Facebook

સાબરકાંઠા વિસ્તારના આદિવાસી

 સાબરકાંઠા વિસ્તારના આદિવાસી


         સાબરકાંઠા વિસ્તારના આદિવાસીઓ અન્ય આદિવાસીઓ કરતાં જુદા પડે છે . તેઓ રાજસ્થાનમાંથી આવ્યા હોય કે પછી ૨ જપૂત લોહીનું તેમનામાં મિશ્રણ હોય , પણ તેઓ પોતાના ઘાટીલા અવયવ , લાંબું નાક અને પાણીદાર આંખોને કારણે જુદા તરી આવે છે . સામાન્ય રીતે તેઓ શામળા તો કેટલાક ઘઉંવર્ણા ને ઊજળા પણ હોય છે . 


           આ લોકો અરવલ્લીની ગિરિમાળાઓમાં વસેલા છે . જ્યાં સામાન્ય માનવી જતાં અને વસતાં ગભરાય એવો એ પ્રદેશ તેમનું નિવાસસ્થાન છે . તેઓ જૂથમાં રહેતા નથી , પરંતુ જુદી જુદી ટેકરીઓ પર બબ્બે - ચારચારના ઝૂમખામાં ઝૂંપડાં બાંધીને રહે છે . પરિણામે તેમની ઘરવખરીમાં કોઠી , પાટલા , એકાદ ગોદડું , માટીનાં હાંલ્લાં , પિત્તળનાં બે - ચાર વાસણો અને માટલાં હોય છે . સારાં કપડાં તેઓ માટલામાં રાખે છે . રોકડા પૈસા જમીનમાં દાટીને અને ચલણી નોટો તેઓ ગોદડામાં સીવીને સાચવે છે .


        આ લોકો અરવલ્લીની ગિરિમાળાઓમાં વસેલા છે . જ્યાં સામાન્ય માનવી જતાં અને વસતાં ગભરાય એવો એ પ્રદેશ તેમનું નિવાસસ્થાન છે . તેઓ જૂથમાં રહેતા નથી . પરંતુ જુદી જુદી ટેકરીઓ પર બબ્બે - ચારચારના ઝૂમખામાં ઝૂંપડાં બાંધીને રહે છે . પરિણામે તેમની ઘરવખરીમાં કોઠી , પાટલા , એકાદ ગોદડું , માટીનાં હાંલ્લાં , પિત્તળનાં બે - ચાર વાસણો અને માટલાં હોય છે . સારાં કપડાં તેઓ માટલામાં રાખે છે . રોકડા પૈસા જમીનમાં દાટીને અને ચલણી નોટો તેઓ ગોદડામાં સીવીને સાચવે છે .

              આદિવાસીઓનું નોંધપાત્ર લક્ષણ એ છે કે તેઓ મેળાઓ અને ઉત્સવો યોજે છે . નાના સમુદાયોમાં અલગ અલગ વસવાટને કારણે તેમના હૃદયમાં સામાજિક સંપર્કો સાધવાની અદમ્ય ઝંખના રહેતી હોય છે , જે મેળાઓ અને ઉત્સવો દ્વારા સંતોષાય છે . પહેલાંના સમયમાં તો આદિવાસી યુવકો મેળા કે જંગલમાંથી કન્યાને ભગાડીને લગ્ન કરતા . હવે આવું ઓછું બને છે . આ જાતિની વિશિષ્ટતા છે કે દરેક કુંવારી કન્યાને ‘ ગોઠિયો ’ ( બૉયફ્રેન્ડ ) હોય છે , જેની સાથે  લગ્ન થયા પછી પણ તે સંબંધ ચાલુ રહે છે . તેના પતિની જાણ બહાર ગોઠિયાપણું ચાલતું હોય છે . જો તેના પતિને ખબર પડી જાય તો તેનું ખૂન કરી નાખે છે . 


             કેટલાક આદિવાસીઓ એકથી વધુ લગ્ન કરે છે . મુખીને તો ઓછામાં ઓછી બે સ્ત્રી હોવી જ જોઈએ , વધારે હોય તો સારું એમ મનાય છે . આદિવાસી પુરુષ તેની પત્ની તરફ હંમેશાં શંકાશીલ હોય છે એટલે લગભગ તેને પોતાની સાથે જ રાખે છે . પહેલાંના સમયમાં તો પત્નીની સુવાવડ પણ પુરુષો જાતે જ કરતા . 

         આદિવાસીઓ મેળામાં મહાલનારી ઉત્સવધેલી પ્રજા છે . પાવો , નાચ , ગાણાં અને ડોલ એ તેમનાં મનોરંજનનાં સાધનો છે . મેળામાં હોય ત્યારે તેમની આંખમાં એક પ્રકારનો નશો દેખાય છે . તેઓ મસ્ત થઈને મહાલે છે . તેમના મુખ્ય તહેવારોમાં હોળી , બળેવ , નવરાત્રિ અને દિવાળી છે . 

            તેમનામાં શિક્ષણનું પ્રમાણ નહિવત્ છે એટલે તેમનું ઘણું શોષણ થાય છે . તેમના ઝઘડાનું નિરાકરણ ભાંજગડિયા ' દ્વારા થાય છે . આ ભાંજગડિયા બંને પક્ષ પાસેથી પૈસા લઈને તેમના ઝઘડા પતાવે છે . તેમનામાં વેરવૃત્તિ ઘણી હોય છે . ખૂનનો બદલો ખૂન એ તેમનું સૂત્ર છે . 60 , 70 કે 80 વર્ષ પછી પણ મરનારનો પૌત્ર સામું ખૂન કરીને વેર લીધાનો સંતોષ પામતો હોય છે . 

            આમ પાછી આદિવાસી જાત સંપીલી છે . કોઈની માંદગી કે આફત વેળાએ સૌ કોઈ મદદે આવે છે . આફત વખતે ગામમાં ઢોલ વાગે છે . ઢોલના અવાજ ત્રણ પ્રકારના હોય છે : 1.આફતની ચેતવણી આપતો , 2.ભેગા થવાની હાકલ કરતો અને 3. નાસી જવાનું સૂચવતો . થોડા સમયમાં આ સંદેશો એક ગામથી બીજે ગામ પહોંચી જાય છે . 

         આ પ્રજા ખમીરવંતી છે . તેણે હજી હીર ખોયું નથી . બે દાયકા પહેલાં પણ વાઘને બાણથી , કડિયાળી ડાંગથી માર્યાના દાખલા છે . એક વખતે એક બાઈએ કુહાડીથી વાઘ માર્યાનો દાખલો મોજૂદ છે . આમ , આ આદિવાસી પ્રજા પ્રેમી છે , વહેમી છે , વેરી છે અને વીર પણ છે .








સાબરકાંઠા વિસ્તારના આદિવાસી સાબરકાંઠા વિસ્તારના આદિવાસી Reviewed by History of Gujarat on September 23, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.