Facebook

જમશેદજી તાતા

 

જમશેદજી તાતા 




( % .3-3-1839 અ . 19-5-1904 )


         દક્ષિણ ગુજરાતનો નવસારીમાં જમશેદજીનો જન્મ . અર્વાચીન ભારતના આથિ ક – અદ્યોગિ કે નવનિર્માણના આદ્ય ધુરંધર જમશેદજી તાતાને દેશના ઉદ્યોગના પિતામહ ગણવા જોઈએ . તાતા માત્ર એક ધનાઢયે ઉદ્યોગપતિ જ હોત તો એમનું સ્મરણ અને સ્થાન આજે ભારતના ઇતિહાસમાં છે તેવું મહત્ત્વનું અને આદરણીય ન હોત . પણ તેમણે માત્ર ઉદ્યોગ જ નથી સ્થાપ્યા , એમણે ભારતને ઔદ્યોગિક દૃષ્ટિ આપી , ઔદ્યોગિક ક્રાંતિ આપી , મધ્યકાલીન અર્થતંત્રમાંથી આધુનિક યુગમાં પરિવર્તન કરાવનાર ફિલસૂફી આપી છે .
         1869 નું એ વર્ષ હતું . ભારતમાં મહાત્મા ગાંધીજીનો પોરબંદરમાં જન્મ થયો એ ઐતિહાસિક વર્ષ . માન્ચેસ્ટરથી આવીને નાગપુરમાં જમશેદજીએ એક મિલ સ્થાપના કરી . નામ આપ્યું ‘ અલેકઝાન્ડા મિલ ’ . ઈ.સ. 1877 માં નવાં મશીનો સાથે તેમણે એક નવી મિલ ઊભી કરી . તેનું નામ ‘ એપ્રેસ મિલ ’ . શરૂઆતમાં આ મિલ ચલાવતાં તેમને ભારે ભારે જહેમત પડી હતી . મજૂર જ અન્ય સ્ટાફને કેળવવા માટે તેમણે ખૂબ ધીરજ અને સહિષ્ણુતા દાખવી હતી . સ્ટાફને વધુને વધુ સગવડો આપવાની યોજના કરી જમશેદજીએ મિલના નફાના સાથે કામદારોના હિત પણ જોડ્યાં . અગાઉ ઉદ્યોગક્ષેત્રે પરદેશોમાં કામદાર કલ્યાણ અંગે આવી કોઈ વિચારણા થઈ ન હતી . આમ સમૃદ્ધ પરદેશીઓ કરતાં પણ આ બાબતમાં જમશેદજી આગળ નીકળી ગયા .

           તેમણે ‘ ટાટા આર્થન એન્ડ સ્ટીલ ' કંપનીની સ્થાપના કરી . ભારતમાં લોખંડ - પોલાદ ઉદ્યોગના તેઓ ભીષ્મપિતામહ ગણાય છે . તેમની પરંપરામાં , તેમનાં વંશજોએ તેમના ઉદ્યોગો - સામ્રાજ્યનો એટલો તો વિસ્તાર કર્યો કે એક વ્યક્તિ સવારે ઊઠીને રાત્રે સૂઈ જાય ત્યાં સુધીની સળંગ દિનચર્યામાં જે કોઈ વપરાશની ચીજ હોય તે સઘળી ‘ ટાટા ’ દ્વારા બનેલી હોય !

            તેમના ઉદ્યોગ વ્યવહારમાં અર્થ શાસ્ત્રીની વૈજ્ઞાનિક શાસ્ત્રીય દૃષ્ટિ , વ્યાપારીની કુનેહ ને કુશળ સંચાલનને યોગ્ય વ્યવસ્થાશક્તિ સાથે દેશવિચારને ઉદાર વ્યાપક અને ડહાપણભરી દૃષ્ટિનું સંકલન છે . તેઓ તેમના ઉદ્યોગ દ્વારા અઢળક કમાયા છે પણ એટલી ઉદારતાથી તેમણે પોતાના કર્મચારીઓ જ નહીં પણ દેશના અન્ય લોકો માટે પણ વાપરી જાણ્યું છે . તેમની સખાવતો ને તેમણે સ્થાપેલ સંસ્થાઓ કીર્તિવંત છે .

જમશેદજી તાતા જમશેદજી તાતા Reviewed by History of Gujarat on September 21, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.