Facebook

જામનગર

 જામનગર


     જામ રાવળે કચ્છ છોડીને ઈ.સ. 1540 માં જામનગર શહેર વસાવેલું . ત્યાર પછી લગભગ 400 વર્ષ સુધી અને શહેર સૌરાષ્ટ્રના મોટા ને સમૃદ્ધ રાજ્ય ‘ નવાનગર સ્ટેટ'નું મુખ્ય શહેર બની રહ્યું . 1914 પહેલાં કિલ્લેબંધ શહેર હતું . જામ રણજિતસિંહે મોટા એક , વર્તુળો , વિશાળ રાજમાર્ગો અને એક સરખાં મકાનોની શ્રેણી દ્વારા શહેરની કાયાપલટ કરી નાંખી . પરિણામે તેને ‘ સૌરાષ્ટ્રનું પેરિસ ' એવું બિરુદ મળ્યું . 

        જામનગર ઐતિહાસિક શહેર છે . એની ચારે બાજુએ કોટ અને દરવાજા હતા . આ શહેરનો ઇતિહાસ રોમાંચક કથાઓ ને યુદ્ધગાથાઓથી ભરપૂર છે . અહીંના જાડેજાએ ઘણી પરાક્રમકથાઓ આલેખી છે . શહેર વચ્ચેના તળાવમાં આવેલો ‘ લાખોટા ’ મહેલ જો કહી શકે તો વીરતા અને વેરની , પ્રેમ અને પરાક્રમોની , જામ રાજાઓ ને દીવાનોની અનેક રંગીન ને રોમાંચક કથાઓ કહી શકે .

          આજે તો જામ રણજિતસિંહના શાસનકાળ દરમ્યાન ઈ.સ. 1914 માં - નગર આયોજન હેઠળ પુનઃરચના પામેલું    i આ નગર એના કેન્દ્રભાગમાં એના રસ્તાઓ , બજારો અને ચોક તથા મકાનોની બાંધણીમાં સંમિશ્રણના વિચિત્ર ભાવો પેદા કરે છે . ‘ સૌરાષ્ટ્રનું પેરિસ ' કહેવાતા આ નગરના સીધા વ્યવસ્થિત માર્ગો , આલીશાન ઇમારતો , ઐતિહાસિક આલયો એના એક વખતના ગૌરવનું સ્મરણ કરાવે છે . શહેરની અંદરનાં ને આસપાસનાં અનેક મંદિરોને કારણે અને અહીંની સંસ્કૃત પાઠશાળાઓને કારણે એક વખત જામનગર ‘ છોટે કાશી ' કહેવાતું . આદિત્યરામજી જેવા સંગીતકાર અને આયુર્વેદાચાર્ય ઝંડુ ભટ્ટજી અહીં વસેલા તે તો દંતકથાના પાત્ર જેવા થઈ ગયા છે . તેમણે સ્થાપેલી રસાયણશાળાએ પછી તો આજની સુવિખ્યાત ‘ ઝંડુ ફાર્મસી'નું રૂપ ધારણ કર્યું . 

         જામનગર મહત્ત્વનું શૈક્ષણિક કેન્દ્ર પણ છે . આયુર્વેદિક યુનિવર્સિટી , ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય , વિનયન , વાણિજ્ય અને વિજ્ઞાનની કૉ લે જો , મેડિકલ કૉલેજ , પોલિટેકનિક , આઈ.ટી.આઈ. તેમજ લશ્કરની ત્રણે પાંખોની અહીં તાલીમશાળા છે . જામનગરની આસપાસ નવા ઉદ્યોગો તો વિકસે છે જ . થોડે થોડે અંતરે જ સિક્કા વગેરે માં સિમેન્ટનાં કારખાનાં તો કંઈક દૂર ટાટાનો રસાયણ ઉદ્યોગ વિકસ્યો છે . એમાં જામ - સાહેબનો ઘણો ફાળો છે . તે ઉપરાંત અહીંના પરંપરાગત ઉદ્યોગો સોના - ચાંદીની કારીગરી , ચાંદીનાં વાસણો , ભરતકામ , બાંધણી , કંકુ , અત્તર અને સૂડી વગેરેના ઉદ્યોગો પણ છે . જામનગરની બાંધણીને કંકુ તો દેશપરદેશ પહોંચે છે . શહેરના વિકાસમાં બેડી બંદરનો મોટો ફાળો છે . 

       ગામ વચ્ચે સરસ નાનકડું તળાવ છે રણમલ તળાવ . તેની વચ્ચે કિલ્લા જેવો વિશિષ્ટ બાંધણીનો લાખોટા મહેલ છે . તેની રચના જ એવી છે કે કિલ્લામાંના માત્ર હાજર સૈનિકો બહારના મોટા શત્રુ સૈન્યને ખાળી - હંફાવી શકતા . અત્યારે આ મહેલમાં સંગ્રહસ્થાન છે . તેમાં સૌરાષ્ટ્રનાં શિલ્પસ્થાપત્યોના સુંદર નમૂનાઓ છે . આ મહેલમાં એક એવો વિશિષ્ટ રીતે બાંધેલો ક્વો છે જેમાંથી જમીનમાં પાડેલા એક કાણામાંથી ફૂંક મારીને પાણી બહાર લાવી શકાય છે . મહેલની દીવાલો પર કેટલાંક જૂનાં ચિત્રો પણ છે . તળાવને કિનારે કોઠા ' તરીકે ઓળખાતો શરમમે ડાર છે , નજી કમાં માછલીધર છે .  

         જામનગરનો ખંભાળિયો દરવાજો શિલ્પસ્થાપત્ય ખચિત અને સુંદર છે . વિભાવિલાસ અને પ્રતાપવિલાસ મહેલો પણ છે . અનેક મંદિરો - માતાનાં - શિવનાં તેમજ જૈન મંદિરો છે . અહીં કબીર સંપ્રદાયનું ખૂબ જ વિશાળ મંદિર છે . આ સ્થાનક ભક્તિ અને લોક - કલ્યાણની પ્રવૃત્તિઓનું પણ કેન્દ્ર છે . અહીં મસ્જિદો છે . કૉલેજો છે . પણ ખાસ નોંધપાત્ર છે આયુર્વેદિક યુનિવર્સિટી જેનું આ મુખ્ય કેન્દ્ર છે અને તેમાં અનેક શોધો કરવા માટે સંશોધન કેન્દ્ર પણ છે . ઉપરાંત સૌર ચિકિત્સા માટે વર્ષો પહેલાં જામસાહેબે બંધાવેલું સૂર્યની ગતિ મુજબ ફરતું સોલેરિયમ આ શહેરનું મોટું આકર્ષણ છે . તેમાં સૂર્યનાં કિરણો દ્વારા દર્દીના ઉપચાર કરવામાં આવે છે . 

       જામનગરનું દેશભરમાં જાણીતું અનોખું સ્થાન છે માણેકબાઈ મુક્તિધામ - શહેરનું સ્મશાન . સ્મશાન પણ કેવું સુંદર અને શાંત તેમજ સાત્ત્વિક ભાવ જગાડે તેવું હોઈ શકે તેનો ઉત્તમ નમૂનો પૂરો પાડે છે . આ સ્મશાનભૂમિમાં બગીચો છે , પુસ્તકાલયો છે ને બગીચામાં ઐતિહાસિક મહાપુરુષો સંતો - દેવ - દેવીઓ વગેરેની લગભગ સો જેટલી પ્રતિમાઓ છે . સ્તંભો પર ઉપદેશો - સ્તોત્રો તથા ભજનો કોતરેલાં છે . વિશ્રામની સવલત છે . સ્મશાન તરીકે મુક્તિધામ અનોખું અને અનન્ય છે . મૃત્યુની ભયાનકતા અહીં ઓસરે છે ને તેનું સાત્ત્વિક મંગલ સ્વરૂપ જ અહીં પ્રગટ થાય છે . 

       જામનગરની એક પાસ રણજિતસાગર છે . ખાસ બંધ બાંધીને કરેલું આ સરોવર સુંદર ઉપરાંત પાણી - પુરવઠા માટે મહત્ત્વનું છે , તો બીજી પાસ બેડીબંદર છે જે સમુદ્રકાંઠાને જાળવે છે . બેડીમાં હવાઈદળ તથા નૌકાદળનું મહત્ત્વનું મથક છે . નજીકના બાલાચડીમાં સૈનિકશાળા છે . 

       અર્વાચીનકાળમાં લેખક શ્રી ગુણવંતરાય આચાર્ય તેમજ મનસુખલાલ ઝવેરી ઉપરાંત જૂના કાળમાં અનેક વિદ્વાનો , સંગીતજ્ઞો , શાસ્ત્રીઓ તેમજ રમતવીરોને વિકસાવનાર આ શહેરને આજના યુવાનો તો કદાચ યાદ કરે છે વિશ્વવિખ્યાત ક્રિકેટવીર જામસાહેબ રણજિતસિંહના નામથી .

      આઝાદીકાળે જામનગરે મહત્ત્વનો ફાળો આપ્યો છે . આઝાદી આવતાં જ જે રાજવીઓએ નવભારતના નિર્માણમાં અમૂલ્ય સહકાર આપ્યો તેમાં જામસાહેબ મોખરે હતા .   ભારતનાં દેશી રજવાડાંઓના રાજકારણમાં અને અંતે તેમના વિલીનીકરણમાં જામસાહેબની કામગીરી મહત્ત્વની હતી . સૌરાષ્ટ્ર રાજ્યની સ્થાપનામાં ને સોમનાથના મંદિરના નવનિર્માણમાં પણ તેમણે ખૂબ મહત્ત્વનો ફાળો આપ્યો છે . આ ઉપરાંત લશ્કરના ક્ષેત્રે જેમણે પોતાનું આગવું વ્યક્તિત્વ દેશને સમર્પિત કર્યું હતું તેવા મેજર જનરલ રાજેન્દ્રસિંહજી પણ જામનગરના જ હતા . 

      રાજકારણમાં , વિદ્યા વિસ્તારવામાં તેમજ શાસ્ત્રો વિજ્ઞાન ને કલાને પ્રોત્સાહન આપવામાં ને ઉદ્યોગો સ્થાપવામાં નવાનગર રાયે ઘણી પ્રગતિશીલતા બતાવી છે . જામનગરની આસપાસના સિક્કાબંદર વગેરેના ખલાસીઓનાં સાહસો તથા તેમની વહાણવટાની કલા ને અહીંના વ્યાપારવીરોની વાતો માટે ગુણવંતરાય આચાર્યના ગ્રંથો ‘ દરિયાલાલ ’ , ‘ જળસમાધિ ’ વગેરે વાંચવા જેવા છે . પશ્ચિમ કાંઠાનો આ વિસ્તાર ખૂબ મહત્ત્વનો છે . 

        દ્વારકા જતાં આવે નજીકનો ( ગણેશ ) નાગેશ્વર ગોપીતળાવ તથા આ વિસ્તાર દારૂકાવન તરીકે ઓળખાતો . તેમાં આવેલું ‘ નાગેશ્વર'નું શિવમંદિર અત્યંત મહત્ત્વનું છે , કારણ કે શિવનાં બાર જયોતિલિંગોમાંનું એક આ છે – ‘ ગણેશ દારૂકાવને ' .

જામનગર જામનગર Reviewed by History of Gujarat on September 25, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.