(જ 19-10-1920=અ 25-11-2003)
વેદશાસ્ત્રસંપન્ન દાર્શનિક અને ચિંતક પાંડુરંગનો જન્મ રોહા ( મહારાષ્ટ્ર ) માં થયો હતો . તેમણે ભારતીય તથા પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાન અને સમાજશાસ્સાનો તુલનાત્મક તથા તલસ્પર્શી અભ્યાસ કર્યો છે . જન્મ મહારાષ્ટ્રના હોવા છતાં ગુજરાતભરમાં પણ તેમની પ્રવૃત્તિઓ વિસ્તારી હતી .
1956 માં તેમણે મુંબઈમાં ‘ તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ'ની સ્થાપના કરી . આમ છતાં પોતે કોઈ પણ સંસ્થાના પદ કે હોદામાં પોતાના વ્યક્તિત્વને બાંધ્યું નથી . તેમની પ્રવૃત્તિઓ અનેક સંસ્થાઓ દ્વારા વિસ્તરી છે . 1982 માં પશ્ચિમ જર્મનીમાં સેન્ટ નિકોલસની પંચશતાબ્દી પ્રસંગે તેઓએ અતિથિવિશેષ તરીકે હાજરી આપી હતી .
એ મની પ્રેરણાથી દેશવિદેશમાં હજારોની સભ્યસંખ્યા ધરાવતાં સાપ્તાહિક સ્વાધ્યાયકેન્દ્રો , બાળ - સંસ્કારકેન્દ્રો , મહિલા સ્વાધ્યાયકેન્દ્રો , યુવાકેન્દ્રો જેવાં સંગઠિત એકમો દ્વારા ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટે પ્રયાસો થઈ રહ્યા છે . સદ્વિચારદર્શન ટ્રસ્ટ દ્વારા વિવિધ ભાષાઓમાં તેમનાં ત્રીસથી વધુ પુસ્તકો પ્રકાશિત થયેલાં છે . તેમને મેસેસે એવૉર્ડ ( 1996 ) અને ટેમ્પલ્ટન એવૉર્ડ ( 1997 ) મળ્યો હતો .
દાદાની પ્રવૃત્તિઓ ધાર્મિક કરતાં વધુ આધ્યાત્મિક - સમાજલક્ષી છે . સાવ નીચલા થરના , સંસ્કાર અને સગવડથી વંચિત લોકો તેમજ સુખી વર્ગ સુધી દાદાની પ્રવૃત્તિઓનો પ્રભાવ પહોંચ્યો છે . દેશ - પરદેશમાં પણ તેમણે અનેક લોકોને પ્રેરણા આપી છે . તો સાથે સાથે ભારતનાં ગામડાંઓમાં પણ તેમણે જાગૃતિ આણી છે . નિરક્ષર અને અબુધ ગ્રામજનો સુધી વિસ્તરેલી તેમની સંસ્કાર પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ પાડતી એક ફિલ્મ ‘ આંતરનાદ ’ બનાવવામાં આવી છે .
No comments: