Facebook

સિદ્ધપુર

 સિદ્ધપુર 


           ઐતિહાસિક અણહિલવાડ - પાટણથી સરસ્વતીને તીરે તીરે ઉપલાણે આગળ જઈએ . થોડે જ દૂર સરસ્વતી તીરે સિદ્ધપુર . સિદ્ધપુર માતૃગયા કહેવાય છે . જેમ પિતાના મહિમા માટે ગયાજીનો તે મ માતાના શ્રાદ્ધ માટે સિદ્ધપુરનો મહિમા છે . કહેવાય છે કે , ભગવાન પરશુરામે અહીંના બિંદુ સરોવરમાં સ્નાન કરીને માતાનું શ્રાદ્ધ કર્યું હતું . આ લોકમાન્યતાને કારણે આજે પણ લોકો માતૃશ્રાદ્ધ કરવા સિદ્ધપુર જાય છે . 


          આજે તો જેમાં વહોરાઓની વસ્તી વધારે છે એવું આ ગામ સામાન્ય નગર જ છે . નદી સહેજ દૂર ખસી છે . ‘ બિંદુ સરોવર ’ એવી સ્થિતિમાં છે કે તેમાં સ્નાન કરવું હોય તો અસાધારણ શ્રદ્ધા જોઈએ . પણ વહોરાઓએ આ ગામને સમૃદ્ધ કર્યું છે . તેમનાં સુંદર મકાનોથી તે સુશોભિત છે . કિન્તુ ભૂતકાળમાં આ તીર્થનો મહિમા તેમજ તેનાં મહત્ત્વ ને શોભા પણ અપાર હશે એવું અહીંના સુપ્રસિદ્ધ શિવાલય રુદ્રમહાલયના જૂના ગ્રંથોમાંનાં વર્ણનો ને અત્યારે પહેલા જૂજ અવશેષ પરથી જણાય છે . 


           રુદ્રમહાલયનું વર્ણન પ્રાચીન ગ્રંથોમાં વાંચતાં જણાય છે કે , તે ‘ મહાલય ' નામનું યોગ્ય ભવ્ય - વિશાળ અને અનુપમ શિલ્પસમૃદ્ધિવાળું સ્થાપત્ય હતું . સોલંકી યુગના મૂળરાજે તે બાંધવાની શરૂઆત કરેલી અને જયસિંહદેવ સિદ્ધરાજે પૂરું કરેલું . તેના સભાખંડો , ખંડો , ઉપખંડો , માળ મેડીઓ અને ઝરૂખા અસંખ્ય સ્તંભો ને મનોહર શિલ્પબદ્ધ તોરણો તથા તેની સમૃદ્ધિ ત્યાં હજારો બ્રાહ્મણોના સ્તોત્રપાઠ ને પૂજા વગેરેનાં વર્ણનો વાંચતાં લાગે છે કે આ બીજું સોમનાથ હતું .    અને જ્યોતિષવિદોએ સ્થાન પસંદ કર્યું . દેશપરદેશથી 


          અલાઉદ્દીન ખિલજીએ તેનો ધ્વંસ કર્યો . પછી રફતે રફતે તેનો નાશ થતો ગયો . આજે તે માત્ર ચારેક થાંભલા ને ઉપર કમાન જેવું થોડુંક બચ્યું છે . પણ તે જોતાં પણ આ મહાલય કેવું ભવ્ય અને સુંદર હશે તેની કલ્પના કરી શકાય છે . 100 મીટર પહોળા ને 75 મીટર પહોળા પ્રાંગણમાંનું આ બે કે ત્રણ માળવાળું 1600 થાંભલાઓવાળું ને ભવ્ય સભામંડપવાળું મહાલય જેની ચારે દિશામાં ચાર દ્વાર ને ત્રણ મંડપો હતા તથા ચોમેર નાનાંમોટાં મંદિરો હતાં તથા જેનાં શિખરો પર સુંદર કોતરણીવાળા સુવર્ણકળશો પર ધજાઓ ફરકતી તે મહાલયને તો વર્ણનોની મદદથી કલ્પીને જ સોલંકીયુગના સુવર્ણયુગના સુવર્ણકાળની ઝાંખી કરવી રહી.  


        રુદ્રમહાલયની વાત કરીએ છીએ ત્યારે તેની સાથે સંકળાયેલી બે દંતકથાઓ પણ જાણવી જોઈએ . એક છે આ મહાલયના ખાતમુહૂર્ત ની . રાજા મૂળરાજ સોલંકી શિવભક્તને પવિત્ર સરસ્વતી તીરે શિવ - રુદ્ર ભવ્ય મહાલય બંધાવવાની અભિલાષા થતાં તેણે તેનો નકશો બનાવવા વિદ્વાન કલાકાર પ્રાણધર શિલ્પસ્થપતિને આમંત્ર્યા . સ્થપતિ  કારીગરો આવ્યા . નિષ્ણાતોએ પથ્થરોની પસંદગી કરી અને કામ શરૂ થયું . 


         મૂળરાજદેવ પછી પ્રખર કલાધર અને જ્યોતિષી પ્રાણધર પણ મૃત્યુ પામ્યો . પાટણની ગાદી પર ભીમદેવ સોલંકીની મર્દાનગી , કર્ણદેવનું શૌર્ય અને મીનળદેવીનાં શૌર્ય શાણપણની કથાઓ કોતરાઈ ગઈ . પછી આવ્યા ગુજરાતને મહાસામ્રાજય તરીકે પ્રસ્થાપિત કરનાર પરમ ભટ્ટાર્ક સિદ્ધરાજ જયસિંહ . કોઈએ તેને મૂળરાજદેવના અપૂર્ણ સ્વપ્નની ને અંતિમ અભિલાષાની યાદ અપાવી . સિદ્ધરાજને પ્રપિતામહનાં આદર્યા અધૂરાં હતાં તે પૂરાં કરવાની આકાંક્ષા જાગી . તેણે ચાંપાનેરમાં વસતા પરમ વિદ્વાન ગંગાધર શાસ્ત્રીના તેવા જ વિદ્વાન પૌત્ર જ્યોતિષાચાર્ય માર્કડ શાસ્ત્રીને તેડું મોકલ્યું . 

             વૃદ્ધ ગંગાધર શાસ્ત્રી હજી જીવંત હતા . વડ પરની વડવાઈઓની જેમ અંગ પર ચામડી લટકતી . હાથ પગ શિથિલ ચીંથરા જેવા થઈ ગયેલા છતાં એમાં વિદ્યાની . તે જસ્વી દૃષ્ટિની ઝીણી જ્યોત ઝબકતી હતી . એ માં વાર્ધક્યક્ષીણ કાનોમાં ગગનચુંબી રુદ્રમહાલયનાં શિખરો ઘડતા ટાંકણાના અવાજ સંભળાતા હતા . રુદ્રપૂજાના ઘંટનાદ સાંભળવાની , રુદ્ર આરતીની આશ્કા લેવાની એમની અંતર્ગત ઇચ્છાને વશ થઈ જાણે એ રુદ્રમાળના નિર્માણનું સ્વપ્ન સાકાર થતું જોવા મૃત્યુના મુહૂર્તને પાછું ઠેલતા હતા . તેમને પ્રપિતામહ પ્રાણધરનું તર્પણ કરવું હતું . 

             પણ ... આ તો ભવ્ય મહાલય . તેને પૂરું થતાં તો વર્ષો લાગે , ત્યાં હજી તો એક જ માળ પૂરો થયો ને મૂળરાજ દેવ એક જ વર્ષમાં મૃત્યુ પામ્યા . જતાં જતાં તે જય રુદ્ર ! જય રુદ્ર ! બોલતાં  કહેતા ગયા , ‘ મારી અભિલાષાનો આ મહાલય પૂરો કરાવજો . જે તે પૂરો કરશે તે અપૂર્વ રાજકીર્તિ રળશે . ” 

            રાજાનું તેડું આવતાં જ પુત્ર હીરાબર સાથે તે પાટણ ગયા . માળવાથી મહાન જ્યોતિષાચાર્ય માર્કડ શાસ્ત્રીને આમંત્રવામાં આવ્યા . રુદ્રમાળ માટે સિદ્ધપુર નજીક નવી ભૂમિમાં નવેસરથી ખાતમુહૂર્તની વિધિ શરૂ થઈ . આચાર્ય  માર્કડ માર્ગદર્શન આપતા હતા : ‘ ખાડો હજી સવા ગજ ઊંડો કરો . વિસ્તાર બરાબર મારા કહ્યા મુજબનો જ થાય તેનું ધ્યાન રાખો . આ સિદ્ધ ઘટિકા છે . રાખેલ દંડની છાયા પર નજર રાખો ને હું કહું કે તરત જ આ સુવર્ણખીલો જમીનમાં ઠોકી દેજો . ' ને માર્કડ શાસ્ત્રીની સૂચના મુજબની નિર્ધારિત પળે જ ધરતીમાં સુવર્ણખીલી ખોડાઈ ગઈ .

 માર્કડ શાસ્ત્રી બોલ્યા : ધન્ય ! ધન્યભાગ્ય સૌનાં . રાજન્ ! આ રુદ્રમહાલયને હવે કાળ પણ સ્પર્શી શકશે નહીં . તે ‘ યાવદ્રચંદ્રદિવાકરૌ ” શોભશે . 

રાજાએ પૂછ્યું : માર્કડજી , શા પરથી આમ કહો છો ? માર્કડજી : મહારાજ , ખીલી શેષના નામે માથે વાગી છે . આ પળ સ્થિર થઈ ગઈ . એને હવે ઉત્પત્તિ કે ક્ષય ન હોય . 

જયસિંહદેવ : આચાર્યવર , જેનો ક્ષય ન હોય તેવી ઉત્પત્તિ તો બ્રહ્માએ પણ સર્જી નથી . 

માર્કડજી : મહારાજ , મારી જ્યોતિષ ગણતરી પ્રમાણેનું મુહૂર્ત મિથ્યા ન હોય . પ્રલયકાળનાં મોજાં આ મહાલયનાં પગથિયાં પખાળશે . રાજન્ ! ખીલી શેષને માથે વાગી છે . 

જયસિંહદેવ : અરે , ક્યાં પ્રલયકાળ ? ક્યાં શેષનું માથું ? ક્યાં આ તળપાતાળ ને આ વેંતની ખીલી ? માર્કડજી , વાત માન્યામાં ન આવે . પ્રમાણ દાખવો . 

માર્કડજી : રાજન્ ! વિદ્યાનાં પારખાં ન કરો . 

જયસિંહદેવ : આચાર્યજી , પણ મારે તો પ્રમાણ જોવું છે . દર્શાવી શકશો ? 

માર્કડજી : મહારાજ , તો આ ખીલી કાઢો ને જુઓ કે રક્તધારા છૂટશે . 

ને ઘણી ચર્ચા - વિચારણા છતાં મહારાજ જયસિંહે રાજહઠ ન મૂકી એટલે માર્કડ શાસ્ત્રીએ કહ્યું : ‘ તો ભલે , આ ખીલી ખેંચીને સહેજ જ રક્ત દેખાય કે તરત જ પાછી દાબી દો . ’ 


         ખીલી ખેંચાઈ ... ને તરત પાછી દબાય ત્યાં તો મહારાજ જયસિંહદેવનાં વસ્ત્રો પર રક્તધારા છંટાઈ ગઈ . ખીલી પાછી દબાઈ ગઈ . રાજાએ હર્ષચકિત થઈ માર્કડજી તરફ જોયું . પણ માર્કડજી વિષાદગ્રસ્ત હતા . બોલ્યા : ‘

 મહારાજ , ખીલી ખેંચાઈને પાછી દબાઈ તેટલી ક્ષણોમાં શેષનાગ તો સરકી ગયો . પછી તો ખીલી માથે નહીં પૂંછડે વાગી . ’ 

જયસિંહદેવ : તો પરિણામ ? 

માર્કડજી : અધીશ્વર ! કહેતાં દુ : ખ થાય છે પણ આનું  પરિણામ એ જ કે આપના અંગ પર શેષની રક્તધારાનો અભિષેક થયો છે . એટલે આપ અજિત તો બનશો . પણ .... 

જયસિંહદેવ : પણ ?

 માર્કડજી : પણ ... તમારી કીર્તિ પર કલંકના છાંટા રહેશે ને આ રુદ્રમાળ સપૂર્ણ થશે પણ કાળે કરીને તેનો વિનાશ થશે . તેના અહોરાત્ર ઘંટારવ રુંધાઈ જશે , મહાલયના પથ્થર પથ્થર પર ઘણના ઘા પડશે . તેનાં વૈભવ ને મહિમા વિલુપ્ત થઈ જશે . રહેશે માત્ર તેની સ્મૃતિને સાચવતું ખંડેર . 


     આ કથા હશે તો માત્ર દંતકથા – પણ કથા તરીકે તે છે રોમાંચક . રુદ્રમહાલયના અવશેષ આગળ ઊભા રહી આ કથા સંભારવાથી પણ રોમાંચ ખડાં થઈ જશે . ક્યારેક હકીકતના ઇતિહાસ કરતાં દંતકથાઓમાં પ્રજાનાં સંવેદનો દર્શનો વધુ સાકાર થતાં લાગે છે . 

         ખે ૨ , એ અવશેષ રુદ્રમહાલયને ઇતિહાસની સ્મૃતિઓને ને સૌને પોતાના પુચ્છની ઝપટમાં લઈ લેનાર તેના મહાકાળ - શેષને નમસ્કાર કરીએ . 

          હવે બીજી કથા સાંભળીએ એ જ રુદ્રમહાલયના અલાઉદીનના સરદારોને હાથે થયેલા વિધ્વંસના પ્રસંગ સાથે સંકળાયેલી . 

           કાળક્રમે સિદ્ધપુરનો ધ્વ સ થયો - ઘેર ઘેર અલાઉદીનના સરદારો ફરી વળ્યા . લૂંટ - આક્રમણો અપહરણોનો દોર ચાલ્યો . 

           ત્યારે સિદ્ધપુરમાં એક શ્રીમાળી બ્રાહ્મણ રહે - નામે અસાઈત ઊંઝાનો એ વતની . પૂજાપાઠ , કર્મકાંડ , ગોરપદું કરે . તેને ઘેર તેના યજમાન પાટીદારની દીકરી મહેમાન તરીકે આવેલી . આક્રમણોથી તેને બચાવવા અસાઈતે વિચાર્યું . અલાઉદ્દીન અને તેના સરદારો સંગીતપ્રેમી હતા . કદાચ રીઝે . અસાઈત સારો સંગીતજ્ઞ . એણે ગાન શરૂ કર્યું . તેને આંગણે આવતાં જ સિપાઈઓને થયું : આને જ પકડીને સરદાર સમક્ષ પેશ કરીએ . એ અસાઈત પકડાયો - ૨ જૂ થયો . આજ્ઞા  મળતાં જ સંગીત શરૂ કર્યું . સરદાર પ્રસન્ન થયો ને તેની કૃપાના બદલામાં અસાઈતે માગ્યું : ‘ મારા ઘરની દીકરીઓને કોઈ હાથ ન લગાડે . ” સરદારે વચન આપ્યું ... પણ ગામ હોય ત્યાં ઉકરડો હોય . કોઈકે સરદારના કાન ભંભેર્યા : “ વચન તો પાળવું પણ પેલી સ્વરૂપવાન યુવતી એની દીકરી નથી . ” અસાઈતે તો સરદારના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું , ‘ એય મારી દીકરી જ છે . ” પણ પેલો ચાડિયો જ ચતુર . સરદારને કહે , આ બ્રાહ્મણને કહો કે જો તેની દીકરી હોય તો તેની સાથે એક ભાણે જમે . ’ અસાઈતને માથે ધર્મસંકટ આવ્યું : બ્રાહ્મણ થઈ પાટીદાર સાથે કેમ જમાય ? એ જમાનામાં આ વાત ખૂબ અઘરી હતી . પણ એક બાજુ વર્ણ - ધર્મ તો બીજી બાજુ તેની સામે યુવતીની લાજ . અસાઈત વર્ણબંધન છોડી તેની સાથે જમ્યો . આમ , યુવતીને બચાવી લીધી . 

        પણ પછી તેનું શું ? લશ્કર ગયું . બધું થાળે પડ્યું એટલે સિદ્ધપુરના બ્રાહ્મણોએ આ ભ્રષ્ટ બ્રાહ્મણનો બહિષ્કાર કર્યો . હવે અસાઈત પૂજા - પાઠ ધર્મ - કર્મ ન કરી શકે . વહારે ધાયા તેના યજમાન પાટીદારો . તેમણે અસાઈતને વર્ષાસન બાંધી આપ્યું . 

        અસાઈતને થયું ‘ મફતનું શું ખાઉં ? કંઈક સામે દઉં . ” આ કલાકાર બ્રાહ્મણે પોતાના ત્રણ દીકરાને લઈને મંડળી કરી . ગામે ગામ ભવ્ય , સંગીત - નાટ્ય - નાટક કરવા માંડ્યાં . પ્રજાનું મનોરંજન કર્યું ને તે સાથે સમાજસુધારક ઉપદેશ પણ કર્યો . આ ભજવણી માટે તેણે એકાંકીઓ જેવી નાની રચનાઓ કરી , જે કહેવાયા વેશો . કહેવાય છે કે એક આખું વર્ષ ભજવાય તો જ એકનો એક ફરી ભજવવો ન પડે તે માટે તેણે 360 વેષો રચેલા . ને આમ આરંભ થયો ગુજરાતના લોકનાટ્ય - ભવાઈનો તેમજ પેલા ત્રણ દીકરાના ત્રણ ઘરમાંથી ત્રાગાળા ( ત્રણ ઘરવાળા ) ની કોમનો . 

     લોકનાટ્ય તરીકે ભવાઈ જોવા જાણવા જેવી છે . ગુજરાતનું એ પોતાનું મૂળ નાટ્ય સ્વરૂપ ગણાય . 

    આ જ અસાઈતે ‘ હંસાઉલિ ' ( હંસાવલિ ) નામની એક દીર્ઘ પદ્યકથા પણ પ્રાચીન ગુજરાતી ભાષામાં રચી છે . અસાઈતનું ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં આગવું પ્રદાન છે .


સિદ્ધપુર સિદ્ધપુર Reviewed by History of Gujarat on September 24, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.