Facebook

History of Rabari of Gujarat

  રબારી

    ગુજરાત ના રબારી ઓ નો ઇતિહાસ 


        ચારણોમાં જુદી જુદી વિકાસકક્ષાઓ જોવા મળે છે , તે રબારીઓમાં જોવા મળતી નથી . રબારીની આખી કોમ પશુપાલનનો જ વ્યવસાય કરે છે . ગીરમાં વસતા રબારીઓ નેસ બાંધીને રહેતા ગીરના ચારણોની જેમ જ અર્ધ ભટકતું જીવન ગાળે છે . ગામડામાં રહેતા રબારીઓ ગ્રામજીવનને અનુરૂપ એવું ગ્રામજીવન ગાળે છે . 

          રબારીઓમાં બે વર્ગ છે : એક સૌરાષ્ટ્રના રબારીઓ અને બીજા ગુજરાતના રબારીઓ . ત્રીજો એક વર્ગ વઢિયારી રબારીઓનો છે . તેઓ માત્ર ઘેટાં - બકરાં જ રાખે છે અને સદાય ફરતા રહે છે . આ રબારીઓ કચ્છ બાજુ વિશેષ જોવા મળે છે . રબારી લોકો ઊંચા અને મજબૂત બાંધાના તથા કસાયેલા હોય છે . તેમનામાં પુરુષોમાં બીજલ , રામ , દેવા જેવા નામો હોય છે અને સ્ત્રીઓમાં કાળી , રૂડી , જેઠી જેવાં નામો હોય છે 


         બધા રબારીઓ મુખ્યત્વે ચોરણી , કેડિયું તથા આટીયાળી પાઘડી પહેરે છે . ઘણું કરીને તેમાં એક કાળો લીટો હોય છે . તેઓ પાધડી નીચે મેલખાયું બાપે છે . અડધો - પોણો મીટરના ત્રિકોણાકાર કપડાને ‘ મેલખાયું ' કહે છે . સૌરાષ્ટ્રના રબારીઓ મેલખાયું પહેરતા નથી તેઓની પાપડી ગુજરાતના રબારીઓની પાઘડી કરતાં મોટી હોય છે . ગુજરાતના રબારીઓના કેડિયા એકાદ - બે કસના તથા શ્રેરી વિનાનાં સાદા હોય છે . સૌરાષ્ટ્રના રબારીના કેડિયા પાછળપટ્ટીવાળાં , વધુ કસવાળાં અને ઘેરદાર હોય છે . તેમના હાથની બાંય હાથના માપ કરતાં વીસ - બાવીસ સેન્ટિમીટર લાંબી હોય છે એટલે બાંયમાં ખૂબ કરચલી પડે છે . તેમની ચોરણી પણ પગની લંબાઈ કરતાં લાંબી હોય છે જેથી તેની પણ ઘણી કરચલી પડે છે . ગુજરાતની રબારીની ચોરણી કમર અને સાથળ આગળથી સાદી હોય છે . 


       રબારી પુરુષો કાનમાં ઠોળિયાં અને કાનમાં સોનાનાં ફૂલ પહેરે છે . હાથમાં ‘ સરલ ’ અને પગમાં તોડા પહેરે છે . સ્ત્રીઓ જીમી , કામળિયા ઓઢણી તેમ જ સાદું કપડું પહેરે છે . તેઓ ચાંદીના ઘરેણાં પહેરે છે . રબારી સ્ત્રીઓ ભરત ગૂંથણ સારું કરે છે . આભલાં પણ સરસ ભરે છે . 


         રબારીઓ વાર - તહેવારે રાસ રમે છે અને ગરબા પણ ગાય છે . પ્રસંગોપાત્ત ભજનો પણ ગાય છે . તેમનામાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે . જન્માષ્ટમી એ તેમનો મહત્ત્વનો તહેવાર છે . ખૂબ ધામધૂમથી તેઓ એ તહેવાર ઊજવે છે .

History of Rabari of Gujarat History of Rabari of Gujarat Reviewed by History of Gujarat on September 20, 2020 Rating: 5

No comments:

Powered by Blogger.