Facebook

મોઢેરા

 

ભારતમાંના ઉત્કૃષ્ટ અને વિશિષ્ટ - સ્થાપત્યોમાં તેની ગણના મોઢેરા મહેસાણાથી વીસેક કિલોમીટર પશ્ચિમે આવેલું મોઢેરા એના સૂર્યમંદિર માટે ભારત - વિખ્યાત છે . દેશના તેમજ પરદેશના ઇતિહાસ તેમજ શિલ્પસ્થાપત્યના જિજ્ઞાસુઓ માટે આ મહત્ત્વનું પ્રવાસકેન્દ્ર બની રહ્યું છે . 


           ગુજરાતમાં સોલંકીયુગ દરમ્યાન સંસ્કૃતિનો સુવર્ણયુગ પ્રગટટ્યો હતો . તે દરમ્યાન અન્ય વિદ્યાઓના ઉત્તમ વિકાસ સાથે શિલ્પ સ્થાપત્યકલા પણ ઉત્કૃષ્ટ રૂપે મહોરી હતી . મોઢેરાનું સૂર્યમંદિર , સિદ્ધપુરનો રુદ્રમહાલય , પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણકીવાવ તેમજ આબુ પરનાં દેલવાડાનાં દેરાં ને બીજાં અસંખ્ય દેવાલયો - કિલ્લાઓ વાવો - તળાવો વગેરે સ્થાપત્યો લગભગ એ ક જ સમયગાળામાં બંધાયાં . અહીં મોઢેરા ગામમાં મોઢેશ્વરી માતાનું પ્રાચીન મંદિર પણ છે . 


             મોઢેરાનું સૂર્યમંદિર ભારતભરનાં જૂજ તેમજ મહત્ત્વના સૂર્યમંદિરોમાંનું એક છે . લગભગ કર્કવૃત્ત પર આવેલું આ સૂર્યમંદિર પૂર્વીય ભારતના કોણાર્કના સુર્યમંદિર સાથે વિશિષ્ટ સંબંધ ધરાવે છે તો ભારતભરનાં સૂર્યમંદિરો સાથે પણ તેમની અનેક સમાન લાક્ષણિકતાઓથી સંબંધિત છે . ઉપરાંત તે સ્થાપત્ય તરીકે પોતાની લાક્ષણિકતાઓ પણ ધરાવે છે .

             ઈ . 1026-27ના અરસામાં ભીમદેવ પહેલાના સમયમાં બંધાયેલું મોટું રાનું આ સૂર્ય મંદિર , શિ ૯૫ તે મજ સ્થાપત્યકલાની દૃષ્ટિએ અવલોકીએ , ઊંચા પ્લેટફોર્મ પર આવેલું આ મંદિર ગર્ભગૃહ અંતરાલ અને સભામંડપ એમ ત્રણ અંગો ધરાવે છે . મંદિરમાં જવા માટે ઘણાં પગથિયાં છે . ગર્ભ ગૃહની ભીંતો તથા મંદિરની ભીંતા વચ્ચે પ્રદક્ષિણા - માર્ગ છે . પહેલાં તેના પર શિખર હતું જે અત્યારે નથી . મંદિરની છતને આઠ થાંભલાઓનો આધાર આપવામાં આવ્યો છે . આ થાંભલાઓ અષ્ટકોણ આકારના છે અને તેના પર ભરચક કોતરણી છે . પહેલાના સુંદર કલાકારીગરીથી ભરેલો ઘુમ્મટ નાશ પામ્યો છે . મંદિરની બહારની દીવાલ ઉપર પણ અદ્ભુત શિલ્પકૃતિઓ કંડારાયેલી છે . મંદિરમાં પ્રવેશતાં જ ચોકમાં કુંડ છે . તેની બાંધણી પણ સ્થાપત્યની દૃષ્ટિએ નોંધપાત્ર છે .મંદિરમાં હાલમાં સૂર્યની મૂળ પ્રતિમા નથી . પણ અન્ય જગ્યાઓ પર સૂર્યની પ્રતિમાઓ કોતરેલી છે . સૂર્યપ્રતિમાઓનું ઘૂંટણ સુધીના બૂટ પહેર્યા હોય એવું સામાન્ય લક્ષણ અહીં પણ જણાય છે . ગર્ભગૃહ તદન પડી ગયું છે . માત્ર દીવાલો જ છે . મુખ્ય સૂર્યપ્રતિમાની બેઠક માત્ર દેખાય છે . બેઠકના આગળના ભાગમાં સૂર્યરથના સાત ઘોડાઓ કોરેલા છે . 

          મોઢેરાના મંદિરનો સૌથી સુંદર અને કલામંડિત ભાગ છે સભામંડપ . ગર્ભગૃહની સામે જ આવેલા આ સભાગૃહના સ્તંભો અને બે સ્તંભોની વચ્ચેનાં તોરણો શોભામાં વધારો કરે છે . પ્રવેશદ્વાર પૂર્વ દિશામાં છે અને સામે સૂર્ય કુંડમાં ઊતરવાનાં લાંબાં મોટાં પગથિયાં છે . મંડપ અને કુંડના બાંધકામમાં ચૂનો વપરાયો નથી તે નોંધપાત્ર છે . આ મંદિરની રચના એવી રીતે કરવામાં આવી છે કે શરદ અને વસંતઋતુમાં સૂર્યનાં કિરણો આખા સભામંડપને વીંધીને બરાબર ગર્ભગૃહમાં પડે . આ શરસંપાત અને વસંતસંપાતના ગાળા છે . ગુજરાતનું આ સ્થાપત્ય ભારતભરના શ્રેષ્ઠ સ્થાપત્યોની હરોળમાં યશસ્વી નીવડી શકે તેવું ગૌરવપ્રદ છે . ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પ્રતિવર્ષ અહીં ત્રણ દિવસનો ખૂબ જ સુંદર નૃત્ય મહોત્સવ યોજવામાં આવે છે .

મોઢેરા મોઢેરા Reviewed by History of Gujarat on September 25, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.