Facebook

સમ્રાટ અશોક

 

સમ્રાટ અશોક 




         મૌર્ય સમ્રાટ પ્રિયદર્શી અશોક ( ઈ.પૂ. 273-236

એ પોતાના સદ્ગુણો , આદર્શવાદ અને પ્રજ્ઞાથી ઇતિહાસમાં સર્વોચ્ચ રાજવીઓની પંક્તિઓમાં સ્થાન મેળવ્યું છે . આનર્ત સૌરાષ્ટ્ર પર અશોકનું શાસન હતું . અશોકના ગિરિનગરનો અધિકારી યવનરાજ તુષારફ હતો . એણે ચંદ્રગુપ્ત બંધાવેલા તળાવની રચના કરી હતી . તેણે “ દેવોના પ્રિય ’ એવા અશોકે ધર્મ લેખો રૂપે બહાર પાડેલાં 14 શાસનોની એક નકલ શિલાલેખ આ જળાશય - ગિરનારના માર્ગ પર આવેલ એક મોટી શિલા પર કોતરાયેલા , રાજા અશોકના ચૌદ ધર્મલેખોએ ગુજરાતના સૌથી પ્રાચીન જ્ઞાત અભિલેખો છે – મૌર્ય સમ્રાટ અશોકે દામોદર કુંડની પશ્ચિમે શંકુ આકારના શૈલ પર કોતરાવેલા ધર્મલેખોમાં મુખ્યત્વે સદાચાર પર ભાર મૂકવામાં આવ્યો છે . આ શિલાલેખ જમીનથી લગભગ 3.6 મીટર ઊંચો છે અને નીચેના ભાગમાં તેનો ઘેરાવો 22.86 મીટર એટલે કે લગભગ 75 ફીટ જેટલો છે . 


         આ શાસનો કલિંગ પર વિજય મેળવવા જતાં સમ્રાટ અશોકે જે લોહિયાળ ક્રૂરતા અને હિંસા નજરોનજર નિહાળી તે પછી તેને સાચું દર્શન થયું . હિંસાથી મેળવેલી જીત પ્રત્યે નફરત જાગી . અશોકનું હૃદયપરિવર્તન થયું અને તે ધર્મપ્રિય રાજવી બની ગયો . તેથી તે પછી જ સદાચાર અને સર્વધર્મ સમભાવ પર ભાર મૂકતી લોકાત્તાઓ પ્રજાને સાચી સમજ મળે અને જરૂરી ઉપદેશ પહોંચાડી શકાય તે હેતુથી અશોકે ઠેર ઠેર આવા શિલાલેખો કોતરાવ્યા હતા . 


        યુદ્ધપ્રેમી સમ્રાટ તરીકે કલિંગ - વિજય કરવા જતાં જોયેલી હિંસા અને ક્રૂરતાથી આંખ ઊઘડી જતાં પરિવર્તન પામવાને કારણે ધર્મરાજવી બની જનાર પ્રિયદર્શી અશોકે ઠેરઠેર લોકાત્તાઓ અને લોકોપદેશ માટે કોતરાવેલા શિલાલેખોમાંનો એક ગિરનારની તળેટીમાં છે . હિંસા અને શો ત્યાગી ભગવાન બુદ્ધનો ઉપદેશ ગ્રહનાર આ સમ્રાટે   આ સ્થાને વિશાળ મેળામાં એકઠી થતી જનતાને અહિંસા અને સદાચારનો અનુરોધ કરતી રાજાજ્ઞા આ શિલાલેખ પર કોતરાવેલી છે . આજના ભારતની રાજમુદ્રા તરીકે પ્રસિદ્ધ અશોકચક્ર એ જ અશોકે ઊભા કરાવેલા સ્તંભનું શીર્ષક છે . ગિરનારનો શિલાલેખ પણ એ જ ચક્રવર્તીનો સ્મરણલેખ છે . આ શિલાલેખથી ઇતિહાસપ્રવાહનો ઉગમ છે . એની લિપિમાં અને એની ભાષામાં જ ગુજરાતી લિપિ અને ભાષાનું પણ ઉગમસ્થાન હોય તેવું સિદ્ધ થયું છે .


        ગુજરાતમાં અશોકના પૌત્ર રાજા સંપ્રતિનું પણ શાસન પ્રવર્તતું હતું તેવું જૈન પરંપરા પરથી જણાય છે . ગુપ્ત સામ્રાજ્યની સ્થાપના થતાં સેનાપતિ ભટ્ટાર્કએ વલ્લભીમાંથી મળેલાં વિવિધ સિક્કાઓમાં ગુપ્ત રાજવીઓના ચાંદીના સિક્કાઓનો પણ સમાવેશ થાય છે . 


      બહુમુખી સિદ્ધિઓ મેળવનાર સમુદ્રગુપ્ત જે ચંદ્રગુપ્ત પહેલાનો પુત્ર હતો તેણે ઈ.સ. 340-376 સુધી ભારતમાં દિગ્વિજય મેળવ્યો હતો . છતાં સમુદ્રગુપ્તના શાસનમાં ગુજરાત અને સિંધનો સમાવેશ થતો નહોતો . સમુદ્રગુપ્ત ધર્મની મર્યાદાનું પાલન કરનાર , કુશાગ્રબુદ્ધિ ધરાવનાર , વિદ્યા અને કલા પ્રત્યેની અભિરુચિ ધરાવનાર તેમ જ વિદ્વાનોને પ્રોત્સાહન આપનાર રાજવી હતો . સમુદ્રગુપ્તના અવસાન પછી શકોનો પ્રભાવ વધ્યો હતો .

સમ્રાટ અશોક સમ્રાટ અશોક Reviewed by History of Gujarat on September 25, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.