિકાસ તથા આધુનિકીકરણ માટે વિજ્ઞાન અને ટેક્રનોલોજી દ્વારા રાષ્ટ્રના ઘડતરમાં કાર્ય માટે અનેક સગવડો તથા નાણાકીય સહાય આપવા તત્પરતા બતાવી હતી . ડૉ . વિક્રમભાઈ માટે પોતાના વિજ્ઞાન - સંશોધન ઉપરાંત રાષ્ટ્રના ધડતરમાં ફાળો આપવાની એક ઉમદા તક સામેથી આવી મળી હતી . 1947 થી 1971 સુધીનાં 24 વર્ષ દરમિયાન વિક્રમભાઈએ 35 થી પણ વધારે સંસ્થાઓ સ્થાપી . તેમાં ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ( PRL ) , મિલઉદ્યોગના આધુનિકીકરણ ( અટીરા ) , અવકાશવિજ્ઞાન ( ઈસરો ) , અણુશક્તિ સંશોધન , રાસાયણિક દવા ઉધોગ , શૈક્ષણિક સંસ્થા , વહીવટ અંગેની સંસ્થા , કોમપ્યુટર ઉદ્યોગ તથા નૃત્ય - સંગીતની સંસ્થાઓનો પણ તેમાં સમાવેશ થાય છે .


        1957 માં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે અને વિજ્ઞાનને ક્ષેત્રે એક મહત્ત્વની ઘટના બની . આ વર્ષમાં સોવિયેટ રશિયાએ અવકાશમાં કૃત્રિમ ઉપગ્રહ તરતો મૂક્યો . આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે અવકાશ કાર્યક્રમો કર્યા અનેક વિકસિત દેશોને ઉત્તેજિત કર્યા , પરિણામે 1960 માં ડૉ . વિક્રમ સારાભાઈએ ભારત સરકાર સમક્ષ ભારતીય અવકાશ કાર્યક્રમ શરૂ કરવાની એક દરખાસ્ત મૂકી . 1962 માં અણુશક્તિ મંત્રાલય હેઠળ ' ઈન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ રિસર્ચ'ની સ્થાપના થઈ . ડૉ . વિક્રમ સારાભાઈના તેના અધ્યક્ષ તરીકે નિયુક્તિ પી.આર.એલ.ને ભારતીય અવકાશ કાર્યક્રમનું વડું મથક ગણવામાં આવ્યું . અને 1963 ના નવેમ્બરમાં ભારતની ધરતી પરથી પ્રથમ રૉકેટ સફળતાપૂર્વક છોડવામાં આવ્યું . આમ ભારતે ડો . વિક્રમ સારાભાઈની રાહબરી નીચે અવકાશયુગમાં પ્રવેશ ર્યો . ભારતના પશ્ચિમ કિનારે આવેલા થુમ્બની ભારતના લોચિંગ સ્ટેશન તરીકે વિક્રમભાઈની સલાહ - સૂચનાથી પસંદગી કરવામાં આવી .


        1969 માં ભારતીય કાર્યક્રમના ઝડપી વિકાસ માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા - ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન ( ઇસરો ) ની સ્થાપના કરવામાં આવી . તેના અધ્યક્ષ તરીકે પણ ડો . વિક્રમ સારાભાઈની પસંદગી કરવામાં આવી .

ડો. વિક્રમ સારાભાઈ ડો. વિક્રમ સારાભાઈ Reviewed by History of Gujarat on September 24, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.