Facebook

પાટણવાડીયા

 પાટણવાડિયા 


પાટણ જેમનું મૂળ સ્થાન છે એ જાતિ પાટણવાડિયા તરીકે ગુજરાતમાં આજે પ્રખ્યાત છે . આ કોમ ત્રણ નામે ઓળખાય છે : પાટણવાડિયા , બારૈયા અને ધારાળા . રેવાકાંઠા , મહીકાંઠા અને ઉત્તર ગુજરાતના કેટલાક પ્રદેશોમાં આ લોકો વસે છે . થોડો સંસ્કાર , ખાનદાની અને ખમીરનો તેમ જ રહેણીકરણીમાં સામાન્ય ફેર હોવા છતાં આ ત્રણે મૂળ એક જ જાતિ છે . 

              પાટણવાડિયાની છાતી મજબૂત છે . એનું શરીરબળ ચઢિયાતું છે . લોકકથાનાં પુસ્તકોમાં એવી માહિતી આવે છે કે આ પાટણવાડિયા વ્યક્તિ તેના લોખંડી મુક્કાથી સામી વ્યક્તિનું માથું ધડમાં પેસાડી દઈ શકે છે. 

      આ જાતિ મૂળ કોળીમાંથી ઉદ્ભભવી છે એવું કેટલાકનું માનવું છે . એ જાતિનું મૂળ જે હોય તે પણ આ જાતિમાં રજપૂતી ખમીરનાં ઘણાં વિશિષ્ટ પાસાં જોવા મળે છે . જોકે પાટણવાડિયા , ધારાળા કે બારેયા પોતાને રજપૂત તરીકે જ ઓળખાવે છે અને તેમાં તથ્ય પણ જણાય છે . 

             સમયનાં વહેણ બદલાતાં આ જાતિઓમાં , તેમના ધંધાઓમાં , રીતરિવાજોમાં ઘણા ફેરફારો થયા છે . રાજ - રજવાડાં જતાં , શસ્ત્રોના પ્રકારો બદલાતાં અને જીવનના અસ્તિત્વ અર્થે નક્કર સંઘર્ષને કારણે આ જાતિની પણ જીવનરીતિઓ બદલાઈ છે , સંજોગોને કારણે વચગાળાના થોડા સમયમાં આ જાતિ ચોરી , લૂંટફાટ અને અન્ય ગુનાઈત વૃત્તિઓ તરફ વળી હતી , પરંતુ હવે એ બધી વૃત્તિઓ ચાલી ગઈ છે .

          આ બારૈયા - પાટણવાડિયાને બહારવટાના કુમાર્ગેથી પાછા વાળનાર રવિશંકર મહારાજની કથા ઝવેરચંદ મેઘાણીએ લખેલા ‘ માણસાઈના દીવા'માં સરસ રીતે આલેખાઈ છે તો રામનારાયણ નાગરદાસ પાઠકના ‘ જગતના તાત'માં પણ તેમની જ વાત છે .

પાટણવાડીયા પાટણવાડીયા Reviewed by History of Gujarat on September 23, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.