ડો . હોમી ભાભા
( જ . 30-10-1909 અ . 21-1996 )
અંગ્રેજોનાં બાળકો માટે સ્થપાયેલી શાળામાં હોમીને અભ્યાસ કરવાની તક મળી . તેમની શાળાકીય કારકિર્દી ખૂબ ઉજ્જવળ હતી . 1924 માં તેમણે સીનિયર કેમ્બ્રિજની પરીક્ષા પાસ કરી . 1927 માં હોમીને વધુ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ મોકલવામાં આવ્યા . 1934 માં તેમને પીએચ.ડી.ની ઉપાધિ પ્રાપ્ત થઈ . તેમને ઝુરિચમાં પ્રો.પાઉલી , રોમમાં પ્રો . એનરિકો ફર્મી , યુટેકટમાં પ્રો . ફેમર્સ અને કોપનહેગનમાં પ્રો . નીલ્સ બોર જેવા મહાન વિજ્ઞાનીઓના હાથ નીચે કામ કરવાની તક મળી હતી . પરંતુ '39 માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં તેમણે ભારત આવી બેંગલોરની હિંદી વિજ્ઞાનસંસ્થામાં પોતાનું સંશોધનકાર્ય આગળ ચલાવ્યું . માત્ર 28 વર્ષની ઉંમરે વૈશ્વ કિરણો અંગેના પોતાના આગવા સંશોધનથી તેમણે વિજ્ઞાનજગતને આશ્ચર્ય પમાડ્યું હતું . ડૉ . ભાભાને અણુ - વિજ્ઞાનીઓની આગવી હરોળમાં સ્થાન પ્રાપ્ત થયું . ભારતમાં તેઓ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સમાં પ્રોફેસર બન્યા . 1945 થી તેઓ મુંબઈમાં ટાટા ઇન્સ્ટિટયૂટ ઑફ ફંડામેન્ટલ રિસર્ચમાં ડિરેક્ટર અને સૈદ્ધાંતિક ભૌતિક વિજ્ઞાનના પ્રાધ્યાપક નિમાયા .
1947 માં 15 મી ઑગસ્ટે ભારત સ્વતંત્ર રાષ્ટ્ર થયું . વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુનો અભિગમ વિજ્ઞાનલક્ષી હતો . 26 મી ઑગસ્ટે જ નવી દિલ્હીમાં એક અગત્યની મીટિંગ બોલાવવામાં આવી . ડૉ . ભાભાને પણ એ મીટિંગમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું . ડૉ , ભાભાના વૈજ્ઞાનિક વિકાસ , સંગઠનચાતુર્ય અને દીર્ઘદૃષ્ટિને કારણે સ્વતંત્ર ભારતનો વૈજ્ઞાનિક વિકાસ નક્કર અને સ્થિર પાયા પર રચી શકાયો . વૈશ્વ કિરણોમાં મૂળભૂત સંશોધન કરવાની દૃષ્ટિએ કાર્યક્રમ્ ગોઠવી તેનો અમલ કરવાની જવાબદારી ડૉ . ભાભાના નેતૃત્વ તળે પાર પડી હતી . અણુશક્તિના શાંતિમય ઉપયોગ સંબંધી યોજના - વિચારણા માટેની પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદમાં ડો . ભાભાની પ્રમુખપદે વરણી થઈ હતી . દેશની પ્રથમ અણુભકી ‘ અપ્સરા ' ની રચના પણ એમના નેતૃત્વમાં થઈ .
અણુશક્તિ પંચના રાહબર તરીકે ડૉ . ભાભાની બીજી મોટી કામગીરી તારાપોર અને રાજસ્થાનમાં અણુવિધુત મથકો સ્થાપવા માટેની હતી . અણુશક્તિના રૌદ્ર અને ભદ્ર એમને બંને પાસાંઓનું ડૉ . ભાભાને પૂરતું જ્ઞાન હતું . એમાં ભદ્ર સ્વરૂપની ઉપાસના પ્રત્યે એમનો આગ્રહ રહ્યો હતો . એટલું જ નહિ , પણ દુનિયાના બધા અણુવિજ્ઞાનીઓ આ જમાતમાં ભળે એ માટે વૈજ્ઞાનિક નકશા ઉપર ડૉ . ભાભાને કારણે જ ભારતનું નામ રોશન થઈ ગયું .
1948 માં ભારત સરકારના અણુશક્તિ પંચની સ્થાપના થઈ . આ પંચના અધ્યક્ષ તરીકે ડૉ . હોમી ભાભાને સ્થાન આપવામાં આવ્યું . થોડા સમય બાદ પરમાણુશક્તિનું ખાતું ઊભું કરીને ડૉ . ભાભાને તેના સચિવ પણ બનાવવામાં આવ્યો . એલ્યુશક્તિ સંશોધનને વધુ આધુનિક અને સવલતભર્યું બનાવવા માટે મુંબઈમાં ટ્રૉમ્બેમાં અણુસંશોધન કેન્દ્ર 1954 માં ઊભું કરવામાં આવ્યું .
યુરોપના આલ્સની પર્વતમાળાના એ પ્રશંસક હતા . તેના સૌંદર્યના ચાહક હતા . 1966 ના જાન્યુઆરી માસમાં જિનીવા ખાતે આંતરરાષ્ટ્રીય અણુપંચની કારોબારીની બેઠક બોલાવવામાં આવી હતી . તેમાં ભાગ લેવા તેઓ કાંચનજંઘા નામક બોઇંગ વિમાનમાં નીકળ્યાં 116 સાથી યાત્રીઓ સાથે વિમાને મુંબઈથી સમયસર ઉળયન કર્યું . જિનીવા પહોંચવાની તૈયારી હતી . ગણતરીના ક્લાર્ક જ બાકી હતા . અત્યારે આગ્સની પર્વતમાળા ઉપરથી જ વિમાન ઊડી રહ્યું હતું . જાણે રૂના પોલ ઉપરથી વિમાન ઊડી રહ્યું હતું બરફમાં સમગ્ર પ્રકૃતિ થીજી થઈ હતી . ચારે બાજુ નીરવ શાંતિ હતી . ત્યાં જ જાણે ગગનમાં એક અગનગોળો ફાટે છે અને આભ - ધરતી ધ્રુજી ઊઠે છે . માઉન્ટ બ્લેન્ક આગળથી પસાર થતું એ વિમાન તૂટી પડતાં પ્રકૃતિના એ ચા.ક ભારતના પનોતા પુત્ર છે . ભાભા પ્રકૃતિની ગોદમાં જ ચિરનિદ્રામાં પોઢી ગયા .
No comments: