ભાવનગર
સૌરાષ્ટ્ર વિસ્તારનાં મોટા શહેરોમાંનું અગત્યનું શહેર છે . ભારત સ્વતંત્ર થયું તે પહેલાં આ પ્રથમ વર્ગનું દેશી રાજય હતું . ગોહિલ વંશના રાજાઓ ત્યાં રાજ્ય કરતા .
ભાવનગર સંસ્કાર - શિક્ષણ અને ઉદ્યોગને લગતી પ્રવૃત્તિઓથી ધબકતું શહેર છે . સ્વાતંત્ર્યસંગ્રામને લગતી પ્રવૃત્તિઓના જમાનામાં ભાવનગર અગત્યનું કેન્દ્ર હતું . કાઠિયાવાડ રાજકીય પરિષદનું ત્રીજું અધિવેશન પૂ . ગાંધીજીના પ્રમુખપદે અહીં ભરાયું હતું . આઝાદી બાદ પણ 1959 માં રાષ્ટ્રીય મહાસભાનું અખિલ ભારતીય અધિવેશન અહીં મળ્યું હતું . આઝાદી બાદ જ્યારે દેશી રજવાડાંને ભારતની રાષ્ટ્રીય એકતામાં અંતર્ગત કરવાની યોજના થઈ ત્યારે એ માટેના સરદાર પટેલના ભગીરથ પ્રયત્નોમાં સૌપ્રથમ સહકાર આપનારાઓમાં ભાવનગરના તે સમયના રાજવી શ્રી કૃષ્ણકુમારસિંહજી હતા . કૃષ્ણકુમારસિંહજી રાષ્ટ્રભાવનાશાળી , દીર્ઘદૃષ્ટિવાળા અને કુશળ ન્યાયપ્રિય વહીવટકર્તા હતા . નવા રચાયેલા સૌરાષ્ટ્ર રાજ્યના એકમમાં ઉપપ્રમુખ થયેલા તથા પછીથી તેમણે રાજ્યપાલ તરીકે પણ રાષ્ટ્રને પોતાની સેવાઓ આપેલી .
ભાવનગર પહેલેથી જ સંસ્કારપ્રવૃત્તિઓને પ્રોત્સાહિત કરતું રહ્યું છે . કવિ દલપતરામનું સન્માન કરનાર આ રાજ્ય અનેક સાહિત્યકારો અને કલાકારોને પુરસ્કાર્યા છે . આ રાજ્યની આ સંસ્કારપ્રીતિનો લાભ વિવિધ રૂપે કવિ કાન્ત અને રાજકવિ નથુરામ સુંદરજી , ચિત્રકાર રવિશંકર રાવળ અને સોમાલાલ શાહ તેમજ ફોટોકલાકાર જગન મહેતા એમ અનેકને સાંપડ્યો છે . ગોવર્ધનરામ ત્રિપાઠી અહીં વ્યવસાયાર્થે વસ્યા હતા . અહીંની શામળદાસ કૉલેજમાં ગાંધીજીએ અભ્યાસ કરેલો . પ્રખર વિદ્વાન મણિલાલ દ્વિવેદી પણ અહીં પ્રોફેસર હતા . વિજયરાય વૈદ્ય પણ અહીં વસતા હતા . ભાવનગરે અને ક વિભૂતિઓ આપી છે . વિખ્યાત રાજનીતિજ્ઞ - મુત્સદી ‘ ગગા ઓઝા ’ , શામળદાસ અને તેમનાં પુત્રો લલ્લુભાઈ શામળદાસ તથા તે પછીની પેઢીના વૈકુંઠભાઈ , ગગનવિહારી મહેતા , સર પ્રભાશંકર પટણી અને અનંતરાય પટણી અને બળવંતરાય મહેતા એવા અનેક નામોથી યાદી લાંબી થાય .
અર્વાચીન કાળમાંય ભાવનગરમાં મહિલા કૉલેજ અને અન્ય કૉલેજો , શાળા - મહાશાળાઓ સર પ્રભાશંકર પટણી . ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ , કૉમર્સ કૉલેજ , લૉ કૉલેજ તેમજ આયુર્વેદ મહાવિદ્યાલય અને ભાવસિંહજી પૉલિટેનિક વગેરે ચાલે છે . આમાંય શ્રીધરાણી જેવા વિદ્યાર્થીઓ આપનાર ‘ દક્ષિણામૂર્તિ’નો ઉલ્લેખ તો અનિવાર્ય ગણાય . નાનાભાઈએ બુનિયાદી શિક્ષણ માટે ‘ દક્ષિણામૂર્તિ’ની શરૂઆત અહીંથી જ કરી . ત્યાર બાદ તેમણે ગામડામાં કામ કરવાની ઇચ્છાથી ‘ દક્ષિણામૂર્તિ ’ આંબલા ગામે ખસેડી . તેમના અવસાન બાદ આ પ્રવૃત્તિ લોકભારતીરૂપે સણોસરામાં શ્રી મનુભાઈ પંચોળી ‘ દર્શક ’ એ આગળ વિકસાવી . અહીંથી જ ગિજુ ભાઈએ . બાળપ્રવૃત્તિથી આખા ગુજરાતને જ નહીં ભારતને પોતાનું ન કર્યું છે .
અહીં જગદીપ વીરાણી સ્થાપિત ' સપ્તકલા ' ( 1953 ) , શ્રી બાપોદરા સંચાલિત ‘ નાદ ' ( 1983 ) , ‘ ગુલબાઈ દેખૈયા’નું ‘ સ્વરકલા ' તથા પાંચ અન્ય સંગીતકારો તથા ચિત્રકલાક્ષેત્રે ગુજરાતના કલાગુરુ રવિશંકર રાવળ ઉપરાંત અનેક ચિત્રકારો આપ્યા છે . અહીં તેમનું ‘ આકાર ’ નામનું કલામંડળ પણ છે . સાહિત્યક્ષેત્રે કવિ , વિવેચક , સાહિત્યકારો અને હાસ્યલેખકોની દેણગી પણ ભાવનગરની જ છે . ગુજરાતી સાહિત્યક્ષેત્રે કવિઓ , વિવેચકો , વિદ્વાનો તૈયાર કરવામાં પ્રોફેસર રવિશંકર જોષીનો ફાળો ગણનાપાત્ર રહ્યો છે . ભાવનગરની ભાષા શિષ્ટ અને પ્રમાણભૂત છે એવું પ્રમાણપત્ર નર્મદાશંકર , બ . ક . ઠાકોર તેમજ ઉમાશંકર જોશીએ આપેલું . બળવંતરાય મહેતા , જાદવજી મોદી , જગુભાઈ પરીખ , આત્મારામ ભટ્ટ , અમૃતલાલ ઠક્કર વગેરે રાજકીય આગેવાનો ભાવનગરના હતા . હરિજનોના ઉદ્ધાર માટે પ્રૌઢશિક્ષણની પ્રવૃત્તિનો પ્રારંભ ઠક્કરબાપા તથા બળવંતરાય મહેતાએ કર્યો હતો . ‘
ગાંધીસ્મૃતિ ' ગાંધીજીનાં અનેક સ્મૃતિચિહ્નો સાચવતું પ્રેક્ષણીય સ્થળ છે . તો બાર્ટન લાઇબ્રેરી હજારો પુસ્તકો ને બાર્ટન મ્યુઝિયમ એ ભાવનગર રાજ્યની પરંપરાગત વિદ્યા પ્રીતિનું સ્મરણ કરાવે છે . ભાવનગરની એક નોંધપાત્ર ‘ સંસ્થા ' છે મહેન્દ્ર મેઘાણીની ‘ લોકમિલાપ ' , પુસ્તકો માત્ર ગ્રંથાલયનાં કબાટોમાં જ ભરાઈ ન રહે તે માટેની ‘ લોકમિલાપે ’ સીધો વાચકને જ સંપર્ક કરીને પુસ્તકો વાચકને સસ્તાં મળી રહે તેવા પ્રયત્ન કર્યા છે . માત્ર ગુજરાતમાં જ નહીં દેશમાં અને દરિયાપારના દેશોમાં ‘ જયાં જયાં વસે એ ક ગુજરાતી … ત્યાં ત્યાં પણ પુસ્તકોના પ્રદર્શનો યોજીને તે મણે શિ પટવા ચ ન શોખ ન વિસ્તારવાના સુંદર પ્રયત્નો કર્યા છે . ભાવનગરમાં જૂનો દરબારગઢ , ટાઉનહોલ વગેરે જોવાલાયક છે . 1932 માં બંધાયેલા ટાઉનહોલમાં ધારાસભા બેસતી અને કૃષ્ણકુમારસિંહજીનો રાજ્યાભિષેક પણ ત્યાં જ થયેલો . દેવાલયો - દેરાસર - દરગાહ - મસ્જિદ - ચર્ચ - અગિયારી – અલંગથી નજીક . તેથી અહીં અલંગ બજાર છે . ભાવનગરના મહારાજાએ સુંદર પક્ષીસંગ્રહ કર્યો હતો . બધા ધર્મોનાં સ્થળો ભાવનગરમાં જોવા મળે છે .
ભાવનગરનું બંદર છેલ્લાં 200 વર્ષોથી પ્રસિદ્ધ હતું . એનો વેપાર શ્રીલંકા , ચીન , આફ્રિકા , સિંગાપોર સાથે ચાલતો . પાછળથી નવું વિક્ટર બંદર બાંધવામાં આવ્યું , જેના લોકગેટની યોજના વિશિષ્ટ છે . સરકારે સોલ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ વગેરે સંસ્થાઓ પણ અહીં સ્થાપી છે તથા નાનામોટા અનેક ઉદ્યોગો અહીં વિકસ્યા છે . એમાં કાપડ તેલ - રબર - ખાતર વગેરેના ઉદ્યોગોનો સમાવેશ થાય છે .
ભાવનગર વિમાનમાર્ગે મુંબઈ અને સુરત સાથે જોડાયેલું છે . ભાવનગરથી રાજ કુળની ઉપાસ્યમાતા ખોડિયારના વિશાળ મંદિરે થઈ સોનગઢ જઈને નજીકમાં વિશાળ ક્ષયરોગ - નિવારણ હૉસ્પિટલ જઈ શકાય છે . ત્યાં વિરલ ગણાય તેવી શિક્ષણ સંસ્થાઓ ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા અને ગ્રામવિદ્યાપીઠ - સણોસરા નજીકમાં જ છે . તે મના આદર્શ અને પ્રજાને કે ન્દ્રમાં રાખી કરાયેલા શિક્ષણપ્રયોગનો પરિચય કરવા જેવો છે . ભાવનગરથી 70 કિ.મી. દૂર વેળાવદર રાષ્ટ્રીય પાર્ક છે . 18 ચો.કિ.મી.માં લગભગ 3000 જેટલા કાળિયાર માટે આયોજિત ઉદ્યાન હરણકુળના આ રૂપાળા પ્રાણીને ઉછેરે છે . કાળિયાર સુંદર પ્રાણી છે . તે છ મીટર જેટલી લાંબી ફાળ ભરી શકે છે .
No comments: