Facebook

પ્રેમચંદ રાયચંદ

 

(જ. 1835=અ. 1876)

        મૂળ સુરતના વતની , જૈન જ્ઞાતિમાં જન્મેલા . પિતામહ દીપચંદ અને પિતા રાયચં દ તરફ થી વારસામાં મળે તો વ્યાપારનો વારસો પ્રેમચંદે જાળવ્યો તેમજ અનેકગણો વધાર્યો . અર્થોપાર્જન કરીને તેઓએ સંતોષ ન માનતાં તે જમાનામાં લાખો રૂપિયાની ઉદાર સખાવતો કરીને અનેક પ્રજાકીય કાર્યો કર્યા . પરિણામે પોતાનું અને પૂર્વજોનું નામ અમર કર્યું . 

        પ્રેમચંદ રાયચં દે વેપાર ખેડડ્યો મુંબઈમાં અને લાખોની ઊથલપાથલ કરી . શેરબજારમાં તેમની એવી તો હાક વાગતી કે પોતે ધારે તો કંપનીના શેરના ભાવ વધારી કે ઘટાડી શકતા . આ કારણે તેઓ શેરબજારના રાજા તરીકે ઓળખતા હતા . 

       તેમનો લંડન ખાતે પણ વેપાર ચાલતો હતો . પોતે લંડનમાં રહી શકે તેમ ન હતા . તેથી ત્યાંના વેપાર પર ધ્યાન રાખવા કોઈકની જરૂર હતી . તે માટે તેમણે જમશેદજી તાતાને થોડો સમય પોતાને ત્યાં નોકરીએ રાખ્યા હતા . 

      પ્રેમચંદ રાયચંદ જેટલા તેમના બહોળા વેપાર માટે પ્રખ્યાત છે એટલા જ પ્રખ્યાત તેમની સખાવતો માટે છે . એમણે મુંબઈ યુનિવર્સિટીને તેમજ કલકત્તા યુનિવર્સિટીને એ વર્ષોમાં બબ્બે લાખ રૂપિયાનું દાન આપ્યું હતું . મુંબઈમાં ફ્લોરા ફાઉન્ટન પાસેનો રાજાબાઈ ટાવર પોતાની માતા રાજાબાઈના નામે રાયચંદ દીપચંદ કન્યાશાળા અને રાયચંદ દીપચંદ જૈન ધર્મશાળઆ બંધાવી . ભરૂચમાં પણ તેમને નામે કન્યાશાળા અને લાઇબ્રેરી બંધાવી . અમદાવાદમાં પ્રેમચંદ ટ્રેનિંગ કૉલેજની સ્થાપના કરી . ધોલે રામાં પણ એ ક હૉસ્પિટલ બંધાવી હતી .

પ્રેમચંદ રાયચંદ પ્રેમચંદ રાયચંદ Reviewed by History of Gujarat on September 25, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.