Facebook

મોરારજી દેસાઈ

 

* મોરારજી દેસાઈ 

( જ . 29-2-1896 અ . 11-4-1995



       ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પછી ગુજરાતમાં રાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત થનાર મોરારજીભાઈ દેસાઈનો જન્મ સુરતમાં . 

        મુંબઈમાં કૉલેજ શિક્ષણ લીધું . 1915 માં મુંબઈમાં ખાતે ભરાયેલા રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં ગાંધીજીને પહેલવહેલા સાંભળ્યા ત્યારથી જ એમના રંગે રંગાઈ ગયા . કારકિર્દીની શરૂઆત કલેક્ટર તરીકે કરી . ગુજરાતમાં જ્યાં જ્યાં એમની કામગીરી રહી ત્યાં તેમણે પ્રજાનાં માન - પ્રેમ મેળવ્યાં હતાં . ગોધરાના કોમી રમખાણો તેમણે કડક હાથે દાબી દીધેલાં . પછી સરકારી નોકરી છોડી દઈને સેવાકાર્યમાં ઝુકાવ્યું . 

      મુંબઈ ધારાસભાની ચૂંટણીમાં ભાગ લઈ જીત્યા અને મુંબઈ રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું . 1946 માં મુંબઈનું બીજી વારનું મંત્રીમંડળ રચાયું ત્યારે તેઓ મુંબઈ રાજ્યના પંતપ્રધાન થયા ને તે સ્થાને રહી તેમણે હોમગાર્ડઝ ’ તંત્રની સ્થાપના કરી જે પછી ખૂબ વિકસ્યું અને લોકોપયોગી બની રહ્યું . 1950 માં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક અને 1963 થી કુલપતિ બન્યા . ભારત સ્વતંત્ર થયા બાદ 1952 માં ફરી મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી બન્યા .  

        વિશાળ દ્વિભાષી મુંબઈ રાજ્યની 1956 માં રચના થઈ . 1956 ના નવેમ્બરમાં મોરારજીભાઈને કેન્દ્ર સરકારમાં વેપાર - ઉદ્યોગ ખાતાના પ્રધાન અને 1958 ના માર્ચથી નાણા પ્રધાન બનાવવામાં આવ્યા . મોરારજીભાઈના વિરોધ છતાં દ્વિભાષી મુંબઈ રાજ્યનું વિભાજન થયું . 1 લી મે , 1960 થી ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની રચના કરવામાં આવી . તેમણે સુવર્ણ નિયંત્રણ ધારો ઘડ્યો , અને ફરજિયાત બચત યોજના શરૂ કરી . વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું 1966 મી અવસાન થતાં વડા પ્રધાન માટેની પસંદગી માટે કામરાજ સહિતની સિંડિકેટે મોરારજીની સામે ઇન્દિરા ગાંધીને નેતાપદની ચૂંટણીમાં ઊભાં રાખ્યાં . આમ , મોરારજીભાઈને બીજી વખત વડા પ્રધાન થતાં અટકાવાયા . 1967 ની ચૂંટણીઓ બાદ તેઓ નાયબ વડા પ્રધાન તથા નાણાં પ્રધાન તરીકે પ્રધાનમંડળમાં જોડાયા . 

       ઇન્દિરા ગાંધીએ 25 મી જૂન , 1975 ને દિવસે દેશમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી . જયપ્રકાશ નારાયણ અને મોરારજી દેસાઈ સહિત વિરોધપક્ષના પણ અનેક સીનિયર નેતાઓની ધરપકડ કરી . તેમણે 19 મહિના સુધી કારાવાસ ભોગવ્યો . 1977 ના જાન્યુઆરીમાં ચૂંટણી જાહેર કરી અટકાયતી નેતાઓને છોડી મૂક્યા . વિરોધપક્ષોનું સંગઠન કરી જયપ્રકાશ નારાયણે ‘ જનતા પક્ષની સ્થાપના કરી . જનતા પક્ષને ચૂંટણીમાં સફળતા મળતાં જયપ્રકાશજી તથા કૃપલાનીજીએ સંસદીય પક્ષના નેતા તરીકે મોરારજીભાઈની પસંદગી કરી . પરિણામે મોરારજીભાઈ 1977 માં ભારતના વડા પ્રધાન બન્યા . પોતાના 28 માસના વહીવટ દરમ્યાન તેમણે આવશ્યક વસ્તુઓના ભાવો પર અંકુશ , અખબારી સ્વતંત્રતા , ન્યાયતંત્રની સ્વાયત્તતા , વિદેશોમાં ભારતની અપૂર્વ પ્રતિષ્ઠા જેવા અનેક મહત્ત્વનાં પ્રદાનો ક્યાં . પાકિસ્તાન અને ભારત બંને દેશોના સર્વોચ્ચ રાષ્ટ્રીય એવોર્ડ અનુક્રમે “ નિશાન એ પાકિસ્તાન ’ 1988 માં અને ‘ ભારત - રત્ન ’ 1992 માં મેળવવાનું સદ્ભાગ્ય એમને પ્રાપ્ત થયું હતું .

મોરારજી દેસાઈ મોરારજી દેસાઈ Reviewed by History of Gujarat on September 25, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.