Facebook

વાઘેલા વંશ

 Caste history 




( ઈ . 1242 થી ઈ . 1304 ) 

      વાઘેલા વંશ પણ ગુજ ૨ સોલંકીની જ એક શાખા છે . કુમારપાળ સોલંકીએ માસા ધવલના પુત્ર અર્ણોરાજ ચૌલુક્ય ( સોલંકી ) ની સેવાથી ખુશ થઈને અણહિલપાટક પાસેનું વ્યાધ્રપલ્લી અથવા વાઘેલ નામનું ગામ ભેટ આપ્યું હતું . અર્ણોરાજે ભીમદેવ બીજાને ગુજરાતની ગાદી અપાવવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો . આથી જ ભીમદેવે અર્ણોરાજના પુત્ર લવણપ્રસાદને પોતાનો દીવાન બનાવ્યો હતો , પરંતુ બંને વચ્ચે સુમેળ સધાયો નહિ , એટલે લવણપ્રસાદ વાઘેલનો સામંત મટીને ધવલ્લક ( ધોળકા ) નો મહામંડલેશ્વર - રાણક ( રાણો ) બની ગયો . લવણપ્રસાદના અવસાન પછી તેના બળવાન પુત્ર વીરધવલે ગોધરા અને ખંભાત જીતી લઈને પોતાના રાજયમાં જોડી દીધાં . ઈ . 1242 માં તે મરણ પામ્યો . તેના બે પુત્રોમાંથી બાપથી નારાજ એવા વીરમદેવે વીરમ ગામમાં વસવાટ કર્યો અને એ ગામને રોનકદાર બનાવ્યું , પરંતુ વીરધવલના દીવાન વસ્તુપાળે વીરમદેવની હત્યા કરાવીને રાજ્ય વીસલદેવને અપાવ્યું . આ વસ્તુપાળ અને તે જપાળ બહું હોશિયાર વણિકો હતા . તેમણે ઘણાં જૈન મંદિરો આબુ , ગિરનાર અને શત્રુંજય પર બંધાવ્યાં હતાં અને લોકોપયોગી બાંધકામો જેવાં કે કૂવા , વાવ , તળાવ વગેરે પણ બનાવી પ્રજાને રાહત આપી હતી . 


        ત્રિભુવનપાળના મૃત્યુ પછી તેમનો કોઈ સીધો ઉત્તરાધિકારી નહિ હોવાથી વીસલદેવ વાઘેલા  ( ઈ . 1244-1264 ) એ ગૂર્જર સોલંકીઓ પછી વાઘેલા સોલંકીઓનું રાજય સ્થાપ્યું . ચૌલુક્ય કુલની રાજયશ્રીનો ઉદ્ધાર કરનાર વીસલદેવ ‘ અભિનવ સિદ્ધરાજ ’ અને ‘ અમર અર્જુન ' કહેવાયો . કારણ કે તેણે કર્ણાટકમાં ફત્તેહ મેળવી અને રાજકુંવરીએ વીસલદેવના ગળામાં હાર પહેરાવ્યો હતો . વાઘેલા વંશના આ પહેલા રાજાએ ડભોઈના કિલ્લામાં આવેલા વૈદ્યનાથ મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો . તેમજ ‘ કડક ’ નામનું તળાવ બંધાવ્યું હતું .


       સોલંકીકાળ એ ગુજરાતના ઇતિહાસનો સુવર્ણકાળ ગણાય છે . એ ગાળામાં સુંદર વહીવટી માળખું રચાયું હતું અને ધર્મના ક્ષેત્રમાં જૈન ધર્મ અને શૈવ ધર્મની પ્રવૃત્તિઓ સારી રીતે વિકસી હતી . મોટાં મંદિરો , દેવાલયો , ચૈત્યાલયો પણ સોલંકી કાળમાં જ બંધાયાં હતાં અને વિદ્વાનો - પંડિતોની યોગ્ય કદર કરી તેમને માન આપવામાં આવ્યું હતું . ગુજરાતમાં અહિંસાની ભાવના પણ પ્રબળ બની હતી . બધા ધર્મના લોકો સુલેહ - સંપ અને સુમેળથી રહેતા હતા . સહિષ્ણુતા કેળવાઈ હતી વિદ્યાઓનો વિકાસ થયો હતો . સાહિત્યીક પ્રવૃત્તિ પણ ખીલી હતી . ગુજરાતી ભાષા અને લિપિ ઘડાઈ . વિક્રમ સંવત પણ આ સમયે જ ગુજરાતમાં પ્રચલિત થઈ . શિલ્પ - સ્થાપત્યમાં ઉમેરો થયો . મૂળરાજ ગાદીએ આવ્યો હતો . ત્યારથી શરૂ થયેલા સોલંકી વંશનો આમ અંત આવ્યો .


 અણહિલપુર પાટણ 


        અણહિલ પાટણ એ ગુજરાતના ઇતિહાસમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે . ચાવડાવંશ , સોલંકીવંશ અને વાઘેલા વંશ સુધી એટલે કે ઈ.સ. 720 થી 1297 સુધી અને ત્યાર બાદ મુસ્લિમ અમલમાં 1403 સુધી તે ગુજરાતની રાજધાની રહ્યું છે . અણહિલપુર ક્રમે ક્રમે વિકાસ પામ્યું હતું જેની માહિતી પ્રબંધોમાંથી જાણવા મળે છે . તેમાં પણ ખાસ કરીને સોલંકીયુગ દરમ્યાન પાટણ તેની સમૃદ્ધિના શિખરે હતું . તે સમય દરમ્યાન ગુજરાતમાં ઉત્કૃષ્ટ કોટિનાં સ્થાપત્યો બંધાયાં .


  પ્રાગ્વાટો અને નાગરો 


અણહિલપુરના ઇતિહાસમાં બે જ્ઞાતિઓએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે : પ્રાગ્વાટ ( જૈન ) અને નાગર . પ્રાગ્વટ કુળમાં વિમળ શાહ થયા અને નાગરકુળમાં સોમેશ્વર થયા . તે બંનેની પ્રશસ્તિ સચવાઈ રહી છે . આ બંને કુળોએ પાટણને ઘડવામાં અને મહત્ત્વ અપાવવામાં મહાન પુરુષાર્થ કર્યો હતો . આ ઉપરાંત પોરવાડ જ્ઞાતિના બે ભાઈઓ વસ્તુપાળ અને તેજપાળનો પણ ખૂબ જ મહત્ત્વનો હિસ્સો હતો . ગુજરાતનું છિન્નભિન્ન થયેલું રાજ્ય વ્યવસ્થિત કરવામાં પણ તેમનો મોટો ફાળો છે . વસ્તુપાળે જિનાલયો ઉપરાંત શૈવમંદિરો તેમજ મસ્જિદ બંધાવ્યાના પણ ઉલ્લેખ મળી આવે છે .


         સિદ્ધરાજની સભામાં અનેક બ્રાહ્મણો અને જૈન વિદ્વાનો આવતા - જતા રહેતા હતા . પાટણને કાશ્મીરના પંડિતો સાથે સારો વ્યવહાર હતો . સોલંકીઓના જ જમાનામાં પાટણમાં સભાયોગ્ય નાગરિક થવા માટે વ્યાકરણ સાહિત્ય અને તર્ક એ વિદ્યાત્રયીની નિપુણતા પ્રાપ્ત કરવી પડતી હતી . 


વસ્તુપાળ અને તેજપાળ


          યાત્રાળુઓનો એક સંઘ સોરઠ તરફ તીર્થયાત્રાએ નીકળ્યો છે . તેમાં વસ્તુપાળ અને તેજપાળ નામના બે શ્રીમંત ભાઈઓ પણ જોડાયા છે . ગુજરાતના ઇતિહાસમાં ખૂબ મશહૂર અને શાણા મંત્રીઓ તરીકે પંકાયા તે જ આ ભાઈઓ હતી .  


       વસ્તુપાળ અને તેજપાળ એ ધોળકાના રાણા વીરધવલના મંત્રીઓ હતા . ભીમદેવ બીજાના સમયમાં ભીમદેવ માત્ર નામનો જ રાજા રહ્યો હતો એટલે વાસ્તવમાં વસ્તુપાળ - તેજપાળ જ રાજ્ય ચલાવતા હતા . પોતાના બુદ્ધિ કૌશલ્ય કોઠાસૂઝથી વેપારમાં તેમણે ઘણી સંપત્તિ ભેગી કરી હતી . યાત્રા લાંબા સમય માટેની હતી . રાજ્યની પરિસ્થિતિ અસ્થિર હતી . તેથી તેઓ લગભગ બધી જ સંપત્તિ સાથે લઈને નીકળ્યા હતા . રસ્તામાં એમને વિચાર આવ્યો કે , બધું જોખમ સાથે લઈ જવા કરતાં થોડું જમીનમાં દાટી દીધું હોય તો સારું . વળતી વખતે પાછું લેતા જવાશે . 


         આમ વિચારી રાત્રે બંને ભાઈઓ .  અડધુ ધન લઈને દૂર જંગલમાં દાટવા નીકળ્યા . એક જગ્યા નક્કી કરીને એમણે કોદાળીથી જમીન ખોદવા માંડી . થોડુંક જ ખોલ્યું ત્યાં તો ‘ ખડિંગ - ખડિંગ ' કરીને અવાજ આવ્યો . આગળ ખોદતાં ખોદતાં અંદરથી એમને ચરુ મળ્યા અને તે ઉઘાડીને જોયું તો ચરુઓમાં સોનામહોરો ભરેલી હતી . બંને ભાઈઓ આશ્ચર્યચકિત થઈ ગયા . હવે શું કરવું ? પોતાનું ધન દાટવા જતાં સામેથી બીજું ધન મળ્યું . તેઓ ઉતારે પાછા આવ્યા . તેજપાળની પત્ની અનુપમાદેવી ખૂબ હોશિયાર વ્યવહારકુશળ ને શાણી બાઈ હતી . તેની સલાહ માગી . 


        અનુપમાદેવીએ કહ્યું : “ અરે , ભોંયમાં ધન દાટનારના હાલ જોયા ? આ કોની લક્ષ્મી હશે ને કોના હાથમાં જઈ પડી ? કુદરતે આપણને રસ્તો સુઝાડ્યો છે . આપણે આ લક્ષ્મીને જમીનમાં દાટવા કરતાં તેને સૌ કોઈ જોઈ શકે એ રીતે મૂકવી જોઈએ . ” બંને ભાઈઓ અનુપમાદેવીની વાતનો મર્મ સમજ્યા . તેમણે આબુની પર્વત પર દેલવાડામાં , પાલિતાણા પાસે શત્રુંજય પર્વત ઉપર અને ગિરનાર પર્વત પર જૈન દેરાસરો બંધાવ્યાં . 


       મીણમાં કારીગરી કરેલી હોય એવી સુંદર નાજુક નકશીવાળાં દેલવાડાનાં દેરાં તો જગવિખ્યાત છે . આવાં અદ્ભુત દેલવાડાનાં દેરાં બંધાવવામાં વસ્તુપાળ - તેજપાળના ધનનો જ માત્ર ફાળો ન હતો . પણ અનુપમદેવીનાં કોઠાસૂઝ અને સહકાર એટલાં જ મહત્ત્વનાં હતાં . દેલવાડાનાં મંદિરોમાં બંને ભાઈઓની પત્નીઓના દેરાણી - જેઠાણીના ગોખલા પણ છે . દેલવાડાના મંદિરોના કારીગરોએ દેરાણી અનુપમાદેવી અને જેઠાણી લલિતાદેવીની યાદગીરીમાં દેલવાડાનાં મંદિરની બાજુમાં જ - પોતાના આરામના સમયનો ભોગ આપીને એક બીજું મંદિર પણ બનાવ્યું છે . આ કલાત્મક મંદિર કારીગરોની દેરાણી - જેઠાણીને અંજલિરૂપ છે . 

 

     અલબત્ત , આ મંદિરો દેલવાડાનાં મંદિરો જેવાં અદ્ભુત અને આરસમાં કંડારાયેલાં નથી . આ મંદિરો સાદા પથ્થરમાં કંડારાયેલાં છે , પરંતુ એ સાદા પથ્થરોમાં પણ પ્રાણ મૂકી શકનાર કલાકારોએ પોતાનું દિલ રેડીને ઈશ્વરને પોતાના સમર્પણના પ્રતીક રૂપે પ્રણામાંજલિ આપી હોય તેમ એ દેલવાડાના મંદિરના પ્રાંગણમાં જ ખડાં છે . આ મંદિરોમાં કલાનો કસબ તો એ જ શિલ્પીઓનો છે . જેમણે દેલવાડાનાં મંદિરોનું અનુપમ સર્જન કર્યું છે એટલે સ્તંભો પરની શિલ્પાકૃતિઓ કમનીય અને નયનરમ્ય બની છે . 


         એ સમયમાં દિલ્હીમાં મોગલ બાદશાહનું રાજ્ય હતું . બાદશાહને મરજી પડે ત્યારે ગમે ત્યાં જઈને ચડાઈ કરતા . ગુજરાતની ભૂમિ પર પણ દિલ્હીના બાદશાહનો ભય સતત તોળાયેલો રહેતો . ગુજરાતમાં એ સમયે રાજા વીરધવલ રાજ્ય કરતો હતો . એના શાસનમાં પ્રજા સુખી હતી , સંતોષી હતી , કોઈ વાતનું દુ : ખ ન હતું . 


        પરંતુ રાજા વીરધવલને પણ દિલ્હીના લશ્કરનો ભય સતત સતાવ્યા કરતો હતો . જ્યારે દિલ્હીનો હુમલો આવશે એની ગણતરી જ ન હતી . આ ભય કેમ ટાળવો તેની રાજને સતત ચિંતા રહેતી હતી . રાજ્યના મંત્રી તરીકે વસ્તુપાળ હતા . વસ્તુપાળ શાણા હતા , વીર હતા તેમજ ચતુર હતા . રાજાએ પોતાની આ ચિંતાની વાત પોતાના મંત્રીઓને કરી . તેનો ચતુર મંત્રી વસ્તુપાળ રાણાની મૂંઝવણ બરાબર સમજે છે . એવામાં સમાચાર આવ્યા કે , દિલ્હીના બાદશાહની મા મક્કા હજ કરવા જાય છે . આ સાંભળી વસ્તુપાળ રાજી થઈ ગયો . તેણે પોતાની મુત્સદ્દીગીરી કામે લગાડી . 


         તે સમયે ભારત બહાર દરિયામાર્ગે જવા માટે ગુજરાતના જ કોઈક બંદરેથી જવું પડતું . સુલતાનની મા હોય જ . વસ્તુપાળે જ ચાંચિયાઓને ખાનગીમાં તૈયાર કરેલા એટલે બાદશાહની માનું વહાણ પણ લૂંટાયું અને ફરિયાદ પણ વસ્તુપાળ પાસે જ આવી , તે દોડ્યો . બાદશાહની માને મળ્યો . તેમને આશ્વાસન આપ્યું . ગુનેગારોને પકડવાની તેમને ખાતરી આપી . 


        બીજે જ દિવસે ચોરાયેલો રજેરજ માલ પાછો મેળવીને માને હવાલે કર્યો . થોડા વળાવિયા સાથે તેઓને મક્કા રવાના કર્યો . મક્કાથી પાછા ફર્યા ત્યારે વસ્તુપાળે તેમની ખૂબ આગતાસ્વાગતા કરી . દિલ્હીનો બાદશાહ પોતાની માના મુખેથી આ વાત સાંભળી નવાઈ પામ્યો . વસ્તુપાળને મળવાનું અને આ ઉપકારનો બદલો વાળવાનું તેને મન થયું . વસ્તુપાળને દિલ્હી બોલાવી તેને ખૂબ માન આપ્યું . તેને મોટી જાગીરો ને ભેટ આપવા માંડી પણ વસ્તુપાળે તે લેવાની વિનયપૂર્વક ના પાડી . 


         બાદશાહે જ્યારે ઘણો જ આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું : ‘ આપને આપવું જ હોય તો મારા રાજા સાથેની આપની હંમેશની દોસ્તી માગું છું . આપ વચન આપો કે , ‘ આપ ગુજરાત પર ચઢાઈ નહીં કરો . ” 

     બાદશાહે વચન આપ્યું . પોતે કોઈ સ્વાર્થી માગણી ન કરતાં વસ્તુપાળે રાજ્યનું ભલું ઇછ્યું . આવા દીર્ઘદૃષ્ટિવાળા ઉમદા ગુણોવાળા હતા એ મંત્રી . 

       વસ્તુપાળ માત્ર મુત્સદી , વહીવટદલ રાજપુરુષ કે યોદ્ધો જ નહીં , પરંતુ વિદ્વાન અને કાવ્યજ્ઞ પણ હતા . તેમણે પોતાની આસપાસ સારસ્વતોનું એક મંડળ ઊભું કર્યું હતું . અમાત્ય વસ્તુપાળના આ વિદ્યામંડળ વિશે ડૉ . ભોગીલાલ સાંડેસરાએ સુંદર અધ્યયનગ્રંથ પ્રગટ કર્યો છે . તે ઉપરથી આ અમાત્યની વિદ્યાપ્રીતિનો ખ્યાલ આવે છે . એના સમયકાળ દરમ્યાન ગુજરાતે ઉત્તમ સાંસ્કૃતિક ઉન્મેષ જોયો . 


વિશળદેવ


      એ વખતે ગુજરાતમાં વિશળદેવ નામે રાજા છે . સોલંકી વંશના છેલ્લા રાજા ત્રિભુવનપાળને હરાવીને એ ગાદીએ આવ્યો છે . કુમારપાળના સમયમાં એના એક વડવાને વાઘેલ ગામ ભેટ મળ્યું હતું . તે પરથી તેઓ વાઘેલા તરીકે ઓળખાયા . સોલંકીવંશ પછી આમ વાઘેલાવંશનો ઉદય થયો હતો . વિશળદેવ વાઘેલાવંશનો પહેલો રાજા . એણે પોતાની રૈયત પર ઊતરી આવેલા આફતના ઓળા પારખ્યા . વિચાર કરવાનો સમય ન હતો . 

          ગુજરાતમાં કારમો દુષ્કાળ પડ્યો છે . લોકો આસમાન તરફ મીટ માંડીને ઊભાં છે . પણ આકાશમાં ક્યાંય વાદળું પણ દેખાતું નથી . દુકાળનું આ સતત ત્રીજું વર્ષ હતું . ત્રણ ત્રણ વર્ષથી અનાજ પાક્યું ન હતું . ઢોરઢાંખર મરી રહ્યાં હતાં . માણસોય મરે તેવો કપરો સમય આવ્યો હતો . 

       તેણે તરત હુકમ બહાર પાડ્યો . રાજ્યમાં ઠેર ઠેર વાવ , કૂવા ને તળાવ ખોદાવવાં શરૂ કર્યા . અનાજ - ઘાસચારાનાં કામ ઓછાં કર્યાં . હજારો લોકોને કામધંધો આપ્યો . વીસનગર અને ડભોઈનો સુપ્રસિદ્ધ કિલ્લો એ રાજાએ દુકાળગ્રસ્ત પ્રજાને રોજીરોટી આપવા બંધાવ્યો . 

       પણ અનાજ તો પાક્યું ન હતું . તો લોકો ખાય શું ? એ સમયમાં રાજાઓ અને નગરશેઠો આવા કપરા સમય માટે અગમચેતી વાપરી અનાજના ભંડારો - કોઠારો ભરી રાખતા . આમ , રાજાએ પોતાના કોઠારોમાંથી પ્રજાને અનાજ આપવા માંડ્યું , પરંતુ આથી પ્રજા માટે કોઠારનું અનાજ કેટલું ચાલે ? રાજાને ચિંતા થઈ . પણ તેવા સમયે એક નગરશેઠ નામ જગડુશા . રાજાની મદદે આવ્યા . જગડુશા પાસે અઢળક ધનસંપત્તિ . એમની પાસે પણ અનાજના કોઠારો હતા . જગડુ શાએ પોતાના કોઠારો પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા અને આ કુદરતી આફતમાંથી હેમખેમ સૌને બહાર કાઢયો .


 કરણઘેલો 


      વાધેલાવંશમાં છેલ્લો રાજા કર્ણદેવ થયો . તેનો સ્વભાવ રંગીન અને તે અવિચારી હતો એટલે લોકોએ તેને ‘ કરણઘેલા ' તરીકે ઓળખ્યો છે . કથા છે કે , કરણને માધવ નામે એક પ્રધાન હતો . તેની પત્ની ઘણી સુંદર હતી . તેના પર કરણઘેલાની નજર બગડી . કોઈ પણ રીતે તે માધવની પત્નીને હાથ કરવા માગતો હતો . 


        એક વાર ખરીદી કરવાના બહાને માધવને કચ્છ મોકલી દીધો . માધવ ગયો એટલે કરણના માણસો તેની સ્ત્રીને ઉપાડી જવા આવ્યા . તેમની સાથે માધવના ભાઈ કેશવે લડાઈ કરી પણ ઝપાઝપીમાં તે પોતે જ મરાયો . સ્ત્રી પણ કરણને તાબે ન થતાં સતી થઈ ગઈ . 

        માધવ જ્યારે કચ્છથી પાછો ફર્યો ત્યારે કરણઘેલાએ પોતાની સ્ત્રી સાથે કરેલા ગેરવર્તાવ અને અન્યાયની વાત જાણી . તેણે રાજા કરણઘેલા પર વેર લેવાનું મનોમન નક્કી કર્યું . ક્રોધ અને વેરથી સળગતો તે દિલ્હી ગયો .  કરણ નાસતો - ફરતો નાસિક માર્ગ પરના બાગલાણમાં જઈને ભરાયો અને ઇલારોની ગુફાઓ નજીક સંતાયો . પણ આખરે તે હાર્યો - મર્યો અને આમ વાઘેલા કુળ પરવારી ગયું . કરણના અંત સાથે વાધેલાવંશનો તેમજ હિન્દુ રાજાઓના શાસનનો અંત આવ્યો અને ગુજરાત દિલ્હીના સુલતાનોની 

       દિલ્હીમાં આ સમયે અલ્લાઉદ્દીન ખિલજી નામે બાદશાહ રાજ્ય કરતો હતો . માધવે અલાઉદ્દીન ખિલજીને ઉશ્કેરીને ગુજરાત પર ચઢાઈ કરવા લલચાવ્યો અને તે કામમાં પોતે તેને સંપૂર્ણ મદદ કરશે તેવું વચન આપ્યું . અગાઉ કાકુએ જેમ સિંધના રાજાને બોલાવીને વલભીપુરનો નાશ કરાવ્યો હતો તે જ રીતે માધવ અલાઉદીનનું લશ્કર નોંતરીને આવ્યો . 

          અલાઉદીનને ગુજરાતની સમૃદ્ધિ હાથ કરવાની સોનેરી તક મળી ગઈ . તેણે પોતાના બે સરદારોને ગુજરાત પર ચઢાઈ લઈ જવા મોકલ્યા . સરદારો રસ્તામાં આવતાં ગામો લૂંટતા પાટણ તરફ જવા નીકળ્યા . કરણઘેલો ગભરાઈને પાટણ છોડીને નાઠો . અલાઉદ્દીનના સરદારોએ પાટણ લૂંટ્યું . ખંભાત અને સુરત પણ લૂંટ્યાં . સોમનાથનું મંદિર તોડ્યું . રુદ્રમાળ ભાંગ્યો ને બીજાં અનેક સુંદર શિલ્પ - સ્થાપત્યોનો નાશ કર્યો . હાથમાં ગયું .

વાઘેલા વંશ વાઘેલા વંશ Reviewed by History of Gujarat on September 25, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.