Facebook

ચાવડા સમય

 ચાવડા સમય




         ઉત્તર ગુજરાતમાં પ્રતિહારોના શાસનનો થોડા વખતમાં અંત આવ્યો અને ત્યાં ચાવડા વંશનું રાજ્ય પ્રવત્યું . તેની રાજધાની અણહિલ્લપાટક ( અણહિલવાડ ) નામે નવા પત્તન ( પાટણ ) માં સ્થપાઈ . આ અગાઉ મૈત્રકકાળ દરમ્યાન ગૂર્જરદેશમાં ચાપ વંશનું રાજ્ય હતું . વઢવાણમાં પણ એ વંશનું બીજું એક રાજ્ય હતું . આ ઉપરાંત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અન્ય ચાવડા રાજ્યો હતાં . એ ચાપ કુલ ચાપોત્કટ ’ કે ચાવડા તરીકે ઓળખાતું . આમ , ગુર્જર પ્રતિહારોની જેમચાવડાઓએ પણ મૈત્રક તથા અનુ - મૈત્રક  કાળ દરમ્યાન ગુજરાતના રાજકીય ઇતિહાસમાં સક્રિય ભાગ ભજવેલો તથા સાંસ્કૃતિક અભ્યદય સાધનાર સોલંકી રાજ્યનો પાયો અણહિલવાડના ચાવડા રાજ્યની ભૂમિકા પર સ્થપાયો . 


     વનરાજ ચાવડાના રાજ્ય - શાસનનો ઉલ્લેખ સોલંકી કાળથી સાહિત્યમાં મળે છે . છતાં વનરાજના પૂર્વજો વિશે કશું પ્રાચીન સાહિત્યમાં ઉપલબ્ધ નથી . વનરાજના પિતા જયશિખરીનો ઉલ્લેખ છેક 17 મા -18 મા સૈકામાં રચાયેલી કૃષ્ણકવિની હિન્દી ‘ રત્નમાલામાં મળે છે . પંચાસરમાં ચાવડા વંશનું રાજ્ય ક્યારથી પ્રવર્તેલું એ નક્કી કરવું મુશ્કેલ છે . જયશિખરી વિશેની કથા આ મુજબ છે . 


જયશિખરી


 ‘ પંચાસર ’ નામે એક નગર હતું . ત્યાં રાજા જયશિખરી રાજ્ય કરતો હતો . એક વખત પંચાસરના શંકર બારોટે કલ્યાણીના રાજા ભુવડના દરબારમાં જઈ જયશિખરીની વીરતાનાં અને આબાદીનાં કવિત ગાયાં . ગુજરાતમાં આવી સમૃદ્ધિ જાણી ભુવડની દાઢ સળવળી . તેણે સરદાર મિહિરને મોટું લશ્કર આપીને જ્યશિખરીને જીતવા મોકલ્યો .   

        

📱📱📱📱📱📱📱


 રાજ પાછું મેળવવાની ઇચ્છા જાગી . મામા સૂરપાળ તેના માર્ગદર્શક હતા . વનરાજ હવે બહારવટે ચડ્યો હતો . ભુવડના તાબા હેઠળના મુલક પર તે છાપા મારતો અને ધન લૂંટીને ભેગું કરતો . જ્યાંથી સાથ મળે ત્યાંથી બહાદુર માણસોને પોતાની સાથે જોડતો ગયો અને પોતાનું લશ્કર જમાવતો ગયો . તે વનની વાટો , કેડીઓ અને ખીણકોતરોનો ભારે ભોમિયો હતો . કોઈ શિકારની રાહ જોઈને તેઓ ગુપચુપ સંતાઈ ઊભા હતા તેવામાં દૂરથી ઘીનો ગાડવો ઊંચકીને આવતા એક વાણિયા પર તેમની નજર પડી . તેના બીજા હાથમાં તીરકામઠું હતું . 


‘ ઊભો રહેજે વાણિયા ! ખસ્યો તો મર્યો સમજજે . ” વનરાજે તેને પડકાર્યો . 

આ ઊભો છું , મોત જોઈતું હોય તે મારી સામે આવે ” એમ કહીને ચાંપાએ પોતાના ભાથામાંના પાંચ તીરમાંથી બે ભાંગીને ફેંકી દીધો અને એકને ચાપ ઉપર ચઢાવવા માંડયું . આ જોઈ ત્રણે સડક થઈ ગયા . 

‘ અલ્યા , ખમી જા . અમનેય તીર ચલાવતાં આવડે છે . પણ આ તીર તેં કેમ ભાંગીને ફેંકી દીધાં ? ’ સૂરપાળે પૂછયું .

 ‘ તમે ત્રણ છો એટલે ત્રણ તીર બસ છે ' ચાંપાએ વળતો જવાબ દીધો .

 ‘ વાહ ! બહાદુર છે તું . તારું નામ ? ’ વનરાજે પૂછયું . ચાંપો . ”

 ‘ ચાંપા , હવે કજિયો પતાવ . તારી પાસે જે કાંઈ હોય તે મૂકીને રસ્તે પડ . તું એક છે ને અમે છીએ ત્રણ ’ અણહિલ બોલ્યો .

 ‘ ભલે ત્રણ હો . આ પરદેશી રાજ્યમાં લૂંટારા વધી પડ્યા છે એટલે લડાઈની મારે નવાઈ નથી . ” ચાંપો બોલ્યો . 

  ‘ પરદેશી રાજમાં ? અગાઉના રાજમાં લૂંટફાટ ન હતી ? ’ સૂરપાળે પૂછયું . ‘ 


અગાઉનું રાજ ? ' ચાંપાએ નિશ્વાસ મૂક્યો , ‘ ભાઈ તે દિતો વહી ગયા . જયશિખરી અને સૂરપાળની હાક વાગતાં લૂંટારાઓના હાંજા ગગડી જતા . ” ‘

       તો સાંભળ , હું જ છું તારી સામે સૂરપાળ અને આ છે . વનરાજ રાજા જયશિખરીનો એકમાત્ર વારસ . તારે અમારી સાથે જોડાવું છે ? વનરાજને તેનું રાજ્ય મેળવવામાં તું મદદ કરીશ ? ” સૂરપાળે ચાંપાને ચોંકાવી દીધો . ચાંપો તો ઊલટાનો રાજી રાજી થઈ ગયો . 


         વનરાજને આવો વીર અને ધનિક સાથીદાર મળી ગયો . પછી વનરાજ અને સૂરપાળે બરાબર યોજના કરી મોટું લશ્કર ભેગું કરીને ભુવડને હરાવીને પોતાનું રાજય પાછું મેળવ્યું . વનરાજે પાટણમાં પોતાની રાજધાની બનાવી . પોતાના મિત્રની કદરદાની રૂપે તેને ‘ અણહિલપુર - પાટણ ' એવું નામ આપ્યું . પછી વડોદરા પાસે પાવાગઢની તળેટીમાં બીજું એક શહેર વસાવ્યું . તેનું નામ પોતાના બીજા સાથીદારના નામ ઉપરથી ‘ ચાંપાનેર ’ રાખ્યું . 

     

       બચપણમાં પોતાનું ઊજળું ભવિષ્ય ભાખનાર અને સહાય કરનાર આચાર્ય શીલગુણસૂરિની ઇચ્છાનુસાર પાટણમાં પંચાસરા પાર્શ્વનાથનું દેરાસર બંધાવ્યું . એમાં પ્રજાના આગ્રહથી વનરાજની પ્રતિમા પણ મૂકવામાં આવી . એ આજે પણ ત્યાં છે . વનરાજ એકસો દસ વર્ષ જીવ્યો . તેણે સાઠ વર્ષ રાજ્ય કર્યું . 


    યોગરાજ 


      વનરાજ પછી તેનો દીકરો યોગરાજ પાટણની ગાદીએ આવ્યો . યોગરાજ ખરેખર યોગી જ હતો . ન્યાયપ્રિય હતો . સાદાઈથી અને ધર્મ પ્રમાણે તે ચાલતો , પરંતુ તેના પુત્રો તેનાથી જુદા સ્વભાવના નીકળ્યા . તેઓ લૂંટ કરવાની વૃત્તિ ધરાવતા હતા . વનરાજે પોતાના પિતાનું રાજ્ય પાછું મેળવવા ચોરી અને લૂંટ ચલાવી હતી તેથી તેમની મથરાવટી મેલી થઈ હતી . ચાવડા એટલે કે ચોરી કરનારા એમ તેમના પર મહેણું હતું . વનરાજે પોતાના ધર્મપરાયણ વહીવટથી તે મહેણું ટાળ્યું હતું , પરંતુ તેના વંશજો એના પર પાણી ફેરવી રહ્યા હતા . એક દિવસ પ્રભાસપાટણને બંદરે સપડાઈ આવેલાં  વહાણોની વાત યોગરાજના પુત્ર ક્ષેમરાજ પાસે આવી . એ જાણતાં જ તેના મનમાં લોભ જાગ્યો : એ સઘળું હાથ આવી જાય તો કેટલી બધી દોલત મળી જાય ! 

       ક્ષેમરાજ યોગરાજ પાસે આવ્યો . પિતાને આખી વાત સમજાવી : ‘ એક હજાર ઘોડા , દોઢસો હાથી અને બીજી કંઈ કેટલીય ધનદોલત સાવ મફતમાં મળી જાય તેમ છે . તમે રજા આપો તો બધું લઈ આવું .

     ” યોગરાજે કહ્યું : “ દીકરા , આપણે ચાવડાઓ પરનું મહેણું ટાળવાનું છે . આપણે તો રાજા છીએ . આપણે પ્રજાનું રક્ષણ કરવાનું છે , ભક્ષણ નહીં . ” 


         ક્ષેમરાજ પિતાની વાત સાંભળ્યા વિના જ જતો રહ્યો . સમુદ્રકાંઠે જઈને પોતાના હથિયારબંધ માણસો સાથે તેની પર તૂટી પડ્યો અને હાથી - ઘોડા તેમજ સઘળી માલમિલકત લૂંટી લીધી . સાધુપુરુષ જેવા યોગરાજને જીવતર અકારું થઈ પડ્યું . તેણે અન્નજળ છોડી દીધાં અને ચિતામાં પ્રવેશ કરી તે બળી મૂઓ . પુત્રના દુષ્કૃત્યનું પ્રાયશ્ચિત્ત તેણે પોતાનું બલિદાન આપીને કહ્યું . 


સામંતસિંહ અને મૂળરાજ


 ચાવડા વંશનો છેલ્લો રાજા સામંતસિંહ દારૂડિયો હતો . તેના ભાણેજ તે મૂળરાજ . મૂળરાજના બાપનું નામ હતું રાજ અને માતાનું નામ લીલાદેવી . રાજ કોઈ પરદેશી રાજકુમાર હતો . સોમનાથ - પાટણની જાત્રાએથી પાછા વળતાં તે તેના બે ભાઈઓ સાથે પાટણ આવ્યો હતો . ત્યાં એની અદ્ભુત એવી અશ્વપરખ જોઈને સામંતસિંહે તેની બહેન લીલાદેવીને રાજ સાથે પરણાવી હતી . થોડા સમય બાદ રાજ કચ્છના રાજા લાખાના હાથે મરાયો અને લીલાદેવી સુવાવડમાં ગુજરી ગઈ એટલે સામંતસિંહે મૂળરાજને ઉછેરીને મોટો કર્યો . દારૂના ધેનમાં અનેક વાર સામંતસિંહ મૂળરાજની મશ્કરી કરતો . મૂળરાજને તે ગાદી પર બેસાડતો અને ઘેન ઊતરી જતાં પાછો ઉઠાડી મૂકતો . આવી મકરીથી મૂળરાજ ખૂબ અકળાતો . આવા દારૂડિયાથી લોકો પણ અકળાયેલા હતા એટલે મૂળરાજ ધીરે ધીરે કેટલાક દરબારીઓને પોતાના પક્ષમાં લઈ લીધા . એ ક વાર આવે પ્રસંગે સામંતસિંહે 


          મૂળરાજને ગાદીએ બેસાડ્યો ત્યારે મૂળરાજની ચમકારા કરતી તલવારથી સામંતસિંહનું માથું ધડથી જુદું થઈ ગયું . મૂળરાજે તે ગાદીનો માલિક બન્યો . તે દિવસથી ગુજરાતમાં સોલંકીયુગની શરૂઆત થઈ . મૂળરાજે તેના શાસન દરમ્યાન પાટણની ગાદી શોભાવી .

ચાવડા સમય ચાવડા  સમય Reviewed by History of Gujarat on September 25, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.